Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh
Catalog link: https://jainqq.org/explore/005891/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનું. Page #2 -------------------------------------------------------------------------- ________________ આં ત ર વે ભ વ : પ્રવચનકાર : પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ ચિત્રભાનુ ’ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કાન્તિલાલ નહાલચંદ દિવ્ય જ્ઞાન સંઘ કવીન્સ યૂ, વાલકેશ્વર મુંબઈ – ૬ મૂલ્ય : રૂ. ૧=૫૦ સુક : કેવલ્ય શાહ લિપિની પ્રિન્ટરી ૩૮૦, ગિરગામ રેડ મુંબઈ - ૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધન્ય પળ ચન્દ્રની ચાંદની કુમુદના હૃદયને ખેલે છે તે સૂર્યનાં કિરણે કમળના હૈયાને ઉઘાડે છે પણ પૂ. ગુરુદેવ શ્રી ચિત્રભાનુ મહારાજશ્રીની વાણી યુગયુગથી બિડાયેલાં માનવહદને વિકસાવે છે. એમની પ્રેરક પ્રેમાળ વાણીથી આજે કેણ અજાણ્યું છે? એમની વાણી સાંભળવી એ જીવનની સર્વોત્તમ પળ છે. આ પ્રભાવક વાણીએ હજારે નહિ, લાખે હૃદયને માનવતા અને અહિંસાના પ્રકાશથી ભય છે. પૂ. ગુરુદેવશ્રીનું સં. ૨૦૨૪નું ચાતુર્માસ પાટી શ્રી કલ્યાણ. પાર્શ્વનાથના ઉપાશ્રયે હતું. પ્રવચનમાં શ્રોતાવર્ગ વધતે જ ગયે. ચાલુ દિવસોમાં પણ પ્રવચનખંડ સાંકડે પડવા લાગે. રવિવારનું તે પૂછવું જ શું ? મૂંઝવણ હતી. - શ્રી મહેતા કુટુંબ પૂજ્યશ્રીની ભકિત માટે જાણીતું છે. એમણે આવીને પૂજ્યશ્રીને વિનંતી કરી: “અમારું રોક્ષી થિયેટર આ માટે ન ચાલે ? ગુરુદેવ ! સહુનો સ્થાન આપ આપનાં પગલાંથી પાવન કરો તે અમારું આ સ્થાન પાવન ન કરે? આંતરવૈભવની પ્રવચનમાળા રેક્ષીમાં શરૂ થઈ. ખુરશીઓમાં સમાવા ઉપરાંત વધતા જતા શ્રોતાઓને શક્ય એટલી બધી જ સગવડ મહેતા બંધુઓએ આપી. ઉપરની ગેલેરીમાં, નીચે ગાલીચા બિછાવીને શ્રોતાઓને Page #5 -------------------------------------------------------------------------- ________________ સમાવ્યા અને સર્વત્ર વનિવર્ધકયંત્રની બેઠવણી કરી. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતા જ રહ્યા. ત્યાં આપેલાં પ્રવચનમાંથી પ્રથમનાં આઠ પ્રવચને જે દિવ્યદીપમાં પ્રગટ થતાં રહ્યાં છે તે આ પુસ્તિકામાં પર્વના ટાણે અક્ષરદેહ પામે છે. - આ અમૃતવચનને અત્યંત શ્રમ લઈ ટેપ પરથી ઉતારી આપવા બદલ કુ. વસલાબહેન અમીનને આભાર સહેજે મનાઈ જાય છે. પૂ. ગુરુદેવના આશયને જાણતાં અજાણતાં કોઈ અન્યાય થયે હોય તે અમે ક્ષમા ચાહીએ છીએ. સંવત્સરી મહાપર્વ સં. ૨૦૨૫ લિ. | દિવ્ય જ્ઞાન સંઘના ટ્રસ્ટીઓ Page #6 -------------------------------------------------------------------------- ________________ .. व्रजत्यधः प्रयात्युचर्नर: स्वग्व कर्मभिः । લાવ: Hચ થન: પ્રાગટTY : // રસ્તામાં બે દશ્ય જોયાં. કેટલાક કડિયાએ ભેગા થઈ એક મકાન બાંધી રહ્યા હતા. કેટલાક મજૂરો કૃ દી રહ્યા હતા. બન્ને પોતાનાં તન અને મનને ઉપયોગમાં લઈ રહ્યા હતા પણ બન્નેનાં સર્જન જુદાં હતાં. મકાન બાંધનારા, પ્રાસાદ સર્જન કરનારા કડિયાએ જેમ જેમ મકાન બાંધતા ગયા તેમ તેમ તે ઉપર ને ઉપર, પ્રકાશમાં, આકાશમાં આગળ વધતા ગયા. કૂવો ખોદનારા મજૂરે જેમ જેમ ખાડે છેદતા ગયા તેમ તેમ તે નીચે ને નીચે, અંધકારમાં ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. શ્રમ બન્ને કરે છે પણ શ્રમની પ્રેરક રૂપ સાધના ભિન્ન છે અને પરિણામ પણ જુદું છે. એકના શ્રમથી અવકાશમાં જવાય છે, પ્રકાશ પ્રતિ પ્રયાણ છે, સજન થાય છે; બીજાના શ્રમથી ખાડો ખોદાય છે, નીચે જવાય છે, અંધકારમાં જવાય છે. માણસના જીવનમાં આવું જ કાંઈક જોવા મળે છે. માણસને જે વિચાર છે, કર્મ છે, ક્રિયા છે, વર્તન છે એના વડે ધારે તે પ્રાસાદ બાંધી, અવકાશમાં અને પ્રકાશમાં એ જઈ શકે; અને બીજી રીતે વાળે તો એ ખાડો ખોદી અને ગામી બને છે. મહાપુરુષોએ કહ્યું: ‘રેવ કર્મ માણસ ઊર્ધ્વગતિ Page #7 -------------------------------------------------------------------------- ________________ આંતરધભવ ૨ કે અધાતિ પામતા હાય તેા એ ખીજા કાઇને લીધે નહિ પણ પેાતાના જ કથી, પેાતાની જ ક્રિયાથી પામે છે. જીવનમાં ઊધ્વગામી કે અધેાગામી બનવાનાં આધાર આપણાં કમ ઉપર છે, ` આપણી કરણી ઉપર છે. મનુષ્ય એ માત્ર હાડ, ચામ અને લેાહીનું ખાખું નથી, એની પાસે કાઈ દિવ્ય વસ્તુ છે, જેના આંતરવૈભવ અનંત છે. એ વૈભવ તરફ માણસની દૃષ્ટિ જાય, એ વૈભવને જાણે, તે આજ મનુષ્ય પેાતાના કર્મને સામાન્ય, નિમ્ન અને તુચ્છ ગણીને જીવનને નિરાશામય ખનાવી બેઠો છે એને બદલે એ પેાતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત ખનાવી શકે. મેાટા ભાગના માનવીએ પછી એ ઉદ્યોગપતિએ હૈાય કે ધંધાદારી હાય, સહુ પેાતાના જીવનની કરણીને માત્ર વૈતરુ' સમજે છે; જીવન મળ્યું છે તે પૂરું કરવું, કાંઈ ન કરીએ તેા જીવન જાય કેમ ! એમ સમજી પેાતાના જીવનકાર્યને સામાન્ય અને તુચ્છ બનાવી બેઠા છે. આ આંતરવૈભવની વાત તમને સમજાઈ જાય તે પછી તમારી પ્રત્યેક ક્રિયામાં–ખાવાની હૈાય કે સૂવાની –પરિભ્રમણની હાય કે પ્રવાસની – તમને એમ જ લાગશે કે આ ક્રિયા દ્વારા હું મારા દેહને ટકાવી રાખું છું, જેના વડે હું જીવનપ્રાસાદ નિર્માણ કરી શકુ. જે દેહ દ્વારા પ્રકાશ અને અવકાશને પામી શકું એમ છુ એ દેહની અંદર તેા પ્રભુના પેાતાના નિવાસ છે. દીનબંધુ એન્ડ્રયુઝ ઇંગ્લૅન્ડની શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હાય, જુગાર રમતા હૈાય એમને સમજાવવા અને સુધારવા પ્રયત્ન કરતા. લંડનની એક ગલીમાં એક જુગારી દારૂડિયેા હતા જેને સમજાવવા માટે દીનખ ́ધુ રાજ જતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ આંતરભવ “મિત્ર ! આ તને શોભે ?” એ રોજ કહેતા. એક વખત પેલાએ ચિડાઈને કહ્યું: “હું તમને હાથ જોડું છું, તમારો ઉપદેશ બંધ કરે, મને તમારા ભગવાનમાં જરા ચ વિશ્વાસ નથી. તે પછી રિજ આ ને આ વાત શું કરવા કરે છે ?” દીનબંધુએ એટલી જ શ્રદ્ધા અને શાંતિથી કહ્યું: “તારી વાત સાચી છે. તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ. તે ભગવાનમાંથી વિAવાસ ગુમાવ્યો છે પણ ભગવાને હજી તારામાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો !” પેલો તો આ સાંભળી વિચારમાં જ પડી ગયો. એણે કહ્યું: “ફરી બોલે તો!” “મેં તને કહ્યું નહિ કે તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ.” “હજી વિશ્વાસ છે? મારામાં ? જુગારી દારૂડિયામાં વિશ્વાસ છે ?” “હા, પ્રભુ જાણે છે, પ્રકાશ જાણે છે કે હજારો વર્ષ જૂના અંધકારમાં પણ પ્રકાશને સંભવ છે. ગુફામાં ભલે હજાર વર્ષ જૂનું અંધારું હોય પણ પ્રકાશ કદી હારતો નથી. પ્રકાશ પહોંચે છે ને અજવાળું પ્રસરી જાય છે. પ્રકાશને પેતાના અજવાળામાં શ્રદ્ધા છે. અંધકાર ગમે તેટલે નિબિડ હોય તો પણ આખર એ અંધકાર છે.” માણસના હૃદયમાં ગમે એટલું અંધારું હોય, જીવન ગમે એટલું નિમ્ન હય, ગમે તેટલાં વ્યસને હૈય, ખરાબીઓ ભરેલી હોય તેમ છતાં પરમાત્માને વિશ્વાસ છે કે ગમે તે ખરાબ માનવી પણ એક દિવસ માટે રસ્તે આવવાને છે.” આ જ કારણે જ્ઞાનીને, દિવ્યતાના અનુભવીને, માનવીના આંતરવૈભવ ઉપર વિશ્વાસ છે. માણસ બહારથી ગમે એટલે ખરાબ થઈ જાય તે પણ એની અંદર એક એવું સુંદર તત્ત્વ પડ્યું છે જે એને સદા ચેતવે છે. મેં એને જોયા છે. એ હૃદય ખોલે ત્યારે સાંભળવા Page #9 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ જેવું હોય છે. “મહારાજ અમે સંતાને પગે પડીએ છીએ કારણ કે અમને મનમાં થાય છે કે અમારું જીવન ખરાબ છે. અમે લોકોને લૂંટીએ છીએ કારણ કે એ બીજાને લૂંટે છે. એ લોકે શહેરમાં લૂંટે છે તો અમે એમને જંગલમાં લૂંટીએ છીએ; એ લેકે દિવસે લૂંટે છે તો અમે એમને રાતના લૂંટીએ છીએ. પણ ત્યાગના માર્ગને જોઈને અમારા હૃદયમાં અહોભાવ જાગે છે.” ચેર જેવા ચોરને પણ આ અનુભૂતિ છે, જે સારી વસ્તુને ચાહે છે. દુનિયામાં તમને એવું કોઈ માણસ નહિ મળે જેના જીવનમાં એકવાર પણ આંતરવૈભવના અનુભવની સુંદર અભીસા ન જાગી હોય ! આ અભીસાને જ આપણે જગાડવાની છે, પ્રદીપ્ત કરવાની છે. આ અભીસાને જેમ જેમ ખાતર મળતું જાય, સિંચન મળતું જાય તેમ તેમ એ વધારે ને વધારે પ્રદીપ્ત અને પ્રોજજવલિત બને છે. પ્રદીપ્ત અને પ્રજવલિત અભીસા એ જ આપણા સમગ્ર જીવનની આશાનું દૃષ્ટિબિંદુ છે. જીવનનું દયેય જડી જાય તે જે જીવન જીવે છે એમાં સતત અભીપ્સાની શિખા વધતી જ જાય. “મારામાં છુપાયેલો જે આંતરવૈભવ છે એને હું કઈ રીતે પ્રગટાવું !” આપણામાં જે સુંદર તત્ત્વ છે, એ ભૂલાઈ ગયું છે. દુનિચાની તુચ્છ વસ્તુઓ સાથે માનસિક રીતે એવા જોડાઈ ગયા છીએ કે એ જોડાણ અને ટેવને કારણે જે પરમજીવન આપણને દેખાવવું જોઈએ અને એની સાથે સંબંધ જોડા જોઈએ એ આપણે જોડી શકતા નથી. લગનું જોડાણ વિદ્યુતપ્રવાહથી જુદું પડી જાય તો બબ હોવા છતાં ત્યાં પ્રકાશ થતો નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુત Page #10 -------------------------------------------------------------------------- ________________ આંતરદૌભવ પ્રવાહ સાથે જોડાય છે તે એ નાનકડે બબ પ્રકાશથી ઝગમગી #ઠે છે. બબ નાનકડે છે, એમાં માત્ર સામાન્ય તાંબાના જ તાર છે; પણ જ્યારે એનું જોડાણુ વીજળી (electricity) સાથે થાય છે કે તરત એનામાં તેજને સંચાર થાય છે. જે તાર સામે તમે જોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જાય છે. બ૯બ અહીં છે પણ એનું જોડાણ મહાન પાવર હાઉસ સાથે થયું અને પાવર હાઉસનું સમગ્ર તેજ આ બટબમાં આવી ગયું. - આપણું સ્થળ જીવન બબ જેવું છે. એ પરમપ્રકાશની સાથે જોડાય તે પ્રકાશથી સભર બની જાય. માણસ જયારે આ પરમપ્રકાશ સાથેનું જોડાણ ગુમાવી બેસે છે ત્યારે તે એક સામાન્ય માણસ બને છે. પછી તો આહાર, નિદ્રા, ભેગ અને પરિગ્રહને ઢગલો વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં જ એ એનું જીવન સમાપ્ત કરે છે - આપણું જીવનયાત્રા એ માત્ર આ પચાસ કે સે વર્ષને ગાળો નથી, આ તો એક વિસામે છે. આપણું યાત્રા અનતથી શરૂ થઈ છે અને આપણું પ્રયાણ અનંત પ્રતિ છે. માનવજીવન સિત્તેર વર્ષનું હોય કે સો વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનું સ્થાન છે, યાત્રાને અંત નથી. Longfellow એ કહ્યું : “Dust thou art and dust returnest Was not spoken of the soul ” મિટ્ટીમાંથી સરજાયો, મળશે મિટ્ટીની માંહ્ય – એ કીધું કાયા કાજે આત્માને મૃત્યુ ન્હાય. ધૂળમાંથી આવ્યો અને ધૂળમાં મળી જવાને, એ વાત આત્મા માટે નથી કહી. એ વાત તો દેહને લાગુ પડે છે. આત્માને Page #11 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ તો સતત આગળ વધવાનું છે, એ તે યાત્રિક છે. જયાં સુધી આપણું જાત નિર્મળ અને ઉજજવળ ન બને ત્યાં સુધી અં યાત્રા ચાલુ રહેવાની. આ જાત દિવ્ય બનતાં અંતરમાં જે અલૌકિક શાંતિ, સુખ અને આનંદની અનુભૂતિ થાય તે વર્ણવી. ન જાય. તે માટે સાધનાની જરૂર પડે છે. તમે જાણે છે કે મહિને પાંચસોથી હજાર રૂપિયા મેળવવા માટે છવ્વીસ દિવસ સુધી શેઠની ઓફિસે બરાબર દસથી સાંજના છ સુધી કામ કરવું પડે છે, ત્યારે આખા મહિનામાં શુ મળે છે ? માત્ર પાંચસે કે હજાર રૂપિયા. . - આપણે પરમજીવનની પ્રાપ્તિ કરવાની છે. એને માટે કાંઈ કરવાનું નહિ? શું એમ ને એમ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. માનવી છલનામાં પડ્યો છે. જરૂર પડે ત્યારે તહેવારને દિવસે મંદિરે જાય, લોકલાજની ખાતર ડું દાન દે અને આત્મસંતોષ મેળવે. આ આત્મસંતોષ તો એક જાતની ઊંઘ છે. જાગૃત બનીને વિચારે તે ખ્યાલ આવશે કે ખરેખર, શું