________________
જેટલા અંશે આત્મા જાણ્યો એટલું વેદના થાય. અસ્પષ્ટ વેદનમાં સુખ અંતરાય, જ્યારે સ્પષ્ટ વેદનમાં એ સીધું આવે. અસ્પષ્ટ વેદનમાં વેદક ભાવમાં પોતે રહે, જ્યારે સ્પષ્ટ વેદનમાં પોતે એકલું જાણે જ.
સ્પષ્ટ વેદનવાળાને પર પરિણતિ ઉલેચવી ના પડે. દાદાશ્રીની દશામાં પર પરિણતિ ઉત્પન્નેય ના થાય, સ્વ પરિણામમાં જ પોતે રહે.
આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે અને સ્પષ્ટ અનુભવ થઈ જાય કે જ્ઞાન પૂરું થઈ ગયું. પછી નિરંતર એક જ પ્રકારનો પ્રકાશ રહે.
દાદાશ્રીની દશામાં ભાવકનું પરમાણુય ના રહે.
પહેલા પાયામાં આત્માનું લક્ષ બેસે અને બીજા પાયામાં દેશના ચાલુ થાય. સ્પષ્ટ વેદના થાય ત્યારે અનુભવવાળી વાણી ટેપરેકર્ડની પેઠ નીકળ્યા કરે.
આત્માનું સ્પષ્ટ વેદના થાય ત્યારે “સિદ્ધાંત પ્રાપ્ત થાય, પછી કાયમની સમાધિ રહે.
કંઈક છે' એવું આત્મા સંબંધી જે જ્ઞાન થયું એને અસ્પષ્ટ વેદન કહેવાય. જેમ જેમ આત્માનો અનુભવ થતો જશે, તેમ તેમ સ્પષ્ટ વેદન થઈને ઊભું રહેશે.
[૫] અવ્યાબાધ : અબાધ્ય
[૫.૧] અવ્યાબાધ સ્વરૂપ આત્મા પોતે અવ્યાબાધ સ્વરૂપી છે. એટલે આ શરીરને ગમે તેટલી બાધા-પીડા આવે, કાપે, દઝાડે, બાળે, ટાઢ વાય, ભયંકર નુકસાન કરનારી ચીજો એને કશું કરી શકે નહીં, એને કશું થાય જ નહીં.
આ દુનિયામાં કોઈ ચીજવસ્તુ એને દુઃખ આપી શકે નહીં અગર તો સુખ આપી શકે નહીં. પોતે પોતાની અનંત શક્તિથી જીવનાર એવો અવ્યાબાધ સ્વરૂપી છે.
માણસ હવા-પાણી-ખોરાકના આધારે જીવે, જ્યારે આત્માને કોઈ
34