________________
ઉત્સુક છે તેવો આત્માર્થી જીવ જ્યારે ઉન્નતિના ગિરીશિખર તરફ, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે છે અને જેમ ઉપર ચડે છે તેમ પર્વતની ટોચ ઉપર રહેલા ૫૨માત્માનું સ્મરણ કરતાં તેને પોતાની અલ્પતાનું અને શક્તિહીનતાનું ભાન થાય છે. અહંકારી વ્યક્તિ જ્યારે પોતાને શક્તિશાળી માનતો હતો ત્યારે તે શક્તિહીન હતો. અને અહંકારથી મુક્ત થતો જીવ જ્યારે પોતાને શક્તિહીન માને ત્યારે ખરેખર તે સાચા અર્થમાં શક્તિવાન થતો જતો હોય છે.
ભક્તિમાર્ગનો આધારસ્તંભ : સંપૂર્ણ શરણાગતિ (અહંકાર શૂન્યતા)
પરમાત્માના અનંતા ગુણો અને અનંતા સામર્થ્યને સ્વીકારતાં તેનો મહિમા પોતાના રોમેરોમની અંદર પ્રગટ થતાં પરમાત્મા પાસે પોતે અત્યંત શક્તિહીન છે, તેમ આચાર્ય ભગવંત ખૂબજ વિનમ્રપણે જણાવે છે. આ વિનમ્રતા એ કવિના આત્માના ગુણની પ્રસાદી છે. આત્મદશાના પ્રગટ થયેલા અનુભવમાં ભાવવિભોર બનેલા મહાકવિ પરમાત્મા તરફ અત્યંત ભક્તિભાવવાળા છે. આ ભક્તિની સાથે અતૂટ રીતે પરમાત્મા સાથેનું તેમનું સમર્પણ પણ સંકળાયેલું છે અને તેથી તેઓ એમ જણાવે છે કે હે પ્રભુ, હું તો શક્તિરહિત છું છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર છું.
આ કથન જરા વિગતથી સમજીએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં ઘણાં સાધનો અને ઘણા માર્ગ ઉપયોગી છે. કોઈ જપ, વ્રત, તપ, ક્રિયાની આરાધના દ્વારા મોક્ષમાર્ગે જવા ઝંખે છે. અને કહે છે કે વ્યવહારમાં સૌ પ્રથમ આ બધું હોય તો સમય આવે વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય થઈ માર્ગ મળે તો બીજી તરફ નિશ્ચયનયના આગ્રહવાળા પ્રથમ નિશ્ચય અને પછી જ વ્યવહાર એમ વાત કરે છે. આ જ રીતે બીજા સાધનો અને માર્ગોમાં કોઈ એક પક્ષની તરફેણ કરે છે તો કોઈ અન્યપક્ષની તરફેણ કરે છે. ક્યાંક સમન્વયવાદી ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષઃ' ની વાત કરે છે. બધાં સાધનો અને બધા માર્ગનો વિવેકપૂર્વક વિચાર કર્યા પછી અહીં ભક્તિમાર્ગ તરફ વિચારણા કરી છે. આ કાળમાં ભક્તિમાર્ગને રાજમાર્ગ કહેવાયો છે. ભક્તિમહિમા સિવાય આવી શકે નહીં. ભક્તિમાર્ગ સમર્પણનો માર્ગ છે. ભક્તિવંત જીવ અહંકાર શૂન્ય બને છે. ભક્તિવંત જીવ પરમાત્માના ચરણકમળમાં સર્વસ્વનું સમર્પણ કરે છે અર્થાત્ પોતાના સમગ્ર બાહ્ય અસ્તિત્વનો લોપ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૪૨)