________________
૨. શ્રી ભક્તામર સ્તોત્રનું વિવેચન
ભક્તામર શ્લોક ૧ भक्तामर प्रणतमौलिमणिप्रभाणा, मुद्द्योतकं दलित पापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
वालम्बनं भवजले पततां जनानाम् ।। १ ।। ભાવાર્થ :
ભક્તિવંત દેવોના નમેલા મુગટોને વિષે રહેલ મણિઓની કાંતિને ઉદ્યોત કરનારા પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર યુગની આદિમાં સંસારરૂપ સમુદ્રમાં ડૂબી રહેલા માણસોને આધારરૂપ જિનેશ્વર ભગવાનના ચરણયુગલને મન, વચન, કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને. // ૧// પ્રભુતરન્ની ભક્તિ અને સમર્પણના કારણે દેવોના
મુગટના મણિઓ ઝળહળે છે!
ચાર ગતિમાં ભ્રમણ કરતાં જીવોમાં મનુષ્ય અને દેવયોનિમાં વિરલ જીજ્ઞાસુઓ ઉત્તમ એવા મોક્ષસુખને ઝંખતા હોય છે. સંસારી મનુષ્યો અશાતા વેદનીયના વિપરીત પ્રસંગોમાં હારી થાકીને પ્રભુ સ્મરણનો આશ્રય લે એમ સામાન્ય રીતે જોવા મળે છે. શાતા વેદનીયના ઉદય અને પ્રસંગોમાં બહિરમનવાળો જીવ તેવા ઉદયને અને પ્રસંગોને અત્યંત રાગપૂર્વક મોહાંધ થઈને ભોગવે છે. આ દશા સંસારના સામાન્ય મનુષ્યોની અને દેવલોકમાં ઘણા દેવોની હોય છે.
આ પ્રથમ શ્લોકમાં જે દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેઓ પરમાત્મા તરફ ભક્તિવંત છે. દેવયોનિના વિપુલ ઐશ્વર્ય અને પ્રચુર ભોગસામગ્રીની વચ્ચે પણ જે દેવોએ આ સુખોની નશ્વરતાનો યથાર્થ નિર્ણય કર્યો છે. અને આ દેવયોનિ પણ જે પુણ્યયોગે પ્રાપ્ત થઈ છે તે દેવગતિના સુખ અને પુણ્ય પણ વિનશ્વર છે. એટલું જ નહીં પરંતુ તે ભવભ્રમણના હતુરૂપ છે એમ જેણે જાણ્યું છે તેવા દેવોના ભક્તિપૂર્વક નમેલા (મસ્તકોનો) તેમના મુગટોને વિશે રહેલ મણિની કાંતિનો જે ઉલ્લેખ કર્યો છે, તેનું રહસ્ય એ છે કે આ ભક્તિવંત દેવો વિપુલ સુખ ઉપભોગની સામગ્રીની પ્રાપ્તિ છતાં
(૨૪)
Jain Education International
& Personal Use Only
www.jainelibrary.org