________________
એ જ પોતાનો આત્મા, એ અવલંબન છે. એમની આજ્ઞામાં રહેવાનું, તેમ બધા શાસ્ત્રોનો ભેદ પોતાને પમાય.
અસ્પષ્ટ વેદન હોય ત્યાં સુધી જ્ઞાની પુરુષ કહે એમ કરવાનું અને સ્પષ્ટ વેદન થશે ત્યારે મહીંથી જે કહે એ પ્રમાણે કરવાનું. દાદાશ્રી કહે છે કે અમને મહીંથી કહે તે પ્રમાણે અમે કરીએ છીએ. એ કહેનારને અમે ‘ભગવાન’ કહીએ છીએ.
દાદાશ્રી કહે છે, અમારે સ્થૂળ-સૂક્ષ્મ ભૂલો ના થાય. એવી ભૂલો થાય તો ઉપરી હોય. મહાત્માઓની એવી ભૂલો થાય તેથી દાદાશ્રી ઉપરી તરીકે છે. એવી ભૂલો ના થાય ત્યારે સ્પષ્ટ વેદન થયું હશે. પછી મહીંવાળા ભગવાન ભૂલો દેખાડે. ભૂલ દેખાડે તે ભૂલ ખાલી થતી જાય ત્યારે ભૂલ કરનારો ચોખ્ખો થઈ જાય અને ભૂલ દેખાડનારા સાથે પોતે એક થઈ જાય છેવટે.
સ્પષ્ટ વેદનના બાધક કારણોમાં એક બાધક કારણ તો, ફાઈલોનું બહુ વધારે છે. એ જોર ઘટે તો અનુભવ વધતો જાય.
જોર
ફાઈલો ઓછી થતી જશે તેમ આનંદ ઉભરાશે. પોતાના ડખા આ આનંદ ચાખવા દેતા નથી.
કર્મો ખપાવ્યા વિના આ જ્ઞાન પામ્યા છે. કર્મો ખપે તો સ્પષ્ટ વેદન થઈ જતા વાર નહીં લાગે. કર્મો ખપાવવા માટે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો રહ્યો.
વિષય-વિકારની ગાંઠ ના જાય ત્યાં સુધી સ્પષ્ટ વેદન ના આવે. વિષયની હયાતી છે ત્યાં સુધી સ્પષ્ટ વેદન થાય જ નહીં. જેને સાંસારિક દુઃખનો અભાવ વર્તે, કપટ ખલાસ થઈ જાય એટલે સ્પષ્ટ અનુભવ થવા માંડે.
ઘરમાં રહેવું અને અસંગ રહેવું એ આજ્ઞાના બળથી રહી શકાય. સંસારી સંગ ‘પ્રસંગ’ ના થાય તો અસરો ના થાય ને સ્પષ્ટ વેદન થાય.
મન-વચન-કાયાનું માલિકીપણું ના હોય તો સ્પષ્ટ વેદન થાય.
દાદાશ્રીની દશા, જે નિર્વિચાર દશા, નિર્વિકલ્પ દશા અને નિચ્છિક દશા છે, તે દશાએ મહાત્માઓએ છેવટે પહોંચવાનું છે.
33