આટલેથી જીવન દર્શન થશે ? જે જીવનને પામવા માટે સાધના કરવી પડી એ શું આમ જ પ્રાપ્ત થશે ? | તિલકના પૂતળાને પ્રસંગ યાદ આવે છે. મુંબઈની : મ્યુનિસિપાલિટીએ નક્કી કર્યું કે પાટી ઉપર તિલકનું પૂતળું મૂકવું. ઘણા શિલ્પીઓને બોલાવ્યા, એમાંથી એક શિલ્પી, જેણે ઘણું વર્ષો સુધી સાધના કરેલી તેની પસંદગી કરી અને તેને આ કામ સંપ્યું. શિલ્પીએ પહેલાં તિલકનું માટીનું model બનાવ્યું. સુધરાઈએ બે સભ્યોને model જેવા મોકલ્યા. આવ્યા. તિલકનું પૂતળું જોયું, મે જોયું, સમસ્ત આકૃતિ જોઈ, ખુશ થયા. આબેહૂબ જાણે શ્રી તિલક જ ઊભા જોઈ લે. પછી Page #12 -------------------------------------------------------------------------- ________________ આંતર વંભવ બેમાંથી એક પૂતળાની ખૂબ નજીક આવ્યો. શિલ્પીએ કહ્યું “અડશો નહિ, માટીનું છે.” “આને ત્રીસ હજાર રૂપિયા ?” શિલ્પીને હસવું આવ્યું. “માટીને માપનારા માણસે સાધનાને સત્કાર કેમ કરી શકે ?” શિલ્પીએ કહ્યું : “તમે જે પૈસા આપે છે એ માટીના કે બ્રોન્ઝના નહિ, પણ સાધનાના છે. માટીમાં માનવીને મૂળ આબેહૂબ આકાર આણવાની સાધનાને આ સત્કાર છે? સાધના અમૂલી છે. તમે ગઈ કાલે લૅટ લઈને ચૂંટાયા છે, તમને માટીનાં મૂલ્ય કરતાં આવડે, સાધનાને સત્કાર તમે શું સમજે ?” બીજા સભ્ય ક્ષમા માગીઃ “આ તે અમસ્તી વાત છે, ગેરસમજૂતી ભી ન થાય.” શિ૯પીએ કહ્યું ઃ ગેરસમજૂતીની વાત નથી, પણ માણસ પોતે શું લઈને આવ્યો છે એ બતાવી આપે છે. તમે કૃતિ જોવા નહિ, પ્રકૃતિ બતાવવા આવ્યા.” માણસ બહુ ધૂળ દૃષ્ટિથી જુએ છે. માણસનાં કપડાં, દાગીના, હેદો, ડિગ્રી દેખાય; પણ એમાં કઈ મહત્તા ભરેલી છે અને માણસ એ મહત્તાને સ્વામી છે એના સામે જોનારા દુનિયામાં બહુ થોડા છે. - વિકાસ કરતો કરતો માણસ કે મહામાનવ બની શકે છે એ વિચારવાનું છે. આ વિચાર અંદર ઉતરતો જાય, આપણી મને સૃષ્ટિમાં એનું દર્શન થતું જાય તો આજનું જે જીવન જીવાય છે એના કરતા શ્રેષ્ઠ જીવન જીવવાની મનમાં અભીપ્સા જાગે. જે દિવસથી આ અભીસા જાગે, ભૂખ જાગે તે દિવસથી જાણવું કે જીવન નવું પરિવર્તન લઈ રહ્યું છે. * * માળી બીજને માટીમાં વાવે, ખાતર નાખે, પહેલવહેલે ફણગો ફૂટે ત્યારે માળી સમજી જાય કે હવે આમાંથી વૃક્ષ Page #13 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ બનવાનું છે ઘણાના જીવનમાં તે બીજ જ વવાયાં નથી, અને બગીચાના સ્વામી થઈ બેઠા છે. અલબત્ત ઊગ્યાં હશે થોરિયા, - કાંટાળાં ઝાડ કે સુગંધ વગરનાં કરેણ. એને માટે બગીચે માની બેઠા છે. થેરિયા, કાંટાળાં ઝાડ કે કરણ એ બગીચે નથી. બગીચે એ જુદી વસ્તુ છે. બગીચે થાય તો જીવન જ જુદુંબની જાય છે. આપણામાં જ્યારે અભીસાને છોડ લગી નીકળે . છે ત્યારથી એમ લાગે કે નવજીવન હવે શરૂ થાય છે. અભીસા જાગતાં સામાન્ય જીવન જીવવું જ ન ગમે. અસામાન્યતાની ભૂખ જાગે છે. પાર્થિવ નહિ, પાર્થિવ બનવું છે. આ સ્થળ જીવનમાં દિવ્યત્વ પ્રગટાવવું છે. - - જીવનના બગીચામાં આવી ભાવનાના છોડ ખીલવા જોઈએ. આ જીવનવૃક્ષની નિશાની છે. ભાવનાની આ કંપળ જેમ જેમ વધતી જાય તેમ તેમ વૃત્તિ અને દષ્ટિ બદલાતી જાય. થોડા વખત પહેલાં વિનોબા ભાવેને મળવા એક અમેરિકન આવેલા. વાતવાતમાં એમણે કહ્યું : “તમે તો પદયાત્રા કરી છે પણ અમેરિકા તો એટલું બધું પ્રગતિ કરી રહ્યું છે કે આવતા વર્ષોમાં એવાં મોટાં તોતિંગ મકાન તૈયાર થશે જેમાં જીવનની જરૂરિયાતો એ બિલ્ડિંગમાંથી જ પૂરી થશે. ૮૦ મે માળે જન્મેલો બાળક ૮૦ વર્ષ જીવે તો પણ એને નીચે ઉતરવાની જરૂર જ ન પડે એવી સગવડ અમે કરી આપવાના છીએ. કેટલો વિકાસ ! કેવાં અધતન સાધનોથી એ બિલ્ડિંગ સમૃદ્ધ હોવું જોઈએ એની કલ્પના તમે જ કરે !” વિનેબાએ હસીને એક જ વાકય કહ્યું : “૮૦ વર્ષ સુધી જીવે અને ૮૦ વર્ષ સુધીના જીવનમાં એ જન્મેલા માણસને જીવનભર નીચે તરવાને પ્રસંગ પણ ન આવે એવી રચના જો તમે કરી શકે તે એટલું જરા કરી છે કે માણસ જ્યારે મરી જાય ત્યારે પણ એને નીચે ઉતાર Page #14 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ન પડે, એની કબર પણ ઉપર બનાવો. જે ૮ વર્ષ સુધી નીચે ઊતરે નહિ તેને બિચારાને હવે છેલ્લે મરી ગયા પછી શા માટે ઉતારવો પડે !” - જે માટીમાંથી જન્મેલે માનવી એ માટીને અડે નહિ, જીવે ત્યાં સુધી એ માટીથી જુદો રહે અને જયારે મરવાને દિવસ આવે ત્યારે જ એ માટી પાસે જાય છે. આ સંસ્કૃતિ છે કે . વિકૃતિ? આજે દૃષ્ટિબિંદુ બદલાયું છે, કે ગગનચુંબી Skyscrapers અને અધતન સાધને તરફ દેડી રહ્યા છે. હું સાધનને વિરોધી નથી પણ સાધ્ય ભૂલાઈ જાય એનો વિરોધી છું. સાધનની ભભકમાં તમારો સાધ્ય ચકાઈ ન જાય! જે માણસ સાધનોમાં અટવાઈ જાય છે અને સાધ્યને ભૂલી જાય છે એના હાથમાં માત્ર સાધન રહે છે. સાધ્ય વગરના સાધકનું જીવન નિષ્ફળ બને છે. મારે કહેવું એટલું જ છે, આ સાધનને ઉપયોગ તમારા સાધ્ય માટે કરો. તમે તમારા સાધ્ય તરફ વધારે તંગથી, વધારે એકાગ્રતાથી આગળ વધી શકે એ માટે જ તમારા આજના આ અદ્યતન સાધનેને ઉપયોગ કરે, જેથી તમારું સાધ્ય નજીક આવી શકે. માણસને સદા એ લક્ષ્ય હોવું જોઈએ કે મારે જીવનમાં કોઈક સાધ્ય છે. જે માણસને સાધ્યને ખ્યાલ ન હોય અને માત્ર સાધને જ ભેગાં કર્યા કરે તો એવી પણ પળ આવે કે સાધન ભેગાં થઈને સાધકને જ દાટી દે. દબાયેલો માણસ ઊંચે કેમ આવી શકે ? - માણસને થાય છે કે આટલે વ્યવસાય, આટલે ઉદ્યોગ, કેવી રીતે હું બહાર આવું ? પણ થયું શું ? જે સાધને સુખ માટે હતાં એ સાધને એ એને એવો પરવશ બનાવી દીધું કે હવે એ જે સાધનોને છોડે તે એ nowhere જે થઈ જાય, ક્યાંય ન રહે. એને થાય, હવે કરવું શું ? Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ , આંતરવૈભવ કેટલાક લોકો પૂછે છે : “આ બધા ભભકાને લીધે તે અમે છીએ. આ બધું ચાલ્યું જાય તે અમે જ મટી જઈએ.” એને અર્થ એ થયો કે સાધને વધતાં વધતાં એટલાં બધાં વધી ગયાં કે ખુદ સાધકને પોતાને જ દબાવી દીધું. આ તો કેવી ગજબની વાત કે ન કરે એટલા બધા વધી જાય કે શેઠને જ રહેવા માટે રૂમ ન રહે. જે સાધનો આપણું સુખ માટે, સગવડ માટે હતાં તે જ બંધન અને દુ:ખરૂપ બને. પૂજામાં હો કે જપમાં, જાત્રાએ જાઓ કે જ્ઞાનવાર્તા સાંભળવા જાઓ, ત્યારે પણ સાધને વચ્ચે આવી ડેકિયું કરી જાય; એ શું સૂચવે છે? સાને ગુમાવી માત્ર સાધનને સંગ્રહ કરવામાં જ સમગ્ર જીવન પૂરું કર્યું. વર્ષોના વધવા સાથે આંતરવૈભવ ધીમેધીમે ક્ષીણ થઈ રહ્યો છે. સાધક, સાધન અને સાધ્ય આ ત્રણેનો વિચાર કરવાને છે. સાધક માણસ છે, સાધન એને મળેલા જગતના પદાર્થો છે અને જે તરફ જવાનું છે એ સાધ્ય છે. સાધનેને વખેડવામાં સમય બગાડશે નહિ. કેટલાક લેકે આજના વિજ્ઞાનનાં સાધનાને વખોડતા જ હોય છે. “અરે ! વિજ્ઞાનનાં સાધનેએ સત્યાનાશ વાળ્યું !” કહીને જયારે અને ત્યારે એ સાધનેને વખોડતા જ હોય. સાધન ખરાબ નથી, સાધનને ઉપયોગ કરનાર સાધક કોણ છે એના ઉપર બહુ આધાર રહે છે. વિજ્ઞાન શું છે ? વિજ્ઞાન તે માત્ર વસ્તુમાં રહેલું, તત્ત્વ secret બતાવે છે. ઉપગની રીત સાથે એને કાંઈ લાગે વળગે નહિ. વિદ્યતુ એક શક્તિ છે. તમે એને સદુપયોગ કરે તો તમને પ્રકાશ આપે, પણ દુરુપયોગ કરો તો તમને જલાવી પણ નાખે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ વિદ્યુતું શું છે અને કેમ ઉત્પન્ન થાય છે તે બતાવવાનું કામ વિજ્ઞાનનું છે. સારાં સાધનને ખરાબ ઉપયોગ થાય અને ખરાબ સાધનાને સારો ઉપયોગ પણ થાય. * ઘણા માણસો એમજ માની બેઠા છે કે સાધન જ ખરાબ છે. જે સાધન ખરાબ ન હોત તો સાધકને વાંધો ન આવત. આ એક સમજફેર misconception છે. એના જ કારણે સાધક સામે નજર નથી નાખતા પણ વીસે કલાક સાધનને જ વખોડ્યા કરે છે. • તમને જ પૂછું: “શું ધર્મનાં સાધને મારામારીમાં કામ નથી લાગતાં ? ” સાધનેને દુરુપયોગ કરવો હોય તે ધર્મનાં સાધનને પણ થઈ શકે. પાકા પૂઠાંમાં બાંધેલું, ધર્મનું પુસ્તક હોય અને આવેશમાં આવીને કોઈના ઉપર એથી ઘા કરે તે શું એનાથી માથામાં લોહી નીકળવાનો સંભવ નથી ? ચેપડી અહિંસાના પ્રવચનોની છે પણ ઘા કરે તો એથી પણ હિંસા થાય ને ? એવી જ રીતે તમારા હાથમાં ધર્મનું સાધન હોય અને ક્રોધમાં આવી એને છૂટું ફેકે તે એ સાધન વડે માણસને મરી જવાને પણ સંભવ છે. અઢી હજાર વર્ષ પહેલાં એક દાખલો છે. રાણી પ્રભાવતી પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જાય છે. જતાં પહેલાં દાસી પાસે પૂજાનાં કત કપડાં મંગાવે છે. એને લાલ દેખાય છે. રાણીએ દાસી ઉપર ઠંધમાં આવી હાથમાં રહેલ દર્પણને છૂટો ઘા કર્યો, દાસી ત્યાં જ ઢળી ગઈ. પૂજાનું સાધન હિંસાનું કારણ બની ગયું. - : સાધન કરતાં સાધક કોણ છે એ જુઓ. સાધકની દષ્ટિ મહત્વની છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આંતરવૈભવ મુંબઈમાં એક કાચનું કારખાનું ચાલતું હતું. મશીનરીમાં કાંઈક બગડ્યું અને મશીન બંધ પડી ગયું. મશીન જ્યાંથી લીધું હતું ત્યાં તરત ખબર આપી. જર્મન કંપની એ એરપ્લેનમાં ઈજનેરને મોકલ્યો. એ આવ્યો, મશીન તપાસ્યું, સાત દિવસમાં મશીન ચાલુ કરી આપ્યું, કારખાનું ચાલુ થયું. જતી વખતે કારખાનાના માલિકે ઈજનેરને માટી બક્ષિસ ધરી. ઈજનેર કહે: “મારે આપની બક્ષિસ નહિ જોઈએ.” કેમ ?” “તમારી બક્ષિસ લઉં તે મારું મન લોભીયું થઈ જાય, લાલચુ થઈ જાય. મને તે મારી કંપની તરફથી પગાર મળે જ છે. એરપ્લેનનું ભાડું, અહીં હોટેલમાં રહેવાને ખર્ચ, બધું જ મળે છે. જે પગાર લઉં છું એ માટે મારે કામ કરવાનું છે.” ઉદ્યોગપતિ સજન હતો, એને વધુ જાણવાની ઈચ્છા થઈ. પૂછયું: “મને એ ન સમજાયું. આમાં લાલચું કેમ થવાય ?” ઈજનેરે કહ્યું : “આજે તમે મને બક્ષિસ ધરી પણ કાલે બીજે ઠેકાણે હું કંપની તરફથી જાઉં અને માને કે એ મને બક્ષિસ ન આપે તો તે વખતે મનમાં વિચાર આવે કે પેલે ઉદ્યોગપતિ સારે હતો, માટી બક્ષિસ આપી અને આ ઉદ્યોગપતિ તે કંજૂસ છે, આણે કાંઈ જ ન ધયું! મારા મનમાં એક જાતને ખોટો વિચાર આવી જાય, મન ખૂટું પડી જાય.” - પગને ખાલી ચઢી જાય તો એ ચાલતા નથી, નકામે થઈ જાય છે તેમ મનને ખાલી ચઢી જાય તો એ પણ ચાલતું નથી, નકામું થઈ જાય છે. જેનારને થાય કે આ ભાઇના પગ તે બરાબર છે, કેમ જભા થતા નથી ? પણ અંદર ખાલી ચઢી ગઈ છે, ચાલતાં લથડિયાં ખાશે એની બહારનાને કયાંથી ખબર ! Page #18 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૩ મનની વાત પણ ભાઈ એવી જ છે. મનને ખાલી ચઢી ગઈ છે; એ તેા જાગૃત સાધક હોય તે જ જાણે. એટલે જ ઇજનેરે કહ્યું : “ ને હું તમારી ક્ષિસ લઉં અને ખીજા ખક્ષિસ ન આપે તે મારા મનને ખાલી ચઢી જાય, મારુ મન ખાટું થઈ જાય. પછી એમ જ થાય કે બક્ષિસ આપે એનું જ કામ કરું. પછી કામ ખાતર નિહ, કાર્યમાં કુશળતા લાવવા માટે નહિ, પણ બક્ષિસ માટે જ કામ કરતા થઈ જાઉં. જે માણસ દૃષ્ટિ સામે માત્ર પૈસા રાખે, પેાતાનું કર્તવ્ય ન રાખે એ માણસ પૈસાના જેવા જડ અને નકામા ખની જાય છે. પૈસા નહિ, તમારા પ્રેમ એ બહુ મેાટી વસ્તુ છે.'' સાધક જાગૃત હોય તેા સાધન ગમે એટલાં પ્રક્ષેાભક હાય પણ એ પ્રલેભનમાં આવે નહિ. જાગૃત મનવાળા માણસ આગળને આગળ વધી શકે છે. તમે કહેા છે કે શું કરીએ ? જમાના બદલાઇ ગયા છે! પણ માણસ પાતે કેટલા સ્થિર છે, કેàા જાગૃત છે એના વિચાર પેાતે ન કરે અને જીવનભર માત્ર સાધનાને જવખાડ્યા કરે તે સાધન તા એક જાય અને ખીજુ` આવે. સાધન વિના માણસ કદી પણ રહી શકતા નથી. મન જાગૃત અને સ્ફૂર્તિવાળુ હાય તે! જેમ ફુવારામાંથી પાણી છૂટે એમ એના મનમાં સુંદર વિચારેાના ફુવારા છૂટ્યા કરે. રાતના ઊઠે કે પ્રભાતના જાગે પણ એના મનમાં સુંદર વિચારાની સ્ફૂર્તિ છે. એ કેાને લીધે ? જાગૃતિને લીધે. જાગૃત સાધકને ખ્યાલ હૈાય કે મારુ સાધ્ય આ છે. મારું સાધ્ય શું છે ? મારું સાધ્ય દિવ્ય જીવન છે. હું