________________
જઈને એમ પણ પૂછી જુઓ કે પરમાત્મા અને પરમાત્માના ગુણો અને તે ગુણપ્રાપ્તિના માર્ગ સિવાય બીજે બધે જ સ્થળે બધા જ વિષયોમાં અનાદિકાળથી ચિત્તવૃત્તિ દઢતાથી જોડાયેલી છે? જો એમ જ છે તો એમ શા માટે?
આત્મા અનાદિકાળથી મોહમાં રમણતા કરતો આવ્યો છે. રાગ, દ્વેષ, અજ્ઞાન અને આસક્તિએ ભવભ્રમણની પરંપરા સર્જી છે. પોતાના માની લીધેલા સુખની પ્રાપ્તિ કરવા માટે તેણે પાપાચરણ કરવામાં પાછું વળીને જોયું નથી, તેના સંસ્કાર અને દઢ માન્યતા પણ એવી જ છે કે સંસારમાં આવ્યા છે તો પાપ કર્યા વિના ઓછું ચાલી શકવાનું છે? ફરજના ભ્રામક મોહમાં અને તેના અંચળા હેઠળ નવતત્ત્વની શ્રધ્ધાનું પડીકું વાળીને હૃદયની તિજોરીના ગુમખાનામાં મૂકી દઈ એમ કહે છે કે આ કુટુંબ, આ પત્ની, આ પરિવાર અને જીવનનિર્વાહ માટે કોણ પાપ નથી કરતું ? ધર્મ તો થાય એટલો કરીએ છીએ. સંસારમાં રહીને બધાં જ કંઈ ઓછા ભરત ચક્રવર્તી કે પુણ્યશ્રાવક જેવાં સમ્યમ્ દષ્ટિ આત્મા થઈ શકે એમ છે? પોતાની માન્યતા, પોતાના આગ્રહો, પોતાની કુળપરંપરા, પોતાની ગતાનુગતિક્તાવાળી સમજણ અને પોતાનો પાપાભિમુખ દષ્ટિકોણ આ સઘળાં જીવને અનંતકાળથી ભવભ્રમણ કરાવી રહ્યાં છે.
જૈનદર્શનમાં આત્માની વિચારણા. જૈન દર્શને આત્માની સંપૂર્ણ સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે, આત્માની શુદ્ધતાનો સ્વીકાર કર્યો છે, આત્માના અનંતાગુણો અને કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો છે, આત્માની સ્વાધીન દશાનો સ્વીકાર કર્યો છે. પરમાત્માના ઓમકારના દિવ્ય ધ્વનિમાંથી પ્રગટેલા આ સત્યો ત્રણેકાળના માટે અબાધિત સત્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં હવે એ સ્પષ્ટપણે સમજી શકાશે કે નિગોદથી માંડીને આજ સુધીના ભાવોમાં, અનાદિથી માંડીને આ ક્ષણ પર્યત તમામ સમયે આત્મા સદા સર્વદા સંપૂર્ણ સ્વતંત્ર હતો. સ્વભાવની પસંદગી કરવી કે વિભાવમાં રમણતા કરવી તે તેનો સંપૂર્ણ સ્વતંત્ર અને અબાધિત અધિકાર હતો. જગતનાં તમામ જીવો એકીસાથે, એકીમતે રાગ, દ્વેષ, અજ્ઞાન અને આસક્તિનો સ્વીકાર કરે તો પણ એવો નિયમ નથી કે ભવિષ્યમાં અનાદિકાળ સુધી તેઓ ભવભ્રમણ કર્યા જ કરે. વિભાવ અને મિથ્યાત્વની આ સ્થિતિમાંથી ભૂતકાળમાં અનંતાજીવો તેની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય કરી વિભાવમાંથી ખસીને સ્વભાવમાં જઈ શક્યા હતાં, વર્તમાનમાં જઈ
રહ્યા છે અને અનાગતકાળે અવશ્ય જવાના છે, તે જ આત્માની સ્વતંત્રતા Jain Education International
For Private Personal Use Only
(૪૯)
www.jainelibrary.org