________________
કહ્યું તેમ સમાં રહેલી છે અને પરમાત્માના ગુણોનું ગાન કરતું આ સ્તોત્ર પવિત્ર ભાગીરથીના ઝરણ જેવું પવિત્ર છે. મનને આનંદ-ઉલ્લાસ આપનાર છે. પુરુષોની પરમાત્મા તરફની ભક્તિને પ્રબળ બનાવનાર છે. તો પછી ભક્તામર સ્તોત્રરૂપી પવિત્ર ગંગામાં પુરુષો સ્નાન કરી આનંદ-વિભોર બને તેમાં શું આશ્ચર્ય છે? જલબિંદુ કમલપત્ર ઉપર મોતીની જેમ ચમકી તેની શોભા વધારે છે. તો ભક્તામર સ્તોત્ર સપુરુષોના હૈયાનો હાર બની શોભા વધારે તે સહજ છે. અર્થાત્ આ સ્તોત્ર તેમના આત્માને અત્યંત આનંદ આપનાર અને પ્રમુદિત કરનાર છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૫૫).