________________
ભક્તામર શ્લોક ૭ त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं, पापं क्षणात्क्षयमुपैति शरीर भाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु; सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ||७||
ભાવાર્થ :
ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેમકે લોકમાં વ્યાપેલું અને ભ્રમર જેવું કાળું કૃષ્ણપક્ષની રાત્રિનું સર્વ અંધકાર પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી ભેદ પામીને નાશ પામે છે.
જેમ સૂર્યોદય અંધકારના નાશનું કારણ છે તેમ જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપના નાશનું કારણ છે. IIII
આ રોજની પૂજા, પાપથી કાં ન ઉગારે આતમને?
શ્રી ભક્તામર સ્તોત્રના સાતમા શ્લોકમાં એમ જણાવ્યું છે કે ભવની પરંપરા એ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ હે પ્રભુ, તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. આ વાત તદ્ન સત્ય છે અને સચ્ચાઈના મજબૂત પાયા ઉપર ઊભેલીછે, અને સાથે સાથે એ પણ હકીકત છે- સામાન્ય જનોનો અનુભવ છે કે વર્ષોના વર્ષો સુધી નિયમિતપણે પ્રભુની સ્તુતિ કરવા છતાં નથી તો પાપનો નાશ થયો કે નથી કોઈ અંતર પરિવર્તન થયું. ગમે તેટલા પાણીએ ધોવા છતાં કાકડી કડવી ને કડવી જ રહી છે! દેરાસરની અંદરપછી તે શત્રુંજ્ય મહાતીર્થ હોય કે શંખેશ્વર હોય, એકલા કે સમૂહમાં, સામાન્ય કે મધુરકંઠે, લોકોએ અસંખ્યવાર ગાયું છે કે, “માતા મરુદેવીના નંદ દેખી તાહરી મૂર્તિ, મારું મન લોભાણુંજી'. જે પરમાત્મા સન્મુખ મોટા અવાજે પોકાર કરીને પોતાનું મન લોભાયું હોવાના સ્તવન દ્વારા જાહેરાત કરતો માનવી એકવાર પણ પોતાના હ્રદય ઉપર હાથ મૂકીને પોતાની જાતને ઢંઢોળીને પૂછી જુએ કે પોતાનો સદ્ભાવ, પોતાનો અનુરાગ, પોતાની ચિત્તવૃત્તિ શેમાં રોકાયેલી છે ? શેમાં લોભાયેલી છે ? ધન, વૈભવ, ઐશ્વર્ય, પત્ની, સંતાનો, પરિવાર, યશ-માન-પ્રતિષ્ઠા અને જગતના તમામ પરપદાર્થો તરફ રોકાયેલી છે? અને સચ્ચાઈની પ્રતીતિ જોઈતી હોય તો જરા ઊંડાણમાં For Priva(૪૮)sonal Use Only
Jain Education International
www.jainelibrary.org