________________
ભક્તામર શ્લોક ૩ बुद्धया विनाऽपि विबुधार्चित पादपीठ! स्तोतुं समुद्यत मतिर्विगत त्रपोऽहम् । बालं विहाय जल संस्थितमिन्दु बिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।३।।
ભાવાર્થ :
દેવોએ જેમના પાદપીઠને પૂજેલછે એવા હે પ્રભુ! તમારી રતુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી, છતાં પણ મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ પાણીમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને વગર વિચાર્યે પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે? વા
પ્રભુની પાદપીઠના પૂજનનું રહસ્ય પ્રથમ શ્લોકમાં પરમાત્માના ચરણ યુગલને નમસ્કાર કરતાં ભક્તિવંત દેવોની સ્થિતિનો નિર્દેશ કરેલો છે. બીજા શ્લોકમાં દેવેન્દ્રો દ્વારા ત્રણેય જગતના જીવોના કલ્યાણ માટે તેમના વડે રચાયેલા ઉદાર સ્તોત્રો કે જેના થકી પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે તેની વાત કરી છે.
ત્રીજા અર્થગંભીર રહસ્યપૂર્ણ શ્લોકનાં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે, પ્રભુ! દેવોએ આપની પાદપીઠનું પૂજન કરેલ છે. તત્ત્વના સૂક્ષ્મ રહસ્યને અત્યંત ગુપ્ત રીતે અપ્રગટ રાખવા છતાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારણા કરતાં અર્થાત્ મરજીવો જેમ નિધાનની પ્રાપ્તિ માટે મહાસાગરમાં વારંવાર ઊંડી અને ઊંડી ડૂબકી મારીને મહામૂલ્યવાન મોતીને પ્રાપ્ત કરે છે, તેમ શા માટે મરજીવા સમાન દેવો પ્રભુની પાદપીઠનું પૂજન કરે છે તેનું રહસ્યોદ્ઘાટન આ રીતે ઘટાવી શકાય.
અનંતકાળથી સંસારમાં જીવ ભ્રમણ કરતો આવ્યો છે. ચાર ગતિમાં તેનું ભ્રમણ થયા કરે છે. તેમાં વિરલ આત્માઓ વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા ઉન્નતિ સાધી શકે છે. મહાન ઐશ્વર્ય અને બુદ્ધિમાન દેવોએ પોતાના જ્ઞાન અને અનુભવ થકી એવી વિચારણા કરી કે ઘડિયાળનું લોલક એક દિશામાંથી બીજી દિશામાં અર્થાત્ પરસ્પર વિરુદ્ધ દિશામાં જેમ ગમન કરે છે તેવી રીતે અનંતકાળથી આ આત્મા પોતાના રાગદ્વેષ અને અજ્ઞાનથી આસક્તિ અને
For Privat( 32 )onal Use Only
Jain Education International
www.jainelibrary.org