________________
કોલાહલવાળા વાતાવરણમાં પ્રભુની પૂજા કરીને આવે, ત્યારે ગર્વભેર વ્યક્તિ બધાંને એમ કહે છે કે, આજના જેવી પૂજા મેં ક્યારેય કરી નથી. એમાં પણ સાધારણ રીતે એમજ સમજવું રહ્યું કે ઘણાં કોલાહલમાં બીજે ભટકતાં ચિત્તે પૂર્વે જે રીતે પૂજા થતી હતી, તેના કરતાં થોડી વિશેષ સારી રીતે થઈ. જ્યારે આપણે અહીંયા જે સેવક સ્વામીભાવની વાત કરીએ છીએ તે તો ઇશારાથી સમજવું હોય તો એમ કહી શકાય કે ધનના ઢગલાનું સમર્પણ કેવું અદ્ભુત રીતે ભામાશાહે પોતાના સ્વામી રાણા પ્રતાપના ચરણકમળમાં કર્યું હતું.
અહીંયા આચાર્ય ભગવંતનો ૫રમાત્મા તરફનો ભક્તિભાવ જાણે કે સ્વામી સેવકનો છે . સ્વામી સમૃદ્ધિના શિખર ઉપર હોય છે. તો સેવક પાસે સામાન્ય ધન હોય છે. સ્વામી સર્વજ્ઞછે. તો સેવક અલ્પજ્ઞાનવાળો છે. પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે, તો સેવક આનંદ પિપાસુ છે. પરમાત્મા અનંતગુણના સાગર છે. તો ભક્ત જ્ઞાન પ્રાગટ્યની ભૂમિકાવાળા પુરુષાર્થી છે. અહીં પરમાત્માની સર્વજ્ઞતાનો અર્થ ત્રણ કાળ, ત્રણ લોકના સર્વ પદાર્થની, સર્વ પર્યાય યુગપત એક જ સમયે જાણે છે તે છે.અને અલ્પજ્ઞતા વર્તમાનમાં પોતાને ક્ષયોપશમથી પોતાના જ્ઞાનમાં જેટલો ઉઘાડ હોય અને જેટલું જ્ઞાન જણાતું હોય તે છે. જરા વિસ્તારથી સમજીએ તો એમ કહી શકાય કે આત્મા બહિર્મુખી હોય ત્યારે બહારના પદાર્થોના જ્ઞાનમાં રોકાયેલો હોયછે, આત્મા અંતર્મુખી હોય ત્યારે અંદરના ગુણ તરફ અભિમુખ થઈ સ્વભાવમાં ઠરવા માટે પુરુષાર્થવાન હોય છે. જ્ઞાતા દૃષ્ટાની ભૂમિકાથી સર્વજ્ઞતા સુધી પહોંચનાર આત્મા અંદરના સ્વભાવનો અને બહારના તમામ પદાર્થનો
જાગૃતપણે જ્ઞાતા દષ્ટા હોય છે. આ ભૂમિકા જ્ઞાનીની છે.
ક્યાં ભક્તની જ્ઞાનદશા અને ક્યાં પંડિતની વિદ્વતા!
પોતે જ્ઞાનદશાની ઊંચી ભૂમિકા ઉપર હોવા છતાં આચાર્યશ્રી દરેકે દરેક શ્લોકમાં પોતાની નમ્રતા પ્રગટ કરતા આવ્યા છે. તેથી અહીં પણ પોતાને અલ્પજ્ઞાનવાળા અને જ્ઞાનરહિત હોવાનું જણાવે છે. એમ જણાવી તેઓ કહે છે કે હું આવો અલ્પજ્ઞાનવાળો હોવાથી વિદ્વાનોમાં હાંસીપાત્ર છું. આ વાત એક દૃષ્ટિએ સાચી છે! કેમ કે વિદ્વાનો શાસ્ત્રોના જાણકાર હોય છે. અનેક શાસ્ત્રોનું તેમણે અધ્યયન કર્યું હોય છે. તેઓ મોટા પંડિત કહેવાય છે. શાસ્ત્રોના આધારે ગમે તેવા અટપટા અને મૂંઝવતા સવાલોના તર્કબદ્ધ અને ન્યાયપૂર્ણ ઉકેલ આપી શકે છે. તેમની વિદ્વતાથી જગત પરિચિત હોય છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only (૪૫)