________________
પ્રતિબિંબને પકડવાની કોશિષ કરે છે તે તેની બાળચેષ્ટા છે. ચંદ્ર આકાશમાં છે. પ્રતિબિંબ પાણીમાં છે, અને પ્રતિબિંબને પકડવાની ચેષ્ટા જેમ બાળકબુદ્ધિ કરે છે તેવી રીતે અત્યંત વિનમ્રતાથી કવિરાજ જણાવે છે કે હે ઋષભદેવ પ્રભુ! તમારી સ્તુતિ કરવા માટે મારી બુદ્ધિ સમર્થ નથી. આપની સર્વજ્ઞતા અને આપના અનંતાગુણોને હું કોઈપણ રીતે અભિવ્યક્ત કરી શકું તેમ નથી. છતાં પણ સરોવરની લીલ દૂર થતાં તેની નીચે રહેલી માછલી ચંદ્રનું ક્ષણિક દર્શન થતાં જે ભાવવિભોર થાય છે તેમ મારા અલ્પજ્ઞાનમાં આપની પ્રભુતાનું દર્શન થતાં ભાવવિભોર થઈ, હે ઋષભ જિનેશ્વર ! આપની વીતરાગતા, આપની સર્વજ્ઞતા અને આપના અનંતાગુણોનો મહિમા મારા હૃદયમાં પ્રગટ થતાં અનાયાસે સહજભાવે આપની સ્તુતિ કરું છું. તેના પ્રારંભ વખતે વિનમ્રતાપૂર્વક પોતાને બાળકબુદ્ધિના ગણાવી પોતાનામાં અસમર્થતા હોવાછતાં પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પરમાત્મા તરફના પોતાના અતિ ઉત્કટ પ્રેમને વશ થઈને પોતે સ્તુતિ કરવા તૈયાર થયા છે તેમ મહાપ્રભાવક ભક્તામર સ્તોત્રના રચયિતા મહાવિ આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી મહારાજ જણાવે છે.
*
Jain Education International
For Private & Personal Use Only
(૩૫)
www.jainelibrary.org