________________
ભક્તામર શ્લોક ૩૫
I
ભિન્નેભકુમ્ભગલદુજ્જવલશોણિતાક્ત - મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃ બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિત તે ।।૩૫||
જે હાથીના શિર મહીં રહ્યા રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનું જે ગ્રહે છે. II ૩૫ ||
ભાવાર્થ :
હે ભગવાન! વિદારેલા હાથીના કુંભસ્થળમાંથી પડેલા રુધિરથી ખરડાયેલા ઉજ્જવળ મોતીના સમૂહવડે પૃથ્વીને શોભાવનાર, ફાળ ભરવા માટે (બે પગ) ભેગા કર્યાછે, જેણે એવો સિંહ પણ પોતાની એક જ ફાળમાં આવેલા તમારા ચરણાશ્રિત સેવકને મારી શકતો નથી.
*
અર્થાત્ તમારા આશ્રિત સેવકને સિંહ પણ મારી શકતો થી. ।।૩૫।। ભક્તામર બ્લોક ૩૬ કલ્પાન્તેકાલપવનો દ્ધતવ6િકલ્પ, દાવાનલં જવલિતમુજ્જવલમુત્ફ લિગ્નમ્ । વિષં જિસુમિવ સમ્મુખમાપતi, ત્વશામકીર્તિનજલં શમયત્યશેષમ્ ॥૩૬॥
કલ્પો કે૨ા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપ કદીયે આવતો હોય પોતે,
તારાં નામ-સ્મરણ જળથી થાય છે શાંત તો તે . ।। ૩૬ ।।
ભાવાર્થ :
હે ભગવાન! તમારા નામરૂપી કીર્તનજળ પ્રલયકાળના વાયુથી ઉદ્ધત થયેલા અગ્નિના જેવા જાજ્વલ્યમાન, ઊંચી ઉડતી જ્વાળાવાળા, ચોતરફ તણખા ઉડતા હોય તેવા અને સમગ્ર જગતને ગળી જવાને, બાળી નાખવાને ઇચ્છતા હોય તેવા દાવાનળને પણ શાંત કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
(૧૮)
www.jainelibrary.org