________________
અનેક માળાઓ ગણે અને પ્રભુના નામના કરોડો જાપ કરે તો પણ તેની સ્થિતિમાં કાંઈ ફરક પડતો નથી. કોઈપણ પ્રકારનું ફળ મળતું નથી. તેના પાપનો નાશ થતો નથી. તેનું ભવભ્રમણ અટકતું નથી, કારણકે તેની સ્થિતિ
“માતા તો રમેં ફિર, મનવા રે વÉ હિરા” જેવી હોય છે. હાથમાં માળા ફરતી હોય અને તેનું મન પ્રગટપણે પરપદાર્થોમાં આસક્ત હોવાથી, ચારેય દિશામાં ભટકતું હોવાથી તેને કાંઈ જ લાભ થતો નથી.
નવમા શ્લોકના અંતિમ ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે જેમ સૂર્ય દૂર રહે તો પણ તેનાં કિરણોની કાંતિ સરોવરમાં રહેલા કમળને ખીલવે છે તેવી રીતે આપનું સ્મરણ માત્ર પ્રાણીઓના હૃદયમાં રહેલા પાપનો નાશ કરનાર છે, અને આત્મદશાને ખીલવનાર છે. હે પ્રભુ! આપ સૂર્ય સમાન તેજસ્વી અને સર્વજ્ઞ છો. આપના જ્ઞાનરૂપી કિરણો પડતાં અર્થાત્ સરોવરમાં રહેલાં કમળો જે બિડાયેલાં છે (સંસારના જીવો જે કમળની જેમ બિડાયેલા છે) તેને અડતાં જ તે કમળ ખીલી ઊઠે છે. અહીં સ્પષ્ટ આશય એ છે કે જ્ઞાનરૂપી પ્રકાશના કિરણ જે જીવ પામે છે, પામવાની પાત્રતા કેળવે છે તે જીવના અજ્ઞાનરૂપી અંધકાર અને પાપનો નાશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૫૯)