________________
ભક્તામર બ્લોક ૮ मत्वेति नाथ ! तव संस्तवनं मयेदमारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु,
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। ભાવાર્થ :
ઉપર મુજબ તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે તો પણ તે સર્વ પાપને હરનારું છે. એમ માનીને હે નાથ ! અલ્પબુદ્ધિ છતાં પણ મેં આ તમારું સ્તોત્ર રચવાનો પ્રયત્ન કર્યો છે તે તમારા જ પ્રભાવથી છે. વળી તે સપુરુષોના મનનું રંજન કરશે. કેમકે કમલિની પર પડેલ જળનું બિંદુ મોતીની શોભા પામે છે.
તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિનું સ્તોત્ર પુરુષોને આનંદકારક થશે. ||દો. પરમાત્માની સ્તુતિ કરવી શા માટે દુક્કર છે ?
આઠમા શ્લોકના પ્રારંભમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! આપનું સ્તોત્ર કરવું દુષ્કર છે. અર્થાત્ પરમાત્માની સ્તુતિ કરવી તેમ જ સ્તુતિની રચના કરવી ખૂબ જ દુષ્કર છે. ખૂબજ કઠણ છે. છતાં તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાત જરા વિગતથી સમજીએ.
આત્માનું સ્વરૂપ સ્ફટિક મણિ જેવું છે. ચંદ્રના જેવી ઉજ્જવળ કાંતિવાળું ધવલ છે. પારદર્શક છે.આત્મા સ્વયં (સ્વ૫૨)પ્રકાશક છે. સ્ફટિક મણિને હાથમાં લઈ તેના ઉપર પારદર્શક લાલ કાગળ વીંટાળવામાં આવે તો સ્ફટિક મણિ લાલ દેખાય છે. તેના ઉપર બીજા કોઈ રંગનો કાગળ વીંટાળવામાં આવે તો જેવા રંગનો કાગળ વીંટવામાં આવે તેવા રંગનું સ્ફટિક મણિ દેખાય છે. જે રંગનો કાગળ જ્યાં સુધી સ્ફટિક મણિ ઉપર વીંટાળ્યો હોય ત્યાં સુધી જ તે તેવા રંગનો દેખાય છે. કાગળ હટાવી લઈએ તો સ્ફટિક મણિ મૂળ જેવો હતો તેવો જ દેખાય છે. કાગળના રંગના કારણે તે કાગળના રંગ જેવો જણાયો તે સાચું, પરંતુ કાગળનો રંગ સ્ફટિક મણિમાં ઉતર્યો નથી. ટૂંકમાં જુદા જુદા રંગના કાગળને આપણે રાષ, અજ્ઞાન, આસક્તિ કે કામ, ક્રોધરૂપ કહી શકીએ ખરાં, પરંતુ તે બધું તો કાગળની સાથે સંકળાયેલાં છે, સ્ફટિક મણિની સાથે નહીં. અર્થાત્ આત્મા ઉપર તેનું
For Private ( 42 )onal Use Only
Jain Education International
www.jainelibrary.org