________________
મંદિરમાં, તનથી અને મનથી નિરંતર તેના વિચારોમાં અને તેના પુરુષાર્થમાં ખોવાયેલો રહેછે. આવી જ સ્થિતિ ક્ષણેક્ષણ માટે પરસ્ત્રીમાં આસક્ત કામી અને વિષયી પુરુષની હોય છે. જેને જેનો મહિમા હોય અને તે મહિમા જેટલો વિશેષ અને ઉત્કટ હોય તેના પ્રમાણમાં તે મહિમાવંતી વસ્તુને પ્રાપ્ત કરવા માટે જીવ સર્વસ્વનું બલિદાન કરી દે છે. જેમ કંચન અને કામિનીમાં આસક્ત જીવ તેનાથી ઊબકી જાય, તેની નિરર્થકતાનું તેને ભાન થાય કે તરત જ તેનો કંચન કામિની તરફનો મોહ ભાંગીને ભૂક્કો થઈ જાય તેમ તેવી જ ઉત્કટતાથી તેવા જ પ્રેમને વશ થઈ આત્મા જ્યારે પરમાત્મપદ તરફ ગતિ કરે છે ત્યારે તેના હૃદયમાંથી જે સ્તુતિ પ્રગટ થાય છે, પરમાત્મા તરફની ભક્તિ પ્રગટ થાય છે તે સર્વ પાપોનો નાશ કરનાર હોય છે. એક વખત પરમાત્મા તરફ તેને સાચી પ્રીતિ જાગે તેને જિનેશ્વર ભગવાનની પરમોચ્ચ સ્થિતિનો તેનો યથાયોગ્ય મહિમા આવે અને તે મહિમા પણ નિરંતર વર્ધમાન દશામાં આવ્યા જ કરે ત્યારે તેવા આત્માને પરમાત્માની સ્તુતિ કઈ રીતે કરવી તે શિખવાડવું પડતું નથી. તેનાથી સહજપણે અનાયાસે સ્વયંભૂપણે પરમાત્માની સ્તુતિ થયા જ કરતી હોય છે. તે બોલતો હોય કે મૌન હોય, મંદિરમાં હોય કે માર્ગ પર હોય તેનું હૃદય અને નેત્રો, તેના મન-વચન અને કાયા, અને તેના રોમેરોમમાં પરમાત્માની સ્તુતિ હોય છે. આવી સ્તુતિ જ સર્વ પાપોનો નાશ કરનાર છે. પોતાના સમગ્ર અસ્તિત્વનો ભક્તિભાવમાં ડૂબીને જ્યારે લોપ કરવામાં આવે, પરમાત્મામાં જ્યારે સંપૂર્ણપણે ખોવાઈ જવાય ત્યારે સ્તુતિરૂપી બીજ પરમાત્મપદરૂપી વૃક્ષરૂપે ફૂલીફાલીને મોટું થાય છે. અત્રે યાદ રહે કે વૃક્ષની અવસ્થાએ પહોંચતાં પહેલાં બીજે ધરતીમાં દટાવું પડે છે. પોતાના સમગ્ર અસ્તિત્વનો લોપ કરવો પડે છે. પરમાત્માના ચરણમાં જે સર્વસ્વનું સમર્પણ કરે છે તે પરમપદને પામે છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે :
" मिटा दे अपनी हस्ती को, अगर कुछ मरतबा चाहे
के दाना खाक में मिलकर, गुले गुलजार होता है ।”
જમીનમાં બીજ દટાઈને જ્યારે પોતાના અસ્તિત્વનો લોપ કરે છે ત્યારે જ તે નવપલ્લવિત વૃક્ષ તરીકે મનોહર પુષ્પોથી છવાયેલા વૃક્ષ તરીકે પોતે નવું અસ્તિત્વ પામે છે. આ જ રીતે પરમાત્માની સ્તુતિમાં ડૂબેલો આત્મા પરમાત્મપદને પામે તેમાં શું આશ્ચર્ય છે? આ રીતે આચાર્ય ભગવંતે ભક્તિ અને સ્તુતિનો મહિમા સાતમા શ્લોકમાં ગાયો છે.
*k
Jain Education International
*
For Private & Personal Use Only
(૫૧)
*
www.jainelibrary.org