Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એ પવિત્ર હેતુથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરવામાં આવી છે.
- મનુષ્ય એ પ્રશ્ન ઉઠાવતું પ્રાણી છે. તે પોતાને ઊઠેલા તાત્ત્વિક પ્રશ્નોનાં વિશગાથ] સમાધાન માટેની જિજ્ઞાસાની તે પરિતૃપ્તિ કરવા માંગે છે. આ સંસાર શું છે? એનું પ્રયોજન શું છે? એ સત્ય છે કે છલના? એનો કર્તા અને નિયામક પણ કોઈ છે કે કેમ? જો હોય તો તેનું સ્વરૂપ કેવું છે? એની સાથે માનવીને શું સંબંધ છે? જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે? કોઈ પરિપૂર્ણ સત્તા છે ખરી? જો હોય તો તેનું રહસ્ય શું છે? માનવ સાંસારિક બંધનોમાં કઈ રીતે પડે છે? એની વાસ્તવિક પ્રકૃતિ કેવી છે? માનવ એ પૂર્ણ પરમેશ્વરનો અંશ છે કે એનાથી અભિન્ન છે? આ સંસારનું મૂળ ક્યાં છે? જીવનનો ઉદ્દેશ શું છે? આ બધા પ્રશ્નો માનવમનમાં ઊઠતા રહેતા હોય છે.
ભારતમાં અનેક સંતોએ, ઋષિઓએ, ધર્મવીરોએ, આચાર્યોએ તેમજ તત્ત્વચિંતકોએ આ પ્રશ્નોની વિચારણા કરી છે. કોઈક નિયત વિચારસરણી ઉપર આધારિત વાદને શિષ્ટ પુરુષોએ ‘દર્શન'નું નામ આપ્યું છે અને એ દર્શન એટલે જીવ, જગત અને જગદીશને જોવાનો પોતપોતાનો આગવો દૃષ્ટિકોણ. ભિન્ન ભિન્ન દાર્શનિક વિચારોનો સંગ્રહ જુદી જુદી અનેક ભાષાઓમાં ગ્રંથિત થયેલો છે. આ બધાં દર્શનોનાં શાસ્ત્રો તપાસવામાં આવે તો એક વાત જણાયા વિના નહીં રહે કે તે સર્વ શાસ્ત્રો આ છ પદમાંનાં કોઈ એક કે વધુ પદનાં ખંડન કે મંડન અર્થે જ રચાયાં છે. સૌની સમજાવવાની શૈલી જુદી જદી છે. સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક તર્કો દોડાવ્યા છે, ઢગલાબંધ દલીલો મૂકી છે, પણ તે બધાનો સાર કાઢવામાં આવે તો તે છ પદની સમજણમાં જ સમાઈ જાય છે.
આ છ પદોની આધારશિલા ઉપર જે સાંગોપાંગ વિચારસરણી ભારતમાં પ્રસ્તુત થઈ, તેમાં છ મુખ્ય વિચારપ્રવાહોને - દર્શનોને પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત થયું છે. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મીમાંસક અને ચાર્વાક એ પ્રસિદ્ધ છ દર્શનો છે. આમાં પ્રથમ પાંચ આત્માને માનનારાં આસ્તિક દર્શનો છે અને આત્માના અસ્તિત્વને નહીં માનનારું એવું છઠ્ઠ ચાર્વાક દર્શન ઉક્ત આસ્તિક દર્શનોના પ્રતિપક્ષરૂપ નાસ્તિક દર્શન છે. આ વિષે શ્રીમદે નીચે પ્રમાણે સવિસ્તર પરિચય આપ્યો છે – ૧- વેદાનુયાયીઓએ વેદને મુખ્ય રાખીને પ્રવર્તતાં દર્શનોને જ પદર્શનમાં સમાવેશ કર્યા છે, જેને તેઓ આસ્તિક દર્શન કહે છે. વેદને પ્રમાણભૂત ન માનનારાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક દર્શનોને તેઓ નાસ્તિક દર્શન કહે છે. વેદનું પ્રાધાન્ય માન્ય રાખનારાં વેદાશ્રિત છ દર્શનો આ પ્રમાણે છે - ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. વિશેષ જાણકારી માટે જુઓ : ભાગ-૪, પરિશિષ્ટ-૧, ‘પદર્શનપરિચય'.
રાખનારાં વેકાણન છે એનો આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org