જે કામ કરું Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આંતરભવા છું એ કામની બધી જ પ્રક્રિયાઓ મારા જીવનની સાથે, પરંપરાઓમાં આવવાની છે. એક માને ચાર પુત્રો હશે તો દરેકની ઈચ્છા, દરેકની જીવન-રીત, દરેકના ભાવ જુદા હશે. એનું કારણ શું છે? ગતજન્મથી આ જે સંસ્કાર લઈને આવેલો છે એ સંસ્કારો પ્રમાણે . એ બને છે. કેટલીકવાર મોટો ખરાબ હોય અને નાને સારે હોય.' મહાભારતને એક પ્રસંગ છે. શુકદેવને વ્યાસ કહે છે : તું સંસારમાં રહે, સંસારને અનુભવ કર અને પછી ત્યાગ કર. પણ શુકદેવ સાંભળતા નથી અને ચાલ્યા જાય છે. પુત્રને પકડવા વ્યાસજી પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં સરોવર આવે છે. સરોવરના કિનારે કેટલીક કન્યાઓ સ્નાન કરી રહી છે. શુકદેવજી આગળ ચાલ્યા જાય છે, એની પાછળ થોડે દૂર વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા, કન્યાઓ સ્નાન કરતી જ રહી. પણ વ્યાસ ત્યાં આવ્યા એટલે પેલી કન્યાઓએ જલદી કપડાં પહેરી લીધાં. અંગ ઢાંકી લીધું. વ્યાસે આ બન્ને પ્રસંગો જોયા. એમને થયું મારો યુવાન દીકરો પસાર થયો તો આ કન્યાઓએ કપડાં પહેર્યા નહિ અને મારા જેવા વૃદ્ધને જોઈ વચ્ચે કેમ પહેર્યા ? પાછા વળતાં કન્યાઓને પૂછયું : “જ્યારે મારો પુત્ર જતો હતો ત્યારે તમે નિઃશંક બનીને સ્નાન કરતી હતી પણ મને જોઈ તમે કપડાં કેમ પહેરી લીધાં ?” આ સાંભળીને એક કન્યા હસી પડી. પૂછયું : “તમને ખાટું નહિ લાગે ?” “ના, નહિ લાગે.” “વિકારને સંબંધ વર્ષો સાથે નહિ પણ વિવેક સાથે છે.” Page #20 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૫ શુકદેવના અંતરમાં જાત જાગી, વિવેક જાગ્યે, વિકાર માટે આ માનવ દેહ નથી; વિચાર માટે છે. એની દૃષ્ટિ વિકાસ અભિમુખ હતી. શુકદેવને અમારી સામે નજર નાખવાને પણ સમય નહોતું. પણ તમારા મનમાં કાંઈક જુદું જ રમે છે.” અમે તમને પૂછીએ. તમને કેવી રીતે ખબર પડી કે શુકદેવ ગયા ત્યારે અમે કપડાં નહોતાં પહેર્યા અને તમે આવ્યા ત્યારે પહેર્યા ? તમે જ કહે ? તમારી નજર ક્યાં હતી ?” વ્યાસને ખ્યાલ આવી ગયો. સુખદેવ એટલે જે સુખને દેવ છે, એને મન જીવન વિકાસ માટે નહિ, વિકાસ માટે છે. વર્ષો વધતાં વિકારો ઘટે એમ નથી, વિવેક વધતાં વિકારો ઘટે. વિવેકને આ દીપક પ્રજવલિત થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે મારું આ જીવન, મારી આ યાત્રા, મારે આ જન્મ, વિકાસ માટે છે, આંતરવૈભવને પામવા માટે છે, એની જ સિદ્ધિ માટે છે. જયારે આ સાધ્ય જડી જાય છે પછી સાધક સાધનની પરવા કર્યા વિના સાધ્ય તરફ આગળ વધતું જાય છે. માણસ સાધક છે, દુનિયાના બધા પદાર્થો સાધન છે અને દિવ્ય જીવન એ સાધ્ય છે. સાધક આ સાધનને ઉપયોગ : કેવી રીતે કરે છે જેથી એ પિતાના સાધ્ય તરફ આગળ વધી શકે એને માટેનું આ ચિંતન છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને પશુને પારખવાની રીત જુદી છે. પશુની કિંમત એના બાહ્ય દેખાવથી, એની ઉમ્મરથી, એની દૂધ આપવાની શક્તિથી થાય છે. પણ મનુષ્યની કિંમત બહારથી નહિ પણ એના આંતરિક જીવનના વિકાસથી, એના વિચાર, ઉચચાર અને આચારથી થાય છે. કપડાં અને ડિગ્રી ઉપરથી માણસનું મા૫ નથી નીકળતું. જેને આંતરિક દર્શન નથી એ માણસ જેમ જેમ ડિગ્રીઓ મેળવતો જાય, બહારનાં કપડાંની ટાપટીપ કરતાં જાય તેમ તેમ એ છલનાનું પ્રતીક બનતો જાય છે. એનાથી સમાજને અવર્ણનીય નુકસાન થાય છે. વિભવ બે પ્રકારના છે ! બાહ્ય અને આંતરિક. દુન્યવી માનવોને એક જ વૈભવ દેખાય છે પણ જે ચિંતનની નજીક છે, વિકાસ ક્રમમાં આગળ વધેલા છે; જેમની અભીસા ઉચ્ચ પ્રકારની છે એમને બીજા પ્રકારનો વૈભવ દેખાય છે. પહેલા દશ્ય (visible) છે, બીજો અદશ્ય (invisible) છે. ઘણીવાર સામાન્ય લાગે, શરીર ઉપર અલંકામાં કંઈ જ ન હોય તેમ છતાં એના સમાગમમાં આવે, એને શ્રવણ કરો, એનાં ઊંડાણમાં અવલોકન કરે તે થાય કે જીવનનું ઝવેરાત તો અહીં જ પડ્યું છે. આ ઝવેરાત મળી જાય તો આ દુનિયા તો સુંદર બને પણ આવનારી નવી દુનિયા પણ સુંદર બની જાય.. Page #22 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ * જે પિતાના જીવનને સુંદર બનાવે છે એ જતાં જતાં દુનિયાને પણ સુંદર બનાવીને જાય છે. આ સંસારને સુંદર નંદનવન બનાવવા માટે દરેક માણસે માળી બનીને પોતાનો છોડ રેપીને જવાનું છે. ગઈકાલની પેઢીના પ્રેમને આપણે આટલો બધે લાભ ઉઠાવ્યો હોય તો આવતીકાલની પેઢી માટે આપણે કાંઈક તો કરીને જવું જોઈએ ને ? એનું નામ જ તર્પણ છે, શ્રાદ્ધ છે. પિતા પાસેથી લીધેલું છે તે હવે દીકરો નવી પેઢી માટે કાંઈ કરે એ જ ખરું શ્રાદ્ધ છે. કાગડાઓને જમાડવા, ભરેલાં પેટને વધારે ભરવાં એ કાંઈ શ્રાદ્ધ છે ? શ્રાદ્ધ એટલે જે આચાર, વિચાર અને ઉચ્ચારને વારસો વડીલ પાસેથી મેળવ્યા એ વારસે જતાં પહેલાં આવતી કાલની પેઢીને અર્પણ કરો. - વર્તમાનના માનવીને હું ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેને એક મણકે link કહું છું. એ પિતાના જીવન દ્વારા ભૂતકાળના વારસાને ઉજજવળ બનાવે છે અને આવતીકાલના માર્ગ પર પ્રકાશ પાથરે છે. ભૂતકાળ પાસેથી મેળવ્યું એ આચરી બતાવે છે અને આચરણ દ્વારા આવતી કાલની પેઢીને આપીને જાય છે. મનુષ્ય માત્ર દેહને પિષવા, ઈન્દ્રિયોને તૃપ્ત કરવા, પિતાનું ઘર ભરવા માટે નથી આવ્યો; એણે તે કાંઇ આપવાનું છે. એ ક્યારે બને ? જેનું આંતરિક જીવન વૈભવપૂર્ણ, સમૃદ્ધ હોય એ માનવ જ દુનિયાને કંઈક આપીને જાય છે, એ જ લે સ્મૃતિમાં ચિરંજીવ બને છે. આવાં કેટલાં ય અજ્ઞાત નરનારીઓ હશે જેમનાં જીવનચરિત્ર નથી લખાયાં પણ જેમના આચાર, વિચાર અને ઉચ્ચારના પ્રકાશે આજે માનવજાત શાંતિથી, સુખથી જીવી રહી છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ આંતરવેભવ માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થયુ. અને લોકાની લાગણીએ ઉશ્કેરાઈ ગઈ. તેાફાને ચઢયા, આગના ભડકા થયા. હિંસાનું તાંડવ રચાયું. ત્યારે આંસુભીની આંખે એની પત્નીએ ટેલિવિઝન ઉપર આવીને અમેરિકનાને એ જ એટલ કહ્યા : “ માર્ટિન લ્યુથર કિંગ દુનિયાને કહ્યું હતું કે ‘ અહિંસાથી દુનિયામાં શાંતિ આવશે અને એ અહિંસા ખાતર એઇએ તેા મારા પ્રાણ આપીશ.' પ્રાણ આપીને પણ અહિંસાની શકિતનું એણે દન કરાવ્યું, અહિંસા માટે જ એ જીવન જીવ્યા અને એ માટે જ જીવન સમાપ્ત કર્યું. એના ઉપાસકા, તમે, હિંસા કરીને એના આત્માની વિરુદ્ધ જઈ રહ્યા છે, એના આત્માને શાંતિ કૅમ મળશે ? એને જે પસ≠ નહેતું એ કામ કરી એના ચાહક તમે કેમ બની શકે ? '' અને આ શબ્દેએ તે! જાદુ કર્યું. હિંસક વાતાવરણ એકદમ શાંત બની ગયું ૧૮ જે આંતરિક વૈભવથી જીવે છે તે એની સાથે રહેનારને પણ એના સદ્ગુણની સુવાસથી ભરી દે છે. .માણુસ ચાણ્યા જાય પણ એની પાછળ એની સૌરભ મૂકી જાય છે, દુનિયાની આ જ સમૃદ્ધિ છે. આંતરિક વૈભવ એ બહુ દિવ્ય વસ્તુ છે. એમાં વેરની સામે વેર નથી, વેરની સામે પ્રેમ છે. એ વિચારે છે, જેણુ ખરાબ કર્યું... એનામાં અજ્ઞાન હતું એટલે દુષ્ટતા આચરી; હું સારે હૈાઉં તા મારે એને સુધારવાના છે. 66 ચિંતકે સરસ વાત કહીઃ લેાહીથી ખરડાયેલાં કપડાને લેહીથી ધાવા પ્રયત્ન કરશે! તેા ઉજજવળ નહિ ખને. એને તે પ્રેમના વારિથી ધાવાનાં છે. ” દુગુ ણાને સદ્ગુણાથી સ્વચ્છ કરવાના છે. આ સદ્ગુણ પ્રત્યે મનમાં અભિરુચિ, માન અને અહે।ભાવ Page #24 -------------------------------------------------------------------------- ________________ • આંતરવૈભવ ૧૯ જાગવાં જોઈએ. સદ્દગુણની પૂજા સાથે સદ્દગુણમાં રહેલી શકિત પ્રત્યે આદર જાગ જોઈએ. આજે સદ્દગુણની પૂજા ઘણા કરે છે, પણ મનથી માનતા હોય છે કે સદ્દગુણમાં સામર્થ્ય નથી. એટલે જ માન છે પણ આચરણ નથી. જેવી રીતે મૂર્તિની આરતી ઉતારે પણ એના જેવા બનવા પ્રયત્ન ન કરે, એવું જ સદ્દગુણ માટે બને છે. પૂજા સાથે સદગુણ માં રહેલા સામર્થ્ય માટે હૃદયમાં અભિરુચિ અને શ્રધ્ધા જાગવી જોઇએ. શ્રધ્ધા શકિતમાં અને સન્માન વસ્તુને - ખરાબમાં ખરાબ લેકે પણ એમ તો કહેતા હોય છે જ કે આ તે સંત છે, સદ્ગુણી છે પણ મનથી માનતા હોય છે કે સગુણ એટલે સામર્થ્ય વગરને. એમાં શું છે ? વિચારોમાં દ્વિધા છે, માન સદ્દગુણનું અને આચરણ દુર્ગુણનું. અલબત્ત, કેટલીકવાર એવું બને છે, કઈક ક્ષણમાં સગુણ નિર્બળ દેખાય, દુર્ગુણની સામે હારતો અને ઘવાતે પણ દેખાય પણ તમે તાત્કાલિક તરફ નહિ, ટંકાલિક તરફ જુઓ. કેટલીક વસ્તુઓ તાત્કાલિક જીતી જાય છે પણ સૈકાલિક દષ્ટિએ એની હાર હોય છે. Temporary અને permanent વચ્ચે આ અંતર છે. સગુણની શકિત temporary નથી permanent છે; જયારે દુર્ગુણની શકિત temporary છે, permanent નથી. માથું દુખતું હોય અને એનેસિનની ગોળી લઈ લો તે કદાચ એ ક્ષણ પૂરતો માથાનો દુખાવો બંધ થઈ જાય પણ એથી રોગ નથી મટ. રેગનું મૂળ કયાં છે ? અતિ “વિચાર કર્યો તેથી કે વિચારમાં ઘર્ષણ ઊભું થયું તેથી ? કોઇની સાથે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આંતરવૈભવ કલહ કર્યો તેથી કે ઈષ્યને લીધે મનમાં બળતરા ઊભી થઈ તેથી ? કોઈનું શુભ જોઈને મનમાં અશુભ વિચાર જાગ્યા તેથી કે ખેરાકના નિયમોનો ભંગ કર્યો તેથી ?' આ શોધવાને બદલે એનેસિનની ગોળીઓથી પતાવો તો લાંબે ગાળે ફરી ઉથલો મારશે જ. એમ દુર્ગણમાં તાત્કાલિક સહાય આપવાની શકિત છે પણ ચિરકાળ નહિ. બેચાર વાર સફળતા મળી જાય પણ અંતે તો . તે નિષ્ફળ જાય જ છે. | દુર્ગણે દુનિયામાં ફાવતા દેખાશે, મોટી ગાડીઓ લાવતા દેખાશે, પ્રતિષ્ઠા અને ઈજજત પણ અપાવતા દેખાશે, પણ એ તાત્કાલિક શકિત છે. લોકોને તાત્કાલિક શકિતઓને મોહ છે , એટલે સૈકાલિક શકિતઓ સામે દૃષ્ટિ જતી નથી. જેઓ આંતરભવના સ્વામી છે તેઓ તાત્કાલિક લાભ લેતા હોવા છતાં એમની અસીમ શ્રદ્ધા સૈકાલિક તરફ છે. લોકો જ્યારે હિંસક યજ્ઞ, સોમપાન અને ઘતમાં ચકચૂર બન્યા હતા ત્યારે એક ધર્મ ગુરુએ પિતાના શિષ્યોને કહ્યું : “જુઓ, આજે ચારે બાજુ સેમપાન, હિંસા, છૂત-બધું વધી ગયું છે એની સામે તમારું ચારિત્રમય અને તપોમય જીવન જ કામ લાગશે. ઉપદેશ નહિ, આચરણ કામ લાગશે. પુસ્તકે મોકલવાથી નહિ, તમારા જવાથી પ્રકાશ પથરાશે.” માત્ર પુસ્તકોથી માણસ સુધરી જતો હોત તો હિંદુસ્તાનના દરેક છાપામાં દર અઠવાડિયે એક પાનું ધર્મને માટે રાખેલું હોય છે. તે રેજ છાપાં વાંચનારા બધા જ માણસે સારા થઈ ગયા હોત ! એટલું વાચન કાંઈ કામ નથી કરતું. એ વ્યસન બની જાય છે. એનામાં વાચનશકિત reading capacity વધી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આંતરવૈભવ જાય પણ પાચનશક્તિ digestive capacity ઓછી થઈ જાય. - જે આચરણ દ્વારા પરિવર્તન આવે છે એ માત્ર ભાષણથી કે લખાણથી નથી આવતું. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં જે પરિવર્તને દેખાયાં એનું કારણ જીવંત આચરણવાળી આદર્શ વ્યકિત લોકો સમક્ષ ઊભી હતી. આજે ચૂંટાવવા માટે નેતાઓ સદાચાર, સત્ય અને પવિત્રતાની વાતો કરે છે પણ આચરણ સાથે એને શું લાગે વળગે ? Drinking wine za preaching water 37 VaaHi પરિવર્તન નથી લાવી શકતું. જે સત્ પુરુષ છે, સદાચારી છે એના આચરણને પ્રતિધ્વનિ એમની પાછળ આવનારાઓમાં પડે છે. ધ્વનિનો જ પ્રતિધ્વનિ છે, આચરણને પડઘો પડવાને છે. ધર્મગુરુએ કહ્યું “અહિંસાને પ્રચાર કરવા દૂરદૂરના પ્રદેશમાં જવાનું છે. ડુંગરાળ પ્રદેશની પેલી પાર પગપાળા જવાનું છે. પ્રતિકૂળતાને સાથી સમજીને જવાનું છે.” એક શિષ્ય થયે, નમન કર્યું અને કહ્યું “ગુરુદેવ! મને આજ્ઞા આપે.” “વત્સ ! આ પ્રવાસ એ તપશ્ચર્યા છે. માર્ગમાં ઘસારે એટલે લાગશે કે તારાં જીવનનાં રપ વર્ષ ઓછાં થઈ જશે. આ વાર્તાલાપ બગીચામાં ચાલી રહ્યો હતો. બાજુમાં ગુલાબના છેડા ઉપર એક સુકુમાર પુષ્પ ખીલ્યું હતું. શિષ્ય કાંઈ ન બોલતાં માત્ર નજર પેલા પુષ્પ પર માંડી. ગુરુ સમજી ગયા. કહ્યું: જા વત્સ! હું તને આશીર્વાદ આપું છું.” - પુષ્પ કેટલું જીવે છે ? પણ જેટલું જીવે છે એટલામાં સુવાસ, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - - આંતરવૈભવ સુકુમારતા અને સૌંદર્ય સરજીને એ ચાલ્યું જાય છે. થોડું જીવવા છતાં એ અંતરને વૈભવ વહાવી જાય છે. પુષ્પને આંતરવૈભવ છે સુવાસ, સુકુમારતા અને સૌંદર્ય એ સમજે છે કે આંતરવૈભવ વહાવ્યા પછી વધારે પડતું જીવવાની ઈચ્છા એ જીવનની મૂછ છે. આ વિચાર જીવનમાં આવે તે સમાજના વૃદ્ધ, પ્રાજ્ઞ, અનુભવી પુરુષોને લાભ ઘરને, સમાજને, દેશને મળે. પણ માણસ એમ વિચાર કરે કે યુવાનીમાં પૈસા પેદા નથી કરી શક્યો અને હવે તક મળી છે તે હું સંચય કરી દીકરાઓને દેતો જાઉં, પેઢીને વધુ સમૃદ્ધ કરતો જાઉં, તો એ માણસ દીકરાઓને પૈસાને બદલે દુર્ગણે જ આપતો જાય છે. જીવનની અંતિમ ભૂમિકાના પ્રત્યાઘાતો સમાજના માનસ ઉપર પડે જ છે. શું પુષ્પ આપી શકે એના કરતાં માણસ. વધારે ન આપી શકે ? પુછ્યું તો એક જ સ્થાનમાં આપે છે પણ માણસ તે યાત્રી, પ્રવાસી છે. એ પોતાના વિચારની સુવાસ, આચરણની સુકુમારતા અને જીવનનું સૌંદર્ય જ્યાં જાય ત્યાં આપી શકે. કેટલાય પુરુષ જીવંત પુસ્તકાલય જેવા હોય છે, એમનું આચરણ આદર્શરૂપ હોય છે. આવા પુરુષ જ્યાં જાય ત્યાં પિતાના આંતરવૈભવને વહાવતા હોય છે. જે વૈભવ દશ્ય છે એ સહુની નજરે આવે છે પણ જે અદશ્ય છે એને જોવા માટે તે બીજી વસ્તુની સહાયતા લેવી પડે છે. Bacteria અદશ્ય નથી. પણ એટલા ઝીણુ છે કે સૂક્ષ્મદર્શક કાચ magnifying glassથી જ દેખાય. • - ધ્યાનની, અંતરઅવલોકનની સહાયતા લઈએ તો જ આ વસ્તુ દેખાવા માંડે છે. આપણું સૂક્ષ્મ તત્વ અમુક પળમાં આપણને સૂચના Page #28 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આપે છે. આપણને કાંઇક કહેતું પશુ ાય છે. જે જાગૃત છે એ જ એને સાંભળે છે અને એ અવાજને આધારે આગળ વધે છે. ૨૩ મહાપુરુષાને જયારે વિચારોમાં ગરખડ લાગી ત્યારે કહ્યું : મને ઉપવાસ કરવા દે, મૌન કરવા ઢા, આત્મઆલેચના કરવા દે. એવા દે કે ભૂલ કયાં છે. ’’ અને આ રીતે તેએ શેાધી કાઢતા કે અંતરના અવાજે જે કહ્યું એની વિરુધ્ધમાં કર્યુ. તેથી ગરબડ થઇ. પણ ખીને એક વ એવા છે જે મિટાવવાના ઉપાય લે છે-દારૂ, વસ્તુએ અવાજને દાખી દે છે. આ તત્ત્વને ખાવવાના, કામ કે કાઇ વ્યસન. આ માણસ દારૂનું શરણું શા માટે લે છે ? ચાક્કસ માન કે ખરાખ કામ સામે એનું અંદરનું તત્ત્વ ના પાડતું હૈાય છે, કહેતું હાય છે: ‘ તું કયાં જઈ રહ્યો છે ? તારા આચારને મૂકીને તું તારા. કુટુંબને મૂકીને, તારી વિશ્વાસુ વ્યકિતઓને મૂકીને હતું કયાં જાય છે ? ’ તરત પ્યાલી ભરે, પેટમાં ઠાલવે અને જયાતને બૂઝવી નાખે, હવે એ અવાજ શુ' કહેવાના છે ? દબાઈ ગયેા. અવાજ એને પરેશાન ન કરે એના આ ઉપાય છે. જયાત ઝાંખી પડતાં પશુમાં અને એનામાં કાંઈ ફેર રહેતા નથી. પશુને પણ ભૂલ માટે અ*સાસ નથી અને વ્યસનને આધીન ખનેલાને પણ અસાસ નથી. બન્ને એક જ ભૂમિકા ઉપર છે. અંતર એટલુ જ છે કે પશુને મદિરાનુ શરણું લેવું નથી પડતું જ્યારે માણસને એનું શરણું લેવું પડે છે. જાગેલ તત્ત્વને મધ ન કરી શકાય તે એના ઉપર આવરણ તે। જરૂર લાવી શકાય. એ આવરણુ શુ છે ? નશે. જય' સુધી એ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આંતરવૈભવ તત્વ ઉઘડેલું છે ત્યાં સુધી એ માણસ માનવ રહેવાનો છે. ટોલ્સ્ટોય એક વાર્તામાં લખે છે. એક માણસે એની પત્નીનું . ખૂન કરવાને વિચાર કર્યો. રાતના પત્ની ભરનિદ્રામાં સૂતી હતી. પતિ તો ખૂન કરવાના વિચારોમાં જાગૃત હતો. હાથમાં સાધન લઈને પત્ની પાસે ગયો. એ તો ભરનિદ્રામાં પોઢેલી હતી. મેહું એયું અને વિચાર આવ્યોઃ “એણે મારે શું ગુન્હો કર્યો. છે? માત્ર મને ખરાબ માગે જતાં અટકાવે છે, પણ એને મારા ઉપર કેટલે બધે વિશ્વાસ છે કે હું એને મારવાનું વિચારો કરી રહ્યો છે એ વિચાર માત્ર પણ એને આવતો નથી. આવી નિર્દોષ સ્ત્રીને કેવી રીતે મારી શકું ?” . આમ અંદરથી અવાજ આવ્યો. છરે સંતાડીને પાછા સૂઈ ગયો. પછી એણે બીડી સળગાવી. વ્યસનથી વિવેકબુદ્ધિને ધુમાડાના ગેટામાં મૂઝવી નાખી હવે એ ફરી ઊભું થયું અને છરો હલાવી દીધે. વ્યસન અવાજને કે ગુંગળાવી દે છે ? ” આજ તે સિગારેટ અને દારૂ સમાજમાં સુધારાનું સ્થાન લઈને બેઠા છે. એ ન લે તે વેદિય ! કાઈક કોઈક વાર એવું પણ બને કે ઘણુ પથરા ભેગા થઈ જાય તે હીરાનું તેજ દબાઈ જાય, કારણ કે પથરાઓની બહુમતી થઈ, હરે એકલો પડી ગયો. ખૂન માણસે નથી કર્યું પણ વ્યસન કર્યું છે. જયાં સુધી એ માણસ હતો ત્યાં સુધી એ ખૂન ન કરી શકે પણ જયારે માણસ મટી ગયા ત્યારે જ એ ખૂન કરી શકો: જ્યાં સુધી માણસ “માણસ” છે ત્યાં સુધી એ ખરાબ કામ નહિ કરી શકે પણ જ્યારે અંદરને “માણસ” મરી જાય છે ત્યારે જ એ આવું કંઈક કરવા તૈયાર થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૨૫ . - - - - મહાપુરુષોએ કહ્યું: માણસ કદી ખરાબ હોઈ શકે જ નહિ. માણસમાં અમને શ્રદ્ધા છે. પણ જયારે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે એ માણસ નથી હોતોઃ પશુતત્વ આવે છે અને કામ કરી બેસે છે. જેવું એ તત્ત્વ જાય છે કે પશ્ચાત્તાપ શરૂ થાયઃ “મેં બહુ ખોટું ક્યું.' નબળી પળોમાં ભૂલ થઈ જાય છે. રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવા જાય ત્યાં એ નબળી પળ અને કૃત્ય યાદ આવે, અને કહેઃ “ભગવાન ! મને ક્ષમા કરે, મારાથી ભૂલ થઈ ગઈ.” . વિચારે, ક્ષમા કરો એમ કહેનાર કોણ ? અને પેલું ત્ય કરનાર કોણ? જ્યાં પાછો માણસ આવ્યા એટલે કહે છે કે ક્ષમા કરે. પણ જયારે એ કામ કર્યું ત્યારે એ માણસ નહોતે. માણસ આવેશમાં આવીને કાંઈ કરી બેસે છે ત્યારે એ માણસ નથી જ. આંતરભવનું દર્શન થતાં સમજાય છે કે માણસમાં એક એવું તત્વ છે જે સુંદર, સુવાસિત અને પ્રસન્ન છે. • આજના વાતાવરણમાં આ તત્ત્વ ઝાખું થયું છે. બહારથી મેળવેલી ભૌતિક વસ્તુઓ વચ્ચે આપણે ખુદ ઢંકાઈ ગયા છીએ. જીવનની સુંદરતા સમજાતી નથી. તક ગયા પછી માણસ ગમે તેટલો પશ્ચાત્તાપ કરે પણ એને કાંઈ મળતું નથી, માનવભવમાં મળેલી આ તક આવા વાતાવરણથી ઢંકાઈ ન જાય, માટે મળેલાં સાધનો સાધકને સાધ્યની દિશામાં લઈ જાય છે કે નહિ એ માટે જાગૃત રહેવાનું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આંતરવભવ - સાધન ખરાબ નથી. સાધક સાધનને ઉપયોગ કરી જાણે તે જગતમાં બધાં જ સાધને એના વિકાસમાં સહાયક તો બની જાય. - બે પ્રકારના વિભવ છે, દશ્ય અને અદશ્ય. દશ્ય વૈભવ સહુને દેખાય છે, અદશ્ય વૈભવ બહુ થોડાઓને દેખાય છે. પણ દશ્ય વૈભવ એ અદશ્ય વિભવનું જ પરિણામ છે. • સામાન્ય રીતે લોકો દશ્ય વૈભવને વધારવા માટે દશ્ય વસ્તુઓને સહારો લે છે અને એમાં નિષ્ફળ જાય છે, ન ફાવતાં નિરાશ થઈને બેસી જાય છે. પણ દુનિયાના દશ્ય વૈભવની પાછળ અદશ્ય વૈભવ કામ કરે છે તે જે જાણે તો તેઓ જીવનમાં જરૂર પ્રગતિ સાધી શકે. દુનિયામાં શોધખોળના પરિણામે જે બહાર આવે છે, સ શોધનના પરિણામે જે પ્રાપ્ત થાય છે એ લોકોને દેખાય છે, છાપામાં આવે છે પણ જેણે–આવું સંશોધન કર્યું એણે અંદર કેટલી એકાગ્રતા કેળવી હશે, એ કેટલો ઊંડે શતર્યો હશે, એણ એ પ્રાપ્ત કરતાં પહેલાં અંદર કેટલી શક્તિ કેળવી હશે કે જેની દ્વારા વસ્તુ શોધી શકાઈ એ તરફ આપણું ધ્યાન નથી જતું. શું શેધ કરી એ ખબર પડે છે પણ શોધ કરનારે અંતરમાં શું શોધ કરી એની આપણે કદી તપાસ પણ કરતા નથી. જે અંદર એકાગ્ર નથી બનતો, એકચિત્ત નથી બનતો, સંગીતમય અને સંવાદમય નથી બનતો તે કોઈ જ સર્જન નથી કરી શકતે. દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ જીવનને મોજ મજા કરવામાં, સિનેમા, નાટક અને કલબોમાં રખડવામાં ખલાસે નહોતું કર્યું. તેના જ પરિણામે આ નવસર્જન છે.. Page #32 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આઈન્સ્ટાઈનને પોતાની ધૂનમાં બે મહિના સુધી દાઢી કરવાને ખ્યાલ પણ નહેાતે આવ્યો. માટે તમે માત્ર સાધન તરફ જ ન જુઓ, સાધક તરફ પણ જુઓ. સાધક સાધનાથી શું સાધ્ય કરી શકે છે; શું સર્જન કરી શકે છે ? આપણે માત્ર એમણે કરેલી શોધને લાભ ઉઠાવી ઉપગ જ કરીએ અને કાંઈ પણ નવસર્જન કર્યા વિના, દુનિયાને કાંઈ પણ આપ્યા વિના એમના એમ જ ચાલ્યા જઈએ તે શું આપણે આ જગતના દેવાદાર નથી બનતા ? અંદરના પલટાથી બહાર શું પલટો આવે છે અને બહારનાં સાધને અંદરના જીવનને ઘડવામાં કેવાં મદદગાર બને છે એ વિચાર કરવાને છે. ખેતવાડીના પ્રદર્શનમાં એક ખેડૂતે એક સુંદર ફળ મૂકયું હતું. દૂરથી જુઓ તો પાણીને કુંજો લાગે. કોકને થાય ખેતવાડીના પ્રદર્શનમાં કુંભારે બનાવેલા કુંજાનું શું કામ પડયું ? પણ નજીક આવતાં ખ્યાલ આવે કે એ કુંભ નથી, Jug નથી. પણ એક કાળું હતું. બધાને આશ્ચર્ય થયું. બધી જાતના આકારે થાય પણ કેળામાં કુંભને આકાર કેવી રીતે ? ખેડૂતને 'પૂછયું તો કહ્યું: મેં અખતરે experiment કર્યો. કાળું નાનું હતું ત્યારે કંજામાં મૂકી દીધું. ધીમે ધીમે પેલું અંદર વધતું ગયું. વધતાં વધતાં જ્યારે એનો વિકાસ growth પૂરે થવા આવ્યા ત્યારે outer shell તોડી નાખ્યા. અંદરથી કુંભ જેવું કાળું નીકળ્યું. - જીવનને શું આ સિદ્ધાંત લાગુ પડતો નથી ? માણસ પિતાના વિચારની બહાર જઈ શકતો નથી, outer shellની Page #33 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ બહાર કદી જઈ શકે નહિ. વિચારે છે મર્યાદિત હેય, એમાં જે અમંગળ તત્વ ભરેલું હોય, એમાં નિમ્નતા પડેલી હોય તે તમે કોઈ દિવસ ઊંચે નહિ જઈ શકે કારણ કે બહાર રહેલી વસ્તુ અંદર રહેલી વસ્તુને દબાવે છે. એને આકાર આપે છે. ' વિચારે ઊંચા હોય તો વ્યક્તિત્વ ખીલે છે. વ્યકિતત્વની ઉપર વિચારેને કુંભ છે, એ જ આવરણ બની આકાર આપી રહ્યો છે. તમને એ કોઈ માણસ નહિ મળે જે પોતાના વિચારે કરતાં આગળ ગયે હેય. વિચારોની મર્યાદામાં જ માનસ મોટું થાય છે. માણસ વિચારોને ઘડે છે, પછી વિચારે જ માણસને બાંધી લે છે. આ એક અન્યોન્યયુકિત વાળો ન્યાય છે પોતે જ કરેલા વિચારો બહાર આવીને ચેક્યિાત. થઈને ઊભા રહે છે. વિચાર જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં માણસ બહાર જઈ શકે, આગળ વધી શકે. શેઠ કોઈ અનાડી ચોકિયાતને પસંદ કરી નેકર રાખે અને કહે: “તારે હવે આ બારણા ઉપર ઉભા રહેવાનું છે; અંદરવાળાને બહાર જવા દેવા નથી અને બહારવાળાને અંદર આવવા દેવાને નથી.” હુકમ કર્યો એટલે એ દ્વારપાળ બનીને ઊભો રહે. પછી શેઠ કહે: “મારે બહાર જવું છે ?' તો કહે : “નહિ જવા દઉં.” “કેમ?” “તમે જ મને હુકમ કર્યો છે. હું વફાદાર નોકર છું. આજ્ઞાપાલન પહેલાં.” એમ તમે જે વિચાર કરે છે એ જ વિચારે તમારા દ્વારપાળ બની જાય છે, ચેકિયાત બની જાય છે. બહાર Page #34 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ જવા ન દે, અંદર આવવા ન દે. માણસ વિચાર કરે અને વિચાર માણસને પોતાનામાં પૂરી રાખે. - ઘણા ખરા માણસો અમુક વિચારો નકકી કરે છે, પછી . એની બહાર જઈ શકતા નથી. જ્યાં સુધી બહાર ન જાય ત્યાં સુધી બહાર રહેલું પ્રકાશપૂર્ણ અનંત જગતનું દર્શન એને કયાંથી થાય ? કેટલાક માણસો સુધારક હોવાને, વિચારક હેવાને દાવો કરે છે પણ અવસર આવતાં એ ત્યાંના ત્યાં જ હોય. બહાર જવાને દેખાવ કરે પણ જઈ ન શકે. જોર કરે છે પણ પેલા વિચારો ખૂબ જોરદાર હોય છે. હમેશાં શેઠ કરતાં ચોકિયાત પહેલવાન હોય છે. શેઠ ભેર કરવા જાય તો એ બાવડાથી પકડી બેસાડી દે “બેસી જાઓ શેઠ!” શેઠ શું કરે ? પેલો મોટો છ હાથને અને આ નાનકડો માણસ, પકડીને બેસાડી દે. ' 'તમારા વિચારો જ એટલા બળવાન બની જાય છે કે તમે આંખ બંધ કરી જયારે ધ્યાન ધરવા પ્રયત્ન કરે અને પરમાત્માના દ્વારે પહોંચવા પ્રયાણ કરે ત્યાં પેલા જૂના રીઢા | વિચારે કહેઃ અહીંથી આગળ નહિ જવાય. તમે કહેઃ મારે બહાર જવું છે. પણ ત્યાં પેલાં બંધ દ્વારની દીવાલો સામે આવે, સામે અંધારું આવે, તમારું મન શૂન્ય બની જાય, તમને કાંઈ જ ન જડે. માનસિક ભૂમિકા એવી થાય કે તમે અંદર ને અંદર ગુંગળાઈ જાઓ. પછી એક જ રસ્તો રહે. “ધ્યાન નથી ધરવું. જયારે જ્યારે વાનમાગ પર પ્રયાણ કરું છું ત્યારે ન આવવાના વિચાર આવે છે, મૂંઝવણ ઊભી થાય છે, ગભરામણ થાય છે, ચેન પડતું નથી, એટલું અંધારું જ . અંધારું, infinite darkness દેખાય છે.” Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આંતરવૈભવ . કારણ શું ? તમારી આસપાસ ચારે બાજુથી વિચારોએ તમને પૂરી દીધા છે, અનંત તરફ પ્રયાણ કરતા માણસને વિચારે મર્યાદિત કરી મૂકયો છે. પણ જે નેકરને પહેલેથી કહી રાખેલું હોય કે તારે દ્વાર ઉપર ઊભા રહેવાનું નથી, દૂર ઊભા રહેવાનું છે અને એરોની. ચેકી કરવાની છે. સારા માણસોને આવતાં જતાં રોકવા નહિ. તે નેકર રેકે ? નેકરને જે મર્યાદા આપે છે ત્યાં એ ઊભો રહે છે. , મુખ્ય વાત શું છે ? વિચારે છે. વિચારોની એક દૂનિયા છે. કાર્ય અને ભાષાની દુનિયા દેખાય છે પણ વિચારની દુનિયા અદશ્ય છે; જે નથી દેખાતી, પણ કાર્ય અને ભાષાનું સર્જન કરનાર વિચારે છે. વિચારમાં જેટલા પ્રમાણમાં શુભ તત્વ હોય એટલા પ્રમાણમાં એ શુભ તત્ત્વ ભાષામાં અને આચરણમાં આવે. ઘણા માણસે ખરાબ કામ કરવા નથી માગતા. ઇચ્છતા હાય, “અમે સારું જ કરીએ.” પણ જીવનમાં એવી પળ આવીને ઊભી રહે છે, ખરાબ કરી નાખે છે. ખરાબ થઈ ગયા પછી એકલા પડતાં મનમાં થાય કે આ નહેતું કરવું, કરવા જેવું નહેતું પણ થઈ ગયું. પછી પશ્ચાત્તાપ પણ કરે. ધર્મ અને અધમ સમજાવવા શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે આવ્યા. દષ્ટાન્ત આપી ઘણું સમજાવ્યું. કૃષ્ણ બાલી રહ્યા એટલે દુર્યોધને કહ્યું: “મારે બે જ વાત કહેવાની છે. તમે જે કહેવા માગો છે એ હું નથી જાણતો એમ ન માનશો. તમે કહેવા માગે છે એના કરતાં હું વધારે જાણું છું.” દુર્યોધને કહ્યું : Page #36 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ * ૩૧ “ગાના ધર્મન્ ન પ્રવૃત્તિઃ जानामि अधर्मम् नचमे निवृतिः। केनाऽपि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि"॥ તમે જે ધર્મ કહેવા માગે છે એ હું જાણું છું પણ એ માગે હું જઈ શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું પણ એમાંથી હું પાછો વળી શકતો નથી. હૈયામાં એવું કાંઈક' છે જેના ધક્કાથી આ બધું કર્યું જ જાઉં છું. હૈયે કાઈ શયતાન બેઠેલે છે જે મને દેરે છે અને એવી ક્ષણ આવતાં એ પ્રમાણે હું કરી નાખું છું.” દુર્યોધને જે કહ્યું એ કદાચ તમે પણ કહી શકે. “તમે જે બધું કહેવા માગે છે એ અમને પણ ખબર છે શું અમે અમારા છેકરાને શિખામણ આપવા બેસીએ છીએ ત્યારે અમે સારી શિખામણ નથી આપતા ? અમે તો ઈચ્છીએ કે અમારે દીકરે સત્યવાદી હરિશ્ચંદ્ર થાય.” પણ કઈ મળવા આવેલું હોય અને ન મળવું હોય તે દીકરાને કહી દેવાયઃ જા, જઈને કહી આવ કે બાપાજી ઘરે નથી.” - એક યુગલ મારી પાસે આવ્યું. પત્નીના દેખતાં એ કહેઃ મને દારૂની ગંધ આવે છે, હવેથી હું એ નહિ લઉં. મહિના પછી એમનાં પત્ની ફરિયાદ કરતાં આવ્યાં. “એ તે ચાલુ થઈ ગયા પાછા !” ભાઈને બેલાવીને પૂછયું : “શું આ વાત ખરી છે ?” ભાઈએ કહ્યું: “હું તમને ખરું કહું છું. અત્યારે મને થાય છે કે એ ખરાબમાં ખરાબ, ગંદી વસ્તુ છે. પણ જયારે મિત્રો મળે, કલબમાં ભેગા થઈએ અને એ દબાણ કરે, સ્ત! લે ને હવે !” અને હું ખાલી પેટમાં નાખી દઉં છું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર. આંતરવૈભવ નાખ્યા પછી ભાન નથી રહેતું. પણ જ્યારે અહીં આવું છું. તેમને મળું છું. ત્યારે થાય છે કે આ બેટું થાય છે. ” આ ક્ષણ, જે ક્ષણમાં માણસ નિર્બળ બને છે એ કેમ આવે છે ? આવું કામ માણસથી કેમ થાય છે ? માણસ પોતે નથી કરવા માગતો તેમ છતાં કરી બેસે છે. શા માટે કરી બેસે છે ? પોતાની ઈચ્છા વિરુદ્ધ કરે છે એનું કારણ શું? શોધવાનું આ જ છે, research આની જ કરવાની છે. જે નથી કરવા માગતો છતાં એને એ કરવું પડે છે. કેકવાર જે નથી ચાહતો એ ચાહી લે છે, એવાં કામ તરફ તણાઈને, ખેંચાઈને ચાલ્યો જાય છે. - કોઈ પણ કામ એકદમ નથી થતું. દરેક કાર્યનું background છે, પાશ્વભૂમિકા એ વિચાર છે. વિચારોની દુનિયામાં જુદું જ તત્ત્વ પડયું છે. એ વિચારે છુપાઈને બેઠા છે. જીવનમાં એવી પળ આવતાં છુપાઈને બેઠેલા વિચારોના દબાણને લીધે માણસ અણધાર્યું કામ કરી બેસે છે. વિશ્લેષણ કરશે,ઉંડાણમાં ઉતરીને ચિંતન કરશે તો લાગશે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એની પાછળ તમારા અજ્ઞાત મનમાં, અજ્ઞાત ભૂમિકામાં પડેલે વિચાર છે એ તમને કોકવાર એવી રીતે પ્રેરે છે. દેરે છે, ધક્કો મારે છે કે તમે વગર વિચાર્યું જ એ કામ કરી નાખે છે. સાંકડા દરવાજામાંથી બહાર નીકળવા પચીસ માણસે ઊભા હોય અને તમારી આગળ કઈ સજજન ભલે હોય. સહુને બહાર નીકળવું હોય, ઉતાવળ હોય એમાં તમે ધકકો મારે અને આગળ ઉભેલે સજજન પડી જાય. એ ધકકો કોણે માર્યો.? તમે માર્યો ? ના તમે નથી માર્યો પણ પાછળ ઉભેલામાંથી કોઈકે ધકકો Page #38 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૩૩ માર્યાં, એ તમને વાગ્યા, તમારા સજ્જનને વાગ્યા અને એ ઉપસીને પડી ગયા. માણુસ પેાતે પાડવા નથી માગતે પણ પાછળથી ધકકા આવી જતાં એ સમતુલા (balance) ગુમાવે છે અને પડે છે. એવી રીતે વિચારાના ધકકા ચાલ્યા આવે છે અને એ નબળાં કાર્ય તરફ, ખરાબ ભાષા તરફ, ખરાબ વર્તન તરફ ઢળી પડે છે. માટે તમે કાર્યંને (action) ખદલવાને બહુ પ્રયત્ન નહિ કરા, ભાષાને સુધારવાના પણ બહુ પ્રયત્ન નહિ કરે. પણ વિચારેને સુધારવાના પ્રયત્ન કરો. ત્રિચારા, કાય અને ભાષાના જનક છે. જન્મદાતા છે. વિચારો બદલાતાં ફ્રાય બદલાઇ જાય છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ પર્શિયાના એક રાજાને સુંદર, દેખાવડા રાજકુમાર છે પણ એ જરાક કૂબડા છે. રાજાએ મેટા માટાં વેઢ્ઢાને ખેાલાવ્યા, ખૂબ દવાએ કરી પણ અંતે સૌને લાગ્યુંÎ કે આ ખૂંધ મટાડી શકાય તેવી નથી. એટલામાં એક શિલ્પી આવ્યા. એણે કહ્યું: હું મટાડી ૪ઉં. રાજકુમારનું એણે સુંદર ઊંચું પૂતળું બનાવ્યું; માદ્ધ', આકાર બધું જ જાણે જીવંત રાજકુમાર. પણ જરાક ફેરફાર હતેા. આ પૂતળું ટટાર ઊભું હતું. શિલ્પીએ રાજાને કહ્યું : રાજકુમારે એટલું જ કરવાનું છે કે રાજ આ પૂતળાની સામે માત્ર દસ મિનિટ ઊભા રહે અને વિચાર કરેઃ આ મારું પૂતળુ છે, આની ખરાબર ટટાર હુ* કેમ ઊભા ન રહું ? રાજકુમાર રાજ દસ મિનિટ પૂતળા આગળ ટટાર ઊભા રહેવા પ્રયત્ન કરે અને અંદરને અંદર, મનામન પ્રયત્ન કરે. એમ કરતાં કરતાં ધીમે ધીમે કૂબડે ઊભેા રહેવાને બદલે એ ટટાર ઊભેા રહેવા લાગ્યા. રાજકુમાર જયારે પચીસ વર્ષના થયા ત્યારે સીધા... અને કડક, tall, straight પેલા પૂતળાની જેમ જ ઊભા રહેવા લાગ્યા. Only ten minutes a day. રોજની દસ મિનિટ, ખીજું કાંઇ નહિ. તમારી ખાડને સુધારવા માટે, ખૂંધને સુધારવા માટે, સીધા બનવા માટે દિવસની માત્ર દસ મિનિટ જ આપવાની છે. . Page #40 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૩૫ દસ દસ મિનિટના પ્રયત્નથી રાજકુમારની ખાડ નીકળી ગઈ તેમ માણસ પણ પેાતાના વિચારને તૈયાર કરે, વિચારેને ખારાક આપે, વિચારાને ઊ'ગામી ખનાવે, જાગૃત કરે તે અંતરમાં જે દુનિયા ઊભી કરવા માગે છે એ જરૂર ઊભી કરી શકે. તમારા વિચારે નીચે ન ચાલ્યા જાય, કાઈનું ખરાખ કરતા નં થઇ જાય, એમાં અમંગલ તત્ત્વ આવી ન જાય એટલું × ધ્યાન રાખવાનું છે. રાજકુમાર જરાક મૈં વળી ગયા તે પાળે કૂબડેા રાજકુમાર Hunchback Prince થઇ જવાના. પણ જેને ટટાર થવુ... હાય એછું તેા પૂતળાની સામે સીધા કડક ઊભા રહેવાનું છે. ટટાર ઊભા રહેતા રહેતા ટટાર થઇ જવાય છે. માણસને અસત્ય, અમ`ગલ અને અભદ્ર વસ્તુએ ગમતી હાય તા એનું મૂળ કારણુ એના વિચારે છે. સારી વાતની ચાપડીએ કેટલી ખપે છે અને ગંદી વાતની કેવી ઊપડે છે ?. સારા સારા માણુસા ગંદાં લખાણુ! વાંચતા હૈાય છે. માણસનું મન, ખરાબ તરફે જલદી ઢળી જાય છે. ફાઇની બિભત્સ વાત થતી હાય, તમે બહુ ઉતાવળમાં ઢા તેમ છતાં જરા ઊભા રહી શું કહેા છે ? “ જલદી કહી દે, એ મિનિટમાં . કહેા, મારે જાણુવું છે. ” આંવી વાતા બહુ જલદીથી ગમે છે. વૃદ્ધો પણ ગંદી વાતા થતી હાય, કાઇના અનાચારની વાત થતી હૈાય તે। કહે, “ જાણી લેવા દેા, જાણ્યું હાય તેા કામ લાગશે. ” << Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આંતરવૈભવ શું કામ લાગશે ? વિચારોને સડાવવા માટે ? જાણેલું કામ કામ નથી લાગતું, નુકશાન કરે છે, વિચારોની દુનિયામાં ખરાબ વસ્તુ નાખી દે છે. દૂધના પાત્રમાં તેજાબનું એકાદ ટીપું નાખી દે તે શું થાય ? ટીપું એક જ છે પણ દૂધ બધું ફાટી જાય. પણ એ જ દૂધમાં છાશનાં બે છાંટા પડે તો કેવું સરસ દહીં બને, જામી જાય. દૂધ તમારું છે, બહારનું મેળવણ શું આવે છે એ જોવાનું છે. હું ઓગણીસ વર્ષના હતા ત્યારે મારા પિતાએ એક સરસ વાત બતાવેલી. એ દીવાસળીની પેટી લાવ્યા. મને વિશ્વાસ હતો કે એ બીડી નથી જ પીતા. તેમ છતાં એમણે આ દીવાસળીની પેટી કેમ કાઢી ? એમણે દીવાસળી સળગાવી, એનાથી કાગળને ટૂકડો સળગાવ્યો. મને કહ્યું: “જોયું? આ કાગળને સળગાવતાં પહેલાં દીવાસળીને પિતાને સળગી જવું પડયું, બીજાને બાળતાં પહેલાં પોતાનું મોટું એને બાળી નાખવું પડયું. જે દીવાસળી પિતાના મોઢાને કાળું કરે નહિ એ કોઈને ય બાળી શકે નહિ. આટલું તું ધ્યાન રાખજે. હવે તારે ક્યાં જવું હોય ત્યાં જા.” એમણે તો ગજબની વાત કરી નાખી, જીવનને આખે પાઠ આપી દીધે. જે વાતને સમજાવવા કેટલાં શાસ્ત્રો લખાયાં એ વાત match boxની નાનકડી દીવાસળીમાં કહી નાખી. હું તો વિચારતો જં રહ્યો. વાત સાવ સાચી છે. દુનિયાને ખરાબ કરવા પહેલાં પોતાના મોઢાને ખરાબ કરવું પડે છે, દુનિયાને જલાવતાં પહેલાં પોતાને જલી જવું પડે છે. કોઈને કાળો ચીતરતા પહેલાં પોતાનું મેટું કાળું કરી નાખવું પડે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ '૩૭ આંતરવૈભવ માણસ પોતાની અંદર વિચારોને ખરાબ કર્યા વિના પોતે ખરાબ બોલી શકતો નથી. ખરાબ બોલવા માટે અને ખરાબ કરવા માટે એણે પહેલાં અંદરની દુનિયાને ખરાબ કરવી પડે છે. જે હિંસા કરે છે એ પિતાના આત્માની હિંસા કર્યા વિના બીજાની હિંસા નથી કરી શકતા. - ભગવાને કહ્યું : “તું બીજાની નહિ પણ ખુદ તારી જ હિસા કરે છે. તું બીજાને નહિ, પણ તું ખુદ તને જ નુકશાન કરે છે.” • આ દુનિયામાં સુખ લાવવું હોય તે એકલી વાતોથી નહિ બને. અંદરથી પલટે લાવવા પડશે. ધર્મની ભાષામાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવા પડશે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને લીધે કર્મબંધન છે અને કર્મ બંધનને લીધે જ આત્મા દુર્ગતિમાં જાય છે. ધર્મની આ કઠિન ભાષા દીવાસળીની ભાષામાં સરળ દેખાય છે પણ સત્ય એક જ છે. વિચારમાં પલટો લાવ્યા વિના બહાર કદી પલટો લાવી શકાતો નથી. વિચારમાં પલટે કેમ આવે ? ધીરે ધીરે આવે છે. આજને આજ તમે સાંભળીને ઘરે જાઓ અને સંપૂર્ણ સુધરી જાઓ તેમ થવું કઠિન છે. ટેવ ઘણા વખતની છે, વિચાર અને સંસ્કારે ઊંડા તરી ગયા છે. - એક વિદ્વાને સાચું જ કહ્યું કે માણસની ટેવ elastic છે; વિજન roller નીચે દબાવે, સીધી કરવા પ્રયત્ન કરે પણ roller કાઢી લો એટલે એ ટેવ મૂળ સ્વભાવમાં આવીને ઊભી રહે. માટે જ સતત શ્રવણ, મનન, ધ્યાન, ચિંતન-આ બધાં સાધને બતાવવામાં આવ્યાં છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ સાધક તૈયાર હોય તે। જ સાધનના ઉપયાગ થાય, સાધક પ્રમાદી હૈાય તે સાધન સામે પડયાં હૈાય તે! પણ શુ` વળે? એ માત્ર માળાથી જ મેાક્ષ મળતા હૈાત તે માળા વેચનારા બધાંજ મેાહ્ને જાત. સાધન તે! સામે જ પડયાં છે પણ ગણનારે તૈયાર ન હેાય તેા માળા બિચારી શું કરે? ૩૮ સાધન ખરાબ પણ નથી અને સારાં પશુ નથી. સાધન તેા સાધન જ છે. ખૂખી તેા સાધકની છે. સાધક જે રીતે તૈયાર હૈાય એ રીતે સાધન એને મદદગાર ખને છે. જેવી રીતે ખાળકને સુંદર દેવા પાડીએ છીએ અને ધીમે ધીમે મેટું કરીએ છીએ એમ તમે તમારા વિચારેને ટેવ પાડીને મેાટાં કરે. કાઇ એવા મૂખ ખાપ નહિ મળે જે દીકરાને માટે કરવા પત્નીને કહે કે તું બે હાથ પકડ, હું એ પગ પકડું અને ખેંચીએ, જલદી મેાટા કરી નાંખીએ. એ માટેા નહિ થાય, મરી જશે. સુંદર વિચારે એકદમ બહાર નથી આવતા, એના પશુ વિકાસ growth થાય છે. એને ઊગવા દે. તમારુ કામ ખાતર આપવાનું છે, સારા વિચારનું શ્રવણુ એ પેાષણુ nourishment છે, એ તમારા વિચારાને ખારાકરૂપે અને ખાતરરૂપે મળે છે. અહીં જૈ શ્રવણુ કર્યું. એ ખાલી જતું નથી, એ ખારાકનું કામ કરી જ રહ્યું છે. આ ખાતરને લીધે પાંચ વર્ષ, દસ વધે તમે એકદમ બદલાયેલા હશે. જેને જીવનમાં આગળ વધવુ' છે, જીવનને સુંદર મનાવવું છે, પેાતાના આંતરવૈભવને વધારવા છે એણે પહેલાં પેાતાના Page #44 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ વિચારોને પલટાવવાના છે. વિચારમાં ત્રણ તત્ત્વ લાવવાનાં છે; સત્ય, શુભ અને સુંદર; truth, goodness અને beauty આ ત્રણે, વિચારોનું સુરૂપ છે. આપણા વિચારમાં સત્ય રમતું હોય તે જ જીવન સત્યમય બને. પણ વિચારે અસત્ય હાય અને ઉપરથી આવરણ સત્યનું કરવા જાઓ તે દંભ બને. અંદરનું વ્યકિતત્વ બહાર આવવા પ્રયત્ન કરે અને તમે ઉપરથી આચરણનું દબાણ કરે તો દંભની વિક્રિયા સિવાય શું થાય ? અબ્રાહમ લિંકનના જીવનને એક પ્રસંગ છે. એણે વકીલાતની શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં ઘરાક ઓછા આવતા. પણ એમણે નકકી કર્યું. મારા ધંધાને હું મારા વિચાર અને આચારથી સુંદર બનાવીશ. ધંધે ખરાબ નથી. જે માણસ ધંધાને અપનાવે છે. એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા અને કીર્તિને આધાર છે. દરેક ધંધામાં ખરાબ તત્વ મળી આવવાનું અને ધ્વગામી તત્વ પણ મળી આવવાનું. પછી એ વકીલ હૈય, ડોકટર હોય, એન્જિનિયર હોય કે વ્યાપારી હૈય. ધંધે નહિ પણ ધંધે ચલાવનાર વ્યક્તિ કેણુ છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા આધારિત છે. : લિંકને નકકી કર્યું: “મારે ધંધે મને નીચે નહિ પડે પણ હું. ધંધાને ઊંચે લાવીશ.” કે એમની પાસે એક માણસ આવ્યોઃ “મારે એક માણસ પાસેથી અઢી ડોલર લેવાના છે, એ માટે તમારે મારે કેસ . લઢવાને છે.” “અઢી ડૉલર ?” “હા, અઢી ઑલર. મારે એનું અભિમાન તોડવું છે. અઢી ડોલરને પ્રશ્ન નથી પણ એ - માથું ઊંચું રાખીને ફરે છે, મને સામે મળે તો નમતો ય Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આંતરવૈભવ નથી. એ મારી બાજુમાં જ રહે છે, મેં એને અઢી ર્ડોલર આપ્યા હતા પણ એ હવે આપી શકે તેમ નથી.” લિંકને કેસ લીધો અને પછી પેલાને બેલા, પૂછયું, તે કહેઃ “સાહેબ, હું તો ગરીબ માણસ છું. મેં તો એને અઢી ડૉલર ક્યારના ય આપી દીધા. મને નમાવવા માટે, મારા ઉપર કેસ કરવા માગે છે. ” અસીલને બોલાવીને લિંકને કહ્યું: “હું તમારો કેસ લઢીશ. ખરે પણ મારી ફી જાણે છે ને ?” “કેટલી ફી ?” “દસ ડોલર.” “અઢી ડૉલરના કેસ માટે દસ ડોલરની ફી ?” માણસના મનમાં અભિમાન અને મોટાઈને પવન ભરાય પછી એ ગમે તે આપવા કે ફના કરવા તૈયાર જ હોય છે. કબૂલ છે. પણ, એ માણસ પૈસા આપી શકે એમ નથી. એટલે એ જેલમાં જ જવો જોઈએ.” દસ ડોલર લઈ, કેસની હકીકત લઈ એને છૂટો કર્યો. - લિકને પેલા ગરીબ પાડેશીને બોલાવ્યો. “લે, આ પાંચ ડોલર લઈ જા, આમાંથી અઢી ડોલર એને આપી એની પાસેથી રસીદ લઈને મને આપી જજે, જો ” પેલે રાજી થતા પાંચ ડોલર લઈ પેલાને બારણ શો રહ્યોઃ “શેઠ, આ તમારા અઢી ડેલર લઈ લે અને મને રસદ, લખી આપે. મારે તમારી સામે લઢવું નથી. હું ગરીબ માણસ તમને કેમ પહોંચે ?” રસીદ લઈ જઈ લિંકનને આપી. - બીજે દિવસે પેલા અસીલ શેઠ ગાડીમાં આવ્યા. “વકીલ સાહેબ ! હવે આપણે કેસ નથી લડવે.” “કેમ?” “હવે જવા દો.” લિંકને પેલી રસીદ આપી અને કહ્યું: “આ લે.” Page #46 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૪૧. રસીદ ? તમારી પાસે ?” “ હા, હું વકીલ છું, લઢાવવા માટે નહિ, સમાધાન compromise કરાવવા માટે. હું લોકોને લૂંટવા માટે નહિ, ન્યાય બતાવવા માટે છું. અહંકારને પોષવા માટે નહિ પણ ગરીબોને બચાવવા માટે છું.” - પેલો ત્યાં જ બેસી ગયો. “ લિંકન તમારા જે વકીલ તો કે'ક જ મળે. આવા માણસે આવશે તે જ આ ધ ધાની અને સમાજની પતિષ્ઠા વધશે. ' . . જૂઠા માણસોને પક્ષ લેવો, એમને બચાવવા, એમની વકીલાત કરવી એમાં તો પોતાની બુદ્ધિથી માણસ ધીમે ધીમે નીચે અને નીચે ચાલ્યો જાય છે. પાંચ વર્ષ, પચીસ વર્ષ એવા માણસે પાસે પૈસા ઘણા થઈ જાય છે પણ એ વિચારેના તળિયે બેઠેલા હોય છે. એવા ઘણા ય છે જે પૈસાથી ઊંચા, વિચારોથી નીચા, એમના જીવનમાં સમતોલપણું જ નહિ, સંવાદ વિના તે કાંઈ જીવન છે ? આ માણસ નીચા વિચાર કર્યા કરે, હલકા વિચારમાં આવ્યા કરે તે ધીમે ધીમે એ વામણે જ થાય ને! બહારથી મોટો લાગે પણ અંદરથી વામણો જ હોય. દુનિયા માટે જાણે પણ અંદરથીએ દુઃખી ય દુઃખી હોય. શાંતિ મળતી ન હોય, મનમાં પરેશાની હોય. | વિચારોમાં સત્ય તત્વ આવવું જોઈએ. તમે સત્યની પડખે ઊભા રહે. દસ ડોલર મળતા હોય કે લાખ મળતા હેય પણ પક્ષ સત્યનો હોવો જોઈએ. અસત્યની દલાલી કરતાં કરતાં માણસ ખુદ અસત્યમય બની જાય છે. બીજું શુભ તત્ત્વ વિશ્વનું ભલું થાઓ એ વિચારે મને ભૂમિ વિલીરગાહોવી જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ - - - સત્ય અને શુભના સંસ્કારો જ્યારે તીવ્ર બને છે ત્યારે જેમાણસના વિચારે ઊર્ધ્વગામી બને છે અને એને સુંદર તત્વનું દર્શન થાય છે. માત્ર ચામડીની સુંદરતા જોવાનું કામ તો ગીધડાં પણ કરી શકે. માણસના વ્યકિતત્વમાં, ભાષામાં, વિચારમાં, કર્તવ્યમાં, : જીવનચર્યામાં સુંદરતા દેખાય. પ્રકૃતિના પ્રત્યેક પાસામાં સૌન્દર્ય દર્શન થાય અને એ સુંદરતાને જોઇને આંખ ભીની થાય. કવિવર ટાગોરે બગીચામાં ફરતાં ફરતાં ખીલેલું ફૂલ જોયું. ફૂલ જોતાં જોતાં એમની આંખ ભીની થઈ ગઈ, “હે પ્રકૃતિ ! તે આ દુનિયાને કેવી સુંદર ભેટ આપી છે. માટીમાંથી ઉત્પન્ન થનારા તત્વમાં સુવાસ, સુકુમારતા અને સૌન્દર્ય છે. એ જ પ્રકૃતિને બાળક હું, મારામાં અશુભ અને બીજા વિચારે કેમ આવી ગયા ? કેમ આવી શકે ?” વિચાર કરતાં કરતાં અશ્રુ ધસી આવ્યાં અને જીવનની કાલિમાને ધાવા લાગ્યાં. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયને પ્રસંગ છે. પ્રસેનજિત રાજાએ સંયમ લેવાને વિચાર કર્યો. બધે ઠેકાણે ફરી ફરીને આવ્યા, સાધુઓને, યોગીઓને મળી આવ્યા. કહ્યું : “મારે સાધુ થવું છે, શ્રમણ થવું છે.” બધા કહે : “થઈ જાઓ.” રાજાએ કહ્યું : “મારી એક શરત છે. જેના આશ્રમનું આંગણું મોટું હશે એને હું શિષ્ય થવાને.” બિચારા સાધુઓ આ ભાષા ન સમજી શક્યા. એમણે તો આસપાસની જમીન લેવા જ માંડી, ખરીદવા જ માંડી અને પિતાના આશ્રમનાં આંગણુને વિશાળ અને વિરાટ કરવામાં લાગી ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૪૩. એક વર્ષ પછી રાજા નીકળ્યા. એક કહે: “મારે ત્યાં પાંચ વીઘાનું આંગણુ છે.” બીજો કહે: “મારે ત્યાં દશ વીઘાનું.” * બધે ફરી ફરીને એ શ્રમણ ભગવાન પાસે આવ્યા. પૂછયું: - “તમારી પાસે ? તમારું આંગણું કેટલું લાંબુ છે?” - પ્રભુના મુખ પર ચંદ્રશીતલ સ્મિત આવ્યું અને કહ્યું : પ્રસેનજિત ! જેને વાડ બાંધવી પડે અને ગજથી માપવું પડે એવું આંગણું અમારું નથી તું અહીંથી ઘોડા ઉપર બેસી દેડવા માંડ. આખી જિંદગી સુધી તું દોડ અને તેમ છતાં પણ અંત ન આવે એવા છે જેને છે એ આંગણું અમારું છે. અમારો આશ્રમ અને અમારા આશ્રમનું આંગણું “વસુધૈવ કુટુમ્બકમ્” છે. આખી પૃથ્વી અમારી છે. પૃથ્વીને છેડો એ અમારું આંગણું છે. “પ્રસેનજિત અમારું આશ્રમનું પ્રાંગણ જોવા તો તારે આંખ બદલવી પડશે. આ સંકુચિત નજર અનંતને infiniteને નહિ જોઈ શકે. તારી આંખે મર્યાદિત છે, મર્યાદિત અમર્યાદિતને કેમ જોઈ શકે ? ' “અમે અમર્યાદિતની દુનિયામાં રહીએ છીએ.” . પ્રસેનજિત એમના ચરણમાં બેસી ગયા. કહ્યું: “ભગવન! “વાત સાચી છે. જેમણે જમીનને વધારી, મકાનને વધાર્યા એ તો ગયાં.” - તમારી આટલી જ દુનિયા છે, બાકીની દુનિયા તમારી નથી. જગતથી તમે જ જુદા પડ્યા, જગતના પ્રવાહોથી તમે * કંપાઈ ગયા; વિશ્વભાવને લાભ તમને હવે ક્યાંથી મળે છે વિચારમાં અનંતની વિશાળતા આવતાં એમાં આ ત્રણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આંતરવૈભવ તને સમાવેશ થાય છે. પહેલું સચ, બીજું શુભ અને ત્રીજું સૌંદર્ય. આ પણ ઘણા કહે છેઃ “ચાલ, વિચારમાં, અમારા મગજમાં સત્ય, શુભ અને સૌંદર્યને રાખીશું પણ જીવન જીવવું છે તે અમને અસત્યને જાણવા દો, અશુભને જોવા દે અને અસુંદર શું છે એને અનુભવ કરી લેવા દો. જ્યાં સુધી અનુભવ ન કરીએ ત્યાં સુધી વસ્તુસ્થિતિ સમજાતી નથી. પદાર્થને સાચે અનુભવ કરવા માટે આ અનુભવ પણ કરી લઈએ.” મારે એક જ પ્રશ્ન પૂછવાને છે. તમને એ કઈ માણસ મળશે જે જોતો હોય નીચે અને ચઢતે હોય ઉપર ? જે તળેટી તરફ જુએ છે એ શિખર તરફ કદી આગળ નહિ વધી શકે. આજના યુવાનોમાં આ માન્યતા દેખાય છે. દુનિયાને જોઈ લેવા દે, દુનિયામાં ખરાબ શું છે એ પણ જરા જાણી લેવા દે. એકવાર ખરાબ જાણું લઈએ તો સારું શું છે એ જાણી શકીએ. તળેટી તરફ મોઢું રાખીને શિખર તરફ જવાનો પ્રયત્ન કરે તે એ શિખરે તો નહિ પહોચે પણ એ નીચે ગબડી જ પડવાને. જે વિચારમાં અસત્ય, અશુભ અને અસુંદર રાખે છે એ * જીવનમાં કદી ઉપર જઈ શકતા નથી. તમારે દુનિયામાં જે લાવવાનું છે, જેનું સર્જન કરવું છે, એને પહેલાં મને સૃષ્ટિમાં લાવવું પડશે. જેમ જેમ મનસૃષ્ટિમાં એ ખીલતું જશે તેમ તેમ બહારની દુનિયામાં એનું પરિવર્તન આવતું જશે. બહારના હજારો હથોડાથી પણ સુધરી ન શકે એ જે અંદરથી પરિવર્તન આણે બહારની બધી સુષ્ટિ વિના શ્રમે Page #50 -------------------------------------------------------------------------- ________________ . આંતરવૈભવ ૪૫ સહજ રીતે પલટાવી શકે. વિચારોની શોધ કરનારો જ ખરે ક્રાંતિકારક છે. * ક્રાંતિ એટલે શું ? એક રાજ્યને ખતમ કરી નવું રાજ્ય લાવવું, લાંબા કપડાંઓમાંથી ટૂંકા (mini) કપડાં પહેરવાં, હાથથી ખાતા હાઈએ તેના બદલે છરીકાંટાથી ખાવું- એ ક્રાંતિ છે? સાત વર્ષ પહેલાં એક ભાઈ ભૂલેશ્વરમાં રહેતા હતા તે હમણ ફલેટમાં રહેવા આવ્યા. એ કહેઃ “મહારાજશ્રી ! તમે જોયું? અમારા ઘરમાં ક્રાંતિ થઇ ગઈ છે.” ' મેં પૂછયું “થયું શું ?” કહે “અમે ભૂલેશ્વરમાંથી સીધા અહીં બ્લામાં આવી ગયાં. નાના નાના ઓરડાઓને બદલે વિશાળ ઓરડા, એમાં આધુનિક modern ફર્નિચર, મોટાં મોટાં ઘડીઆળો, તમે આવીને જુઓ તો ક્રાંતિને તમને ખ્યાલ આવે ! પહેરવેશમાં, ખાવામાં બધે જ ક્રાંતિ.” ' આજે “ક્રાંતિ' શબ્દ કેટલો સસ્ત બની ગયો છે! કેવી અણસમજથી વપરાઈ રહ્યો છે! - ઝારને મારી બોલશેવિઝમ લાવવું એને લોકો ભલે “ક્રાંતિ કહે પણ સાચી ક્રાંતિ માણસના માનસના પલટાથી આવે છે. • અંદર પલટો કરે તે બહારના જીવનના પ્રવાહને પલટો સહજ થઈ જાય. અંદરના પલટા સાથે બહાર પલટો થાય જ. આજે અલૅપરી માં, વૈદકીય ક્ષેત્રમાં કે માનસશાસ્ત્રમાં શું કહે છે? વિચારે બદલો. કેટલીય માંદગીઓનું નિદાન x-ray માં નહિ મળે તે વિચારોમાં મળશે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ४६ આંતરવૈભવ વિચારોથી થાકી ગયો એ કહે કે હું બિમાર છું. અને બિમારીના વિચારોને લીધે ધીમે ધીમે બિમારીઓ વધતી જ જાય.' ભગવાન મહાવીર, રામચંદ્રજી, ભગવાન બુદ્ધ એ બધી મહાન વ્યક્તિઓએ અંદરની દુનિયામાં પરિવર્તન આણ્યું અને બહારનું બધું પલટાઈ ગયું. ગાડીને બીજે માર્ગે વાળવી હોય તો નીચે ઊતરીને ચારે ટાયરને ફેરવવાની જરૂર નથી; steering ને જરાક jerk આપો, બદલો અને ચાર પૈડાં એ રીતે ફરી જશે. . . આ ડ્રાઇવીંગને અનુભવ એ જ વિચારોને અનુભવ છે. વિચારેનું steering જેના હાથમાં બરાબર છે એ જે દિશામાં જીવન પ્રવાહને બદલવા માગે છે, એ દિશામાં એ પરિવર્તન લાવી શકે છે. ઉપરની દુનિયામાં જવું હેય તે નીચી બાજુના વિચારોને જોવાનું બંધ કરવું જોઈએ, એવા મિત્રોને મળવાનું બંધ કરવું જોઈએ અને એવું વાચન પણું ન કરવું જોઈએ. સત્ય, શુભ અને સૌન્દર્યના વિચારે જ માણસને કોગામી બનાવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪ આ જગતમાં જે કાંઈ વાસ્તવિક બને છે એની પહેલાં માણસની કુપનામાં એ વિચાર આકાર લે છે. ચિત્રકારના મનમાં વિચારનું એક રેખાચિત્ર આકાર લે છે પછી જ એ હાથમાં પીંછી લે છે અને ફલક (canvas ) ઉપર ચિતરવાનું શરૂ કરે છે. શિલ્પીના મનમાં આકૃતિ આકાર લે છે ત્યારે જ એને પથ્થરમાં કંડારીને સાકાર કરે છે. . સર્જન પહેલાં મને ભૂમિકામાં થાય છે, પછી જગતમાં દેખાય છે. જે દશ્ય seen છે એની પાછળ અદશ્ય unseen કામ કરી રહ્યું છે. જે દેખાતું નથી એ કારણ છે. અને જે દેખાય છે એ એનું કાર્ય છે. કારણ શાશ્વત છે, કાર્ય નશ્વર transient છે. પીંછી વડે દોરાયેલું ચિત્ર નાશ થાય પણ જેણે એ ચિત્રનું મનમાં સર્જન કર્યું એ આત્મશકિત કોઈ દિવસ નષ્ટ થવાની નથી. છે જે સુખી બન્યા, સમૃદ્ધિવાન બન્યા, પ્રથમ કક્ષા પ્રાપ્ત કરી એ પહેલાં વિચારોની દુનિયામાં તૈયાર થયા. " * માણસને આ જે આંતરવૈભવ છે. - જેને સુખી બનવું છે, આનંદમય બનવું છે એ પોતાના વિચારમાં એવો બને, એને લાગવું જોઈએ કે હું આનંદમય છું. જ્યાં સુધી પોતાના વિચારોમાં પોતે આનંદમય છે એને અનુભવ ન કરે, એ જ ધૂનમાં જ્યાં સુધી એ વિચરે નહિ ત્યાં સુધી એ આનંદમય કેમ બની શકે ? Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આંતરાવ એકવાર હું મરીનડ્રાઈવ દરિયાની પાળે પાળે ચાલ્યો જતો હતે. સામેના મકાનમાં છટ્ટે માળે કૂતરે ભો ઉભો ભસ હતા. પાછળ વળીને જોયું તે મારી પાછળ એક ગરીબ કૂતરું ચાહ્યું આવતું હતું. એને જોઈ પેલો છ માળેથી ભસ્યા કરે, કારણ કે એ અજ્ઞાની છે. એટલે એ દુઃખી છે, હેરાન છે, એને. આનંદ જ નથી. ભલે એ દરિયાની સામે બેઠેલો છે, મિટા મકાનમાં બેઠેલો છે, કડપતિની કારમાં સાંજે ફરવા જાય છે પણ એને પોતાનું જ્ઞાન નથી. શેઠની ખુરશી અગર ગાડી ઉપર, જયાં મુનીમ પણ ન બેસી શકે ત્યાં એ બેસી શકે એટલું ' માન અને સ્થાન મળેલું છે એનું ભાન બિચારા એ કૂતરાને નથી. એને ખબર નથી કે હું કરોડપતિને સાથી companion છું. એમ જયાં સુધી માણસ અંદર નક્કી નહિ કરે કે હું સુખી છું ત્યાં સુધી એને કેાઈ સુખી નહિ બનાવી શકે. તમે એને પૈસા આપ, દાગીના આપે, હર અને પન્ના આપે, મોટામાં મોટી ગાડી અને ઊંચામાં ઊંચે flat આપો, સારામાં સારી સગવડ આપ પણ એ દુ:ખી રહેવાનો. શા માટે ? એને ખબર જ નથી કે અંદર કૅણ બિરાજે છે! એ તો માને છે કે હું દુઃખી છું, પાપી છું. છે. આજે માનવીના મન ઉપર એવા વિચારે ઠસાવી દેવામાં આવ્યા છે કે તું પાપી છે, અધમ છે, પાપથી ભરેલો છે, તારા પાપમાંથી તને ભગવાન આવે તે જ છોડાવી શકે. એટલે જ તે લેકે અવતાર માટે પ્રાર્થના કરે છે પગ અવતાર આવીને ભે રહે છે ત્યારે કહે કે તમે અમારી વચ્ચે કેમ આવ્યા? અમે તે પાપી છીએ જ; હવે તમે અમારામાં આવ્યા તે તમે પણ પાપી, અમે તમને ખતમ કરીશું. - માણસે વિચારે બદલવાની જરૂર છે, વિચારમાં નવી Page #54 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૪૯ દષ્ટ લાવવાની છે. ભગવાન સ્વરૂપ એવો હું આત્મા, પાપી કેમ? ભગવાન મહાવીરે કહ્યું તું ભગવાન છે. તું ભૂલી ગયો છે એટલે બીજી રીતે આચરી રહ્યો છે. તું ભગવાન છે એ જે યાદ કરીશ, સમજી લઈશ તે તું નિર્બળતામાંથી ઊભો થઈશ. માણસ ઉપર લદાયેલા ખેટા સંસ્કાર, અણસમજભરી માન્યતાઓ અને ન સમજાય એવા ભયથી એ પાપી ન હોવા છતાં પોતાને પાપી માને છે. જે પોતાની જાતને પાપી માને છે એ ગમે તેટલી ડૂબકીઓ મારે તો પણ ઉજજળ, નિર્મળ, સ્વચ્છ અને પવિત્ર નહિ બની શકે. જે કાળા ચશમા પહેરે એને આખું જગત કાળું દેખાય છે. આજે પાપના ભયના માર્યા સહુ મરી રહ્યા છે. તાવ આવે તો ટી. બી. ને વિચાર, ગળામાં દુખે તો કેન્સરને વિચાર આવે. જાગૃત બને, ચેતતા ભલે રહે પણ ભયભીત ન બને. ભયને લીધે જિદગીમાંથી આશા અને ઉત્સાહ ચાલ્યાં જાય છે અને જે કરવાનું છે એ જ રહી જાય છે. - સારામાં સારે માણસ નકારાત્મક વિચારોથી હતાશ બને છે. એ જોતીષીને જન્મોત્રી બતાવે. જ્યોતીષી કહે કે તમારી ગ્રહદશા ખરાબ છે, પેલો નિરાશ થઈને આવીને બેસી જાય. પૂછેઃ કેમ ? કહે હમણાં કંઈ જ નથી કરવું, stars against છે. પિતાની ઈચ્છાશક્તિ (willpower) ગુમાવી દીધી, પિતાનાંમાં જે શ્રદ્ધા હતી એ ગુમાવી દીધી. ધીમે ધીમે ભયને લીધે, નિર્બળતાને લીધે એ ખલાસ થતો જાય છે. જતાં જતાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આંતરવૈભવ દુનિયાને પણ એ ચેપ આપતો જાય છે. જે નિર્બળ છે એ માત્ર ખુદ નિબળ નથી પણ આખા ઘરને, સમાજને, પ્રજાને નિર્બળ બનાવે છે. - પાપી છું, હું દુઃખી છું, મને ભય છે; આ રગ ભયંકર છે. આ ચેપી રોગ છે. એ યાદ આપવા માગું છું કે તું આનંદમય છે પણ તારા આનંદમય સ્વરૂપ ઉપર આવરણ છે. આનંદ તારામાં છે પણ તું તો નથી કારણ કે તે દુઃખને પછેડે આવ્યો છે. તારા મનમાં, તારા વિચારોમાં, તારી ભાવનાઓમાં સતત દુઃખ, દુઃખ અને દુઃખને જ પડછાય છે. માણસ જે જાતના વિચારો અંદર કરે છે તેવું ધીમે ધીમે બહાર થઈ જાય છે. ચિત્રકારના મનમાં અંદર હબસીની વિચારરેખા હોય તો એના ચિત્રમાં હબંસી સિવાય બીજું કાંઈ નહિ હોય. જે Mona Lisaના વિચાર કરે છે એના ફલક ઉપર Mona Lisaનું રહસ્યમય સૌંદર્ય અને સ્મિત આવ્યા વિના નહિ રહે. એમ જેના મનમાં દુઃખનું જ ચિત્ર છે એ સુખી બને કેવી રીતે ? હજારે ડોકટરે આવે, માનસશાસ્ત્રના નિષ્ણાતો આવે કે પછી ફિલસૂફો આવે પણ એ કહે કે હું દુઃખી છું. એ શું કરે ? - હા, કદાચ એને ઈંજેકશન દઈને એ બેભાન કરી શકે. એટલીવાર એ ભૂલી જાય, એને આરામ મળે પણ જેવો એ જાગે કે તરત વિચારે કે હું દુઃખી છું. દુઃખને વિચાર માણસના મનમાં ઘર કરી ગયો છે. એ વિચારને કાઢવા માટે એની સામે સારો વિચાર મૂકવાને Page #56 -------------------------------------------------------------------------- ________________ આંતવૈરભવ ૫૧ છે: હું... આનમય છું. દુ:ખ એ તેા બહારના વિચાર છે, લેાકાએ બેસાડેલેા વિચાર છે. તમે એ સુખી થવા માંગતા હૈા-કેવળ સુખી થવા માંગતા હૈ તેા કાલથી જ થઇ શકેા એમ છે.. પણ લેાકેા પેાતે સુખી થવા નથી માગતા, ખીજાની અપેક્ષાએ સુખી થવા માગે છે. પેાતે બે સુખી થવા માગે તે ખની શકે, પણ બધા લેાકેાની નજરમાં સુખી બને એ કેમ બની શકે ? લેાકેાની અપેક્ષા તમારા હાથમાં નથી અને લેાકેાના સુખ માટે તમારો અભિપ્રાય (opinion) મહુ વધારે પડતા છે. ગુણ્ણાની ખાખતમાં નહિ, દુન્યવી વસ્તુ માટે. ખીજાની પાસે એકાદી ગાડી હૈાય તે તમે માના કે આહાહા ! એની પાસે કેટલુ બધુ... છે, આ માણસ કેટલેા સુખી છે! હવે એની અપેક્ષાએ તમે સુખી કેવી રીતે બા ? તમને ગમે તેટલુ સુખ મળે છતાં તમે તમારું એછું જ માનવાના અને ખીજાનું વધારે જ માનવાના. એટલે તમારું માનસિક, લઘુતાગ્રંથીજન્ય દુઃખ ચાલુ જ રહેવાનું. પણ તમે મનથી નક્કી કરો કે મારે નિરપેક્ષ સુખી થવું છે તેા થઈ શકેા. કેટલાક કહે છે: Happiness is relative સુખ સાપેક્ષ છે; સાચું. બીજાના ઉપર આધાર રાખેા છે ત્યારે સાપેક્ષ (relative) છે, પણ જયારે તમે independent ખની જામે છે, સ્વતંત્ર ખની જાએ છે, ત્યારે relative નીકળી જાય છે, પછી તમે તમારી રીતે સુખી બનવા માગેા છે. ત નિય કરે છે! કે હું સુખી ખનવાના છું, હું આનંદમય, 1 શા માટે મારા ઉપર દુ:ખ આવે ? શા માટે હું દુઃખી થઉં એ જે ઘડીએ આ વિચાર જાગ્યા, પછી જે નાની નાનીધ્યા ખીજાને હેરાન કરતી હૈાય છે તેને તે! તમે ગણુારેશું થ Page #57 -------------------------------------------------------------------------- ________________ પર આંતરવૈભવ જીવન પ્રત્યેનું તમારું દર્શીન જ બદલાઇ ગયું હશે. કુદરતમાં થાતુ અનુકૂલ અને થાડું પ્રતિકૂલ ચાલ્યા જ કરે. એના આં સ્વભાવ છે . અને એ સ્વભાવમાં થેડું ગાઠવીને માણસે adjust થવાનું છે. પેાતાની જાતને અનુકૂલ કરીને શાંતિથી રહી શકે તે દુ:ખી ન બને. રવિવારે તૈયાર થાએ અને વ્યખ્યાનમાં આવવાને સમયે વરસાદ આવ્યા તે! તમે શું કહેા ? · અત્યારે આ વરસાદ, કાંથી આવી પડયા ! વરસાદે તે હેરાન હેરાન કરી નાખ્યા. વર્ષાઋતુમાં વરસાદ આવે છે તે હેરાન થાએ છે કે વરસાદ નથી આવતા તે હેરાન થાઓ છે. એ વિચાર્યું ? માણસને તાત્કાલિક (temporary) સગવડ જોઇએ છે. એની પાસે છત્રી નથી, એને ઘરમાંથી ટેક્સીમાં બેસવું છે ત્યાં સુધી વરસાદ ઊભા રહી જાય તે એનાં કપડાં ભીંજાઇ ન જાય ! કેટલેા સ્વાથી! પેાતાની સગવડ સાચવવા, પેાતાનાં કપડાં બંગલામાંથી નીકળી ગાડીમાં બેસે ત્યાં સુધીમાં ભીંજાઇ ન જાય માટે વરસાદ ન આવે એમ ઈચ્છવું ? પણ એ વરસાદ ન આવે તેા કેટલાય લેાકેા દુઃખી બની જાય, દેશની પરિસ્થિતિ શુ' થઇ જાય એના વિચાર એને નહિ આવે ! પ્રવચનમાં આવતાં જરાક કપડાં ભીનાં થયાં એટલે એની તે! મા બગડી ગઈ ! મેઢા ખેડા જીવ ખાળ્યા કરે. એનું મન પ્રવચનના ચિંતનમાં નહિ, કપડાંમાં છે. ખહાર નીકળે, પૂછે : સાંભળ્યુ કે ?” અરે, સાંભળ્યું શું ? આવતાં આ કપડાં ભીંજાઈ ગયાં, હું તે દુઃખી દુઃખી થઈ ગયા !'' (6 (C એણે નાની-શી વાતમાંથી કેવુ', મેટું દુ:ખ ઊભું કરી નાખ્યું ! ઘરમાં લગ્ન હાય, સાંજે સત્કાર સમારંભ (reception) Page #58 -------------------------------------------------------------------------- ________________ • આંતરવૈભવ પર્વ હોય એ વખતે વાદળાં આવી જાય તો એ દુઃખી દુઃખી થઈ જાય. હવે આખું reception બગડી જવાનું. તારું એકનું reception બગડી જવાનું, પણ બધા લેકેનું conception સુધરી જવાનું. વર્ષાની લો કે તે પ્રતીક્ષા જ કરતા હોય છે. માણસ જ્યાં સુધી આમ બહારની નાની નાની વાતો પર કૂદાકૂદ કરે ત્યાં સુધી એ કઈ પણ સાધનમાં, સગવડમાં કે સંજોગોમાં સુખી નહિ બની શકે. એક ભિખારી એક ઝાડના નીચે એક જ ઠેકાણે બેસીને એકવીસ વર્ષથી ભીખ માગતો હતો. એના મનમાં હતું કે હું એક દિવસ આમ કરતાં પૈસાદાર બનીશ, મોટર લાવીશ અને ગાડીમાં બેસીને ગામના લોકોને lift આપીશ. - એક દિવસ ભિખારી મરી ગયો. ગામડું હતું, બધા ભેગા થયા. બધાએ કહ્યું: આ જગ્યાએ, આજ પથરા ઉપર બેસીને એણે એકવીસ વર્ષ સુધી ભીખ માગી છે, તે હવે એને આ જ જગ્યાએ દાટીએ. એને દાટવા ઊંડે ખાડો ખોદયો તો એ જ પથ્થરના નીચેથી મોટો ખજાને નીકળ્યો ! - જે જગ્યાએ બેસીને એકવીસ વર્ષ સુધી સુખનાં ફાફા માર્યા, પૈસા માટે વલખાં માર્યા અને મરી ગયો ત્યાં જ ખજાને હતો. જરાક ખોદયો હોત તો આ ખજાનો એને જ મળત. ઘણા માણસો સુખ અને શાંતિના ખજાના ઉપર જ બેઠેલા હોય છે. ઉપર બેસીને રોજ વિચારેઃ “એક દિવસ હું જરૂર શાંતિ મેળવીશ. I shall live a happy life - બિચારે સુખના સ્થાન (spot) ઉપર બેસીને સુખની ભીખ માગ્યા કરતો હોય છે. જિંદગીભર સુખ, સુખના વિચાર કરતો. Page #59 -------------------------------------------------------------------------- ________________ આંતરવુંભવ ૫૪ દુ:ખમાં જ મરી જાય ! જે વસ્તુને માટે બહાર ફ્રાંફ્રા .મારીએ છીએ, જે માટે તીર્ઘામાં ભટકીએ છીએ એ વસ્તુ ખીજે કાંચ નથી, આપણામાં જ પડેલી છે. પણ પેલા ભિખારીને ખબર નહિ કે જ્યાં હું એકવીસ વર્ષથી ખેઠેલે છું એના નીચે જ ખજાના પડેલા છે. આ જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ ખાર નહિ પણ અંદર ભરેલી છે. જેમ પેલેા ભિખારી ખાડે ખાદે નહિ એમ આ અંદર જાય નહિ, વિચાર કરે નહિ, અંદર ડૂબકી મારે નહિ. બે ડૂબકી મારે તે! સુખ જ સુખ. અલખત્ત શરીરની માંદગી આવી જાય, અસંહ્ય વેદના પણ થાય, તેમ છતાં શાંત રહી શકે। અને કહેાઃ કાંઈ નહિ, શરીર બેચેન અે પણ થેાડી પ્રાથના કરીશ, શાંતિથી પડયા રહીશ, થેાડુંક વાંચન કરીશ, સ્વજના સાથે બેસીને સારી વાત કરીશ એમ કરીને આ માંદગીનેા સમય વીતાવીશ. પણ રાડે! નાખીને, ચિંતા કરીને, ઉત્પાત કરીને બગાડીશ તે નહિ જ. માંદગી એટલે શું ? તન અને મનની દેાડાદેડ. Heart attack થાય તેા ડૅાકટર કહેઃ છ અઠવાડિયાં સૂઇ જાએ. સૂઈ જાય પણ ચૂપ રહે નહિ. એના cardiogram લે .પણ એના મનનાં તરંગા (waves) તે ચાલતા જ હાય. Cardiogramમાં ફેર કેમ પડે ? શાંતિ કેવી રીતે લેવી એ જ ધમે ખતાવ્યું છે. મર્યા પછી શાંતિ મળે એમ ખતાવતા ધર્મ એ ધર્મ જ નથી. ધમ તેા કહે છે કે જે જીવતાં શાંતિ ન માણે, આનંદના અનુભવ ન કરે, વિચારામાં સુંદરતા ન લાવે એ માણસ મર્યા પછી આ બધુ કેવી રીતે લાવી શકશે ? Page #60 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૫૫ કેટલાક કહેઃ “તમે જે છે તે ખરા ! એક દિવસ એવું જીવીશ જાણે સ્વર્ગ.' કહ્યું : જે આજ નથી જીવતો તે કયારે જીવવાને ? જે ભવિષ્યમાં કરવાની દૃષ્ટિ રાખીને બેઠા છે એ વર્તમાનમાં, પિતાની પાસે જે ક્ષણે છે એને પેલા ભિખારીની જેમ દુરુપયોગ કરી રહ્યા છે. સુખ અંદર શોધવાનું છે. શોધવા માટે નક્કી કરો કે હું આનંદમય છું. આ વિચારને મુખ્ય સિદ્ધાંત (fundamental principle) તરીકે સ્વીકારવાને છે. સ્વીકાર્યા પછી જ આગળ વધી શકાશે. જ્યાં સુધી આ વિચાર તમારા મનના ઊંડાણમાં બેસે નહિ ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. ગાડી ત્યાં જ અટકી જાય છે. ગાડીનાં આગલાં પૈડાં (wheel) આગળ માટે પથર. મૂકી દો અને પછી ગાડીને ચાલુ start) કરે તો ગાડી start જરૂર થાય ,પણ આગળ વધે નહિ. એમ આપણે આપણા વિકાસના માર્ગમાં પહેલાં જ એક દુઃખને પથરો મૂકી દીધે છે. માની લીધું છે કે હું પાપી છું, હું દુ:ખી છું. ખલાસ ! હવે આગળ નહિ વધી શકાય. * જયોતને ચીમની સાથે કાં સરખા ? અંદરની જાત તે ઊજળી જ છે, ચીમની કાળી થઈ ગઈ છે. ચીમનીને જયોતની સાથે એક ન કરે. ચીમની એ મન છે, વાસના છે, વૃત્તિ છે. ત્યાં મેંશ જામી જાય છે. જે તને તો કોઈ અડતું નથી. જયોતને જે અડવા જાય એ જ જલી જાય છે. આપ સહુમાં આ આત્માની જયોત છે. એને કઈ કાળી કરી શકે એમ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ જે આંખ દ્વારા જુએ છે, વાણી દ્વારા વિદ્યા બનીને વહે છે એ જયાત શુદ્ધ છે, નિળ છે; એ ખરાખ કેમ હાઇ શકે? ચીમની ઉપર ચઢેલી મેશને લૂછવાની છે. ચીમની પારદર્શક transparent !રી અંદરની જયાતના પ્રકાશને બહાર. લાવવાના છે. ૫૬ ને હું આનંદમય છું તે। હું આનંદમય કેમ દેખાતે • નથી, આનંદનેા અનુભવ કેમ કરતા નથી? મારા મનની અંદર આનંદ સ્વરૂપના ઉલ્લાસ અને ભરતી કેમ આવતાં નથી ? શૈશવમાં મારા શિક્ષકે મને એક સુવાકય ગેાંખવા આપેલુ Sow a thought and reap an action. તું તારી મનામિભૂમાં એક સુંદર વિચારનું ખીજ વાવીશ તેા એમાંથી સુંદર કાર્ય ના માલ ઊતરશે. જે જાતના વિચારે પીશ એ જાતનું કાર્ય ઊગશે. દુનિયાની સફરે Lady Blavatsky નીકળ્યાં ત્યારે સાથે થેાડાં સુંદર ફૂલનાં ખીજ લઇને નીકળ્યાં. જ્યાં સારી જમીન જુએ, સુંદર બગીચા જુએ કે તરત એ ખીજ કાઢી ત્યાં વેરે. કો'કે પૂછ્યું: “ આ શુ કરેા છે ? ” ‘સુંદર ફળેા અને ફૂલેાનાં બીજને વાવું પણ એ ઊગશે કયારે, એને તમે એવા આવશે! કયારે ? {' ,, 66 છું. ” ,, <" હસીને કહ્યુંઃ એવું ખરુ` કે જે કાંઈ કરીએ એ એઈએ તેા જ એનું ફળ મળે ? જેને માટે કરીએ એ જુએ તેા જ આપણે કાર્ય કરેલુ કહેવાય ? ܕܕ આપણાં સુકૃત્યા કદી નિષ્ફળ જતાં નથી. ખીજા માટે કરીને જાએ છે એ જિંદગીભર આશીર્વાદ આપે છે. એ અંતરના આશીર્વાદના આંદેલના (vibrations) અદૃશ્ય દુનિયામાં પહેાંચતાં હૈાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ‘આંતરવંભવ : ૫૭. છે. થોડા સમય પહેલાં kidney ના રોગોના એક અમેરિકન નિષ્ણાત આવેલા. ઘણ કુશળ. એમની સલાહ લેવા, મદદ લેવા માટે મોટી ગાડીવાળાઓ દોડાદોડ કરવા લાગ્યા પણ સમય થડે હોવાથી appointment આપી શકતા નહિ. એ જે. જે. હોસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં ખેડ સાથે જન્મેલું દેઢ વર્ષનું બાળક હતું. ડેકટરનું ધ્યાન ખેંચાયું. જલદી જવાનું • હતું છતાં એમનું અંતર દ્રવી ગયું. એ નિરાધાર બાળકનું એમણે પોતે જ ઓપરેશન કર્યું. ત્રણ કલાક ચાલ્યું. સરસ ઓપરેશન થયું અને બાળકની ખેડ નીકળી ગઈ. એમને ફી આપવા કોણ ગયું ? આ માનવતાને પુકાર ! * આ બાળકના પિતાએ જ મને આ વાત કરેલી અને વાત પૂરી થતાં અવકાશમાં હાથ જોડીને કહ્યું: “એ જયાં હોય ત્યાં એનું ભલું થજો.” ડકટરે આ સાંભળ્યું નથી, આ જાણ્યું નથી પણ શું એના અંતરના ઉદ્દગાર ત્યાં નથી પહોંચ્યા ? એ પહોચે જ છે. " પણ ઘણા તો કહેઃ “આ પાટ ઉપર મારું નામ લખે તો હું પાટના પૈસા આપું.” કેવી કમનસીબી ! - હવે તમારે ના પાઠ શીખવાનો છે. જે દશ્ય (seen) છે એ અસ્થાયી છે અને જે અદશ્ય (unseen) છે એ શાશ્વત છે. અદશ્ય વસ્તુઓનું રહસ્ય તમને સમજાય તો તમને લાગે કે વિચારના તરંગો, ભાવનાના તો, અંદરથી ઊછળતી વૃત્તિઓ વિશ્વને પહોંચ્યા વિના રહેતાં નથી. - જે બીજ વાવીએ છીએ એનાં મૂળ અને ફૂલ જેવાં જ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આંતરવૈભવ જોઈએ ? અરે! કલ્પનાને પણ આનંદ છે, વિચારેને પણ આનંદ છે, બીજ વાવ્યાને પણ આનંદ છે. તમારે તમારા વિચારોના ક્યારામાં સુંદર વિચારને વાવવાને છે. વિચાર વાવે છે અને કાર્ય બને છે. તમારી દરેક ક્રિયા પાછળ ભાવ કામ કરે છે. જેના વિચારે ખરાબ હોય પણ કાર્ય સારું દેખાતું હશે તે ત્યાં દંભ હશે, એ કામ બહુ લાંબુ નહિ ચાલે. જે જાતના તમે બેઠા બેઠા અંદર વિચાર કરે છે એ જ જીવન છે. પછી ભગવાન પાસે જાઓ, ગુરુ પાસે જાઓ કે યાત્રાએ જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા વિચારો અંદર ઊગી જ રહ્યા છે. unox 3129: Sow an action and reap a habit. માણસ મોટે ભાગે ટેવ પ્રમાણે જીવી રહ્યો છે. સારી ટે સારા માર્ગે લઈ જાય છે. ખરાબ ટેવને લીધે એ નકામે બને છે. નિયમિત ઊઠવાની, પ્રાર્થના કરવાની, સારા વિચારે કરવાની, સારું બોલવાની, સારું આચરણ લાવવાની ટેવ પાડવી હોય તે કાર્ય વાવો. સતત કરાતાં કાર્ય ટેવ બની જાય છે. પછી સહજ રીતે જ એમ જીવાય. ઘણા પથારીમાંથી ઊઠે, શુદ્ધ થાય, હાથ જોડી પરમાત્મા સાથે એકતાર થઈ જાય, અંતર ખેલીને પ્રકાશને અવકારે. આ શું છે? Habit છે, ટેવ છે. કેટલાકને કહે: પ્રાર્થનામાં આવે. કહે ? “અરે, આ તે માથાના દુઃખાવા જેવી વાત છે. આજના આ આધુનિક Page #64 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ જમાનામાં સમયની જ્યાં સમય કયાં છે? વખતની કરીને બેસવું ? ’’ ૫૯ ખેંચ છે ત્યાં નકામી વાતેા માટે મારામારી હેાય ત્યાં આંખેા બધ એને માથું દુઃખે છે કારણ કે એને ટેવ નથી. થેાડીકવારમાં જ એ બેચેન અને હેરાન હેરાન થઇ જવાના. વિચારમાંથી ` કા` ઊભું થાય અને કા માંથી ટેવ ઊભી થાય. ટેવ પડે પછી તમને એમ થાય કે લાવ હું સારું કર્યું. જેમણે સારી ટેવા પાડી છે એમના જીવનમાં પછી એ સહેજ ખની ગઇ છે. પછી એમને કરવું નથી પડતું, થઇ જાય છે. ફાઇને ખીડી પીવી પડે છે. છીંકણી સૂંઘવી પડે છે, ચ્હા પીવી પડે છે. આ ખધી ટેવ છે. એમ સારા વિચાર કરવાની, સારા ભાવે। ફેંકવાની, સારું જોવાની, ખરાખ તત્ત્વોને ફૈ કી દેવાની પણ ટેવ છે. સીતાફળ લાવે છે. ત્યારે શું કરે છે? ઉપરનાં ફેતરાં ફેકા છે, અંદરના ખીયાં પણ ફેકે છે! અને વચ્ચેના માલ ખાઇ જાઓ છે. સીતાફળમાં કેટલું બધું ફેંકી દેવું પડે છે તેમ છતાં પણ ખાનારા લઇ આવે છે. લેનાર વિચારતા નથી કે. આટલું ખલું ફેંફેંકી દેવું પડે છે અને ખાવાનું તે ખસ આર્ટલું જ ! જીવનમાં આ શીખવાનું છે. સંસાર સીતાફળ જેવા છે. તમને બધા જ સારા દેખાય એવું નહિ બને. બધું સારું જ મળશે એમ પણ નહિ માના, કારણ કે તમે ખુદ પાતે પણ એટલા ખધા સારા નથી. એ તમે સામ્બેસેાળ આની સારા હૈ। તેા તે। વાત જુદી છે, પણ જરા તપાસી જુએ ! આ તેા ચૌદ કેરેટનુ સાનું વીસ કેરેટના સેાનાની ટીકા કરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આંતરવૈભવ સારું જોવાની ટેવ પડી જાય પછી બધે સારું સારું જ જુએ. એને વિશ્વમાં, સર્વત્ર સુંદરતા દેખાય. siloy! 21201 : Sow a habit and reap a character. ચારિત્ર્ય એ જીવનનું બંધારણ છે, જીવનનું અસ્તિત્વ છે. ટેવમાંથી સ્વાભાવિક રીતે ચારિત્ર્ય ઘડાય છે ' ચરણ : Sow a character and reap a destiny ચારિત્ર્યની વાવણું કરે તે ભાગ્યનું નિર્માણ થશે તમારું ભાગ્ય એ પેલો બિચારે જોષી શું લેવાને? તમે તમારું ઃ ચારિત્રય જાણે છે. ભાગ્ય તમારા હાથમાં જ છે. વિચારને વાવીને આચરણ લીધું, આચરણને વાવીને ટેવ લીધી, ટેવને વાવીને ચારિત્ર્ય ઘડ્યું અને ચારિત્રયને વાવીને ભાગ્યનું નિર્માણ કર્યું. તમારા ભાગ્યના નિર્માતા તમે જ બન્યા ને ? તમારા સર્જનહાર તમારા સિવાત્ર કોણ છે? વા વિચાર કે હું આનંદમય છું. તરત તમારા મોઢા ઉપર થોડાં થોડાં આનંદનાં કિરણે દેખાશે. મોઢા ઉપર એકવાર આનંદ દેખાશે પછી ધીમે ધીમે આનંદમાં રહેવાની ટેવ પડશે. તમારી આંખોમાં, તમારા શબ્દોમાં, તમારા મુખ ઉપર આનંદ જ દેખાશે. પછી તમારું આખું ઘડતર આનંદમય બની જશે. - ભગવાને કહ્યુંઃ જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં રહે છે એ નવા કર્મમળને સંચય કરતો નથી અને જૂના મળને ક્ષય કરે છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન શું છે? સદા પ્રમોદભાવમાં અને આનંદભાવમાં રહેવાનું. સારાને જોઈને તમારામાં પ્રમોદને ઉછાળો આવે અને Page #66 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૬૧ દુઃખીને જોઈને કરુણાનું ઝરણું વહે. ચેતના અને ચિત્ત પ્રસન્ન હાય તે ધર્મધ્યાન અને શુકલધ્યાનને જીવનમાં નિવાસ થાય. આ દુનિયામાં જે કાંઈ સારું અગર ખરાબ દેખાય છે એનું સર્જન પહેલાં માણસની મને ભૂમિમાં થાય છે. મને ભૂમિમાં જે થાય છે એ અદશ્ય છે પણ એ જ શાશ્વત છે, સાચું છે. - આ અદશ્ય જગતમાં જેની વાવણી કરીએ છીએ એનું જ પરિણામ એક યા બીજી રીતે જગતમાં દશ્યમાન થાય છે. જગતને આનંદરૂપ જેવું હોય, તમારે આનંદરૂપ બનવું હોય તો પહેલાં તમારી મને ભૂમિને એક જ વિચારથી ભરી દો. હું આનંદમય છું. આનંદમાંથી પ્રાદુર્ભાવ છે અને આનંદમાં જ મારી પૂર્ણ નિર્વાણ સમાધિ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ એક ભાઈ મળવા આવ્યા ત્યારે ખૂબ રાજી રાખું. હતા: એમના કાંઠે એક ઘડિયાળ હતું, એનું ડાયલ ખૂબ જ આકર્ષીક હતુ.. પૂછ્યુ. તા કહે : “ બારસાનું Omegaનું ઘડિયાળ મને માત્ર પેાણાખસામાં મળી ગયું ” મેં કહ્યું: “ બહુ સરસ કમાણી કરીને આવ્યા ! ’’ "C ખીજે દિવસે એમના ઘડિયાળી મિત્રને એ ખતાવવા ગયા. એણે ખાલ્યુ, યુ., એલી ઊઠ્યો: ભલા માણુસ, આ મશીન તેા બનાવટી છે, પૂરા પચ્ચીસનું પણ નથી ! હા, ડાયલ Omegaનું છે. એક અઠવાડિયું ચાલે તે તારુ ભાગ્ય.’’ એ પા! મારી પાસે. આવ્યા. મહારાજશ્રી, હું તેા ખની ગયા, સાવ બની ગયા.” “ પણ શું થયુ ? · ગઇ