________________
દિવ્ય ગુણોની તેને લગની લાગે છે. સાપ જેમ કાંચળી ઉતારી નાખે તેમ જગત તરફના તેનો મોહ અને આસક્તિ ખરી પડે છે. આંતર પ્રજ્ઞા પ્રગટે છે. અંતરાત્મ દશા પ્રગટે છે. હવે બહિરાત્મ દશા છૂટી ગઈ છે. રચિ આત્મદશામાં લીન બને છે. હેય ઉપાદેયની બુદ્ધિ સ્પષ્ટ અને નિર્મળ થાય છે. પરમાત્મ પદ તરફની પ્રાપ્તિનો પુરુષાર્થ બળવાન બને છે. આવા આત્માની હૃદય ગંગામાંથી પરમાત્મ ભક્તિના ઝરણાં સ્વયંભુ વહેવા લાગે છે. સહજપણે અને અનાયાસે રચનાઓ થાય છે. સ્તુતિ અને સ્તવન લખાય છે. સ્તોત્રોની રચના થાય છે. આત્મદશાની આ નિર્મળ અવસ્થાને એવી પાત્રતા કહેવાય કે જે પાત્રતા સ્તોત્ર રચના કરવામાં સમર્થ હોય છે. ઉપર જણાવેલી અવસ્થાના સંદર્ભમાં એ સ્પષ્ટ જ છે કે પરમાત્મામાં પ્રીતિવાન બનેલ આવી નિર્મળ આત્મદશાવાળો જીવ ક્રમે ક્રમે આ શ્લોકમાં કહેવાયું તેમ સમસ્ત પ્રકારના દોષોથી મુક્ત થાય છે. દોષાદિકવાળી દૂષિત અવસ્થાથી મુક્ત એવો જીવ પાત્રતા પ્રગટ કરી નિર્મળ દશાને જ પામે છે.
- એક સત્યઘટનાની વાત ઉપર જે વિગત જણાવી છે તેના અનુસંધાનમાં એક સત્ય ઘટનાનો અત્રે નિર્દેશ અપ્રસ્તુત નહીં ગણાય. કવિવર મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોરે અસંખ્ય કાવ્યો રચ્યાં. ગીતાંજલિ ગ્રંથની રચના થતાં તેમને નોબેલ પારિતોષિક મળ્યું. તેમની રચનાઓમાં ભક્તિના, પ્રભુની સ્તુતિના ઘણા ચમકારા મળતા. ગીતાંજલિ રચાતાં સમસ્ત વિશ્વમાં તેમની ખ્યાતિ પ્રસરી. તે સમયે એક સંત તેમને દરરોજ મળીને એક જ પ્રશ્ન પૂછતા“શું તમને આત્માનો સાક્ષાત્કાર થયો છે? તમારી રચનાઓ તેના ઉપર આધારિત છે?” કવિવર સદેવ મૌન રહેતા. મનમાં ખૂબ જ મુંઝાતા. આત્મા અને પરમાત્મા તરફ તેમની ભક્તિ જરૂર હતી, તેની ઝંખના જરૂર હતી, પરંતુ સાક્ષાત્કાર થયો નહતો. એક વખત વર્ષાકાળે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા ગયેલા કવિએ સમુદ્રના જળમાં ઊગતા સૂરજના પ્રતિબિંબને જોયું. આ દશ્ય તેમના દૈનિક ક્રમનું હતું, છતાં આજે અતિશય ભાવવિભોર થઈ ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તાની બાજુ ઉપર પાણીથી ભરાયેલા અનેક નાના-મોટાં ખાબોચિયામાં તેમણે સૂર્યનું પ્રતિબિંબ જોયું. ગહન અંતર્મુખતામાં સ્પષ્ટ નિર્ધાર થયો. જળની અવસ્થા ગમે તે હોય, ગમે ત્યાંની હોય, મલિન હોય કે સ્વચ્છ હોય પણ સૂરજનું પ્રતિબિંબ સર્વત્ર છે. સૂરજ સચરાચર સૃષ્ટિને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે કોઈપણ યોનિમાં રહેલા કોઈપણ જીવની
Jain Education International
For Private & Personal Use Only
(પ )
www.jainelibrary.org