________________
યોગ્ય છે. આ રીતે જે કોઈ ભક્ત યથાર્થ નિર્ણય કરે છે અર્થાત્ ૫૨માત્માને સમર્પિત થાય છે, તેના માટે તે પાપરૂપી અંધકારનો નાશ થાય છે. જગતમાં સઘળા પરપદાર્થો – સ્ત્રી, પુત્ર, ધન, પરિવાર આદિ તેમાં જીવની આસક્તિ અને મોહબુદ્ધિના કારણે ડગલે અને પગલે પાપને વધારનારાં છે. અનાદિકાળથી ભવભ્રમણ કરતાં જીવને આ બધામાં આસક્તિ અને મોહ રહેલો છે. જે પાપરૂપી અંધકારને નિરંતર ઘનિષ્ઠ બનાવે છે અને અનાદિથી તે પ્રકારના સંસ્કાર દૃઢપણે ઘૂંટાતા જાય છે. વળી પોતાના માતા, પિતા, ભાઈઓ, બહેનો, કુળ, પરિવાર અને સમસ્તલોક આ પ્રવાહમાં જ બળવાન વેગથી તણાતો હોઈ પોતે પણ તે ગતાનુગતિક્તાને યથાર્થ ગણી સહજપણે અનુસરે છે. અને પોતે એમ જ માની બેસે છે કે આમાંથીછૂટવું કે મુક્ત થવું અત્યંત દુષ્કર છે. આવા મનુષ્યોને અને સમસ્ત લોકને પોકાર કરીને અત્યંત દ્રઢતાપૂર્વક અભયવચન આપતા હોય તે રીતે આચાર્ય ભગવંત ફરમાવે છે કે ૫રમાત્માને સમર્પિત થનારા માટે પ્રભુ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે અને સાચા શાશ્વત સુખનો માર્ગ બતાવનાર છે.
સંસાર સમુદ્રની અંદર ડૂબી રહેલા જીવોને માટે જિનેશ્વર ભગવાન આધારરૂપ છે. આ સમસ્ત સંસાર રાગ, દ્વેષ અને અજ્ઞાનના પાયા ઉપર રચાયો છે. આસક્તિ અને મોહના કારણે સંસાર સમુદ્રની અંદર જીવ ડૂબી જાય છે. જેમ તરવૈયો તરવાની કળા જાણતો હોવાથી સમુદ્રમાં ડૂબતો નથી, જેમ હોડીમાં બેઠેલો માણસ નાવિક નાવ ચલાવતો હોવાથી સમુદ્રમાં ડૂબતો નથી. તેવી રીતે જે જીવ સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહેવાની કળાને જાણે છે અથવા જે જીવ જિનેશ્વર ભગવંતને સમર્પિત થઈ તેમનો આધાર લે છે તે સંસાર સમુદ્રને તરી શકે છે. આત્માનો સ્વભાવ અનુભવવાનો અને સમજવાનો છે. ત્રણેય કાળમાં શુદ્ધાત્મા સર્વથી ભિન્ન છે. પોતાના સ્વભાવથી બહાર આવી વિભાવમાં રમણતા કરતો જીવ સંસાર સાગરમાં ડૂબે છે. પરંતુ જળમાં જેમ કમળ રહે તેવી રીતે આત્માનુભવ થયા પછી જ્ઞાતા દૃષ્ટાપણે સંસારમાં રહીને સહજભાવમાં સંસાર તરી શકે છે. મુમુક્ષુ માટે જ્ઞાનયોગની આ વાત છે. તો ભક્તિવંત માટે જિનેશ્વર ભગવંતનો આધાર લઈ તેમના શ્રીચરણે પૂર્ણપણે સમર્પિત થઈ સંસાર સાગર તરી શકાય છે. આ રીતે જીવ કાં જ્ઞાતાદ્રષ્ટા થઈને કાં સમર્પિત ધઈને સંસાર સાગરને તરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
(૨૬)
www.jainelibrary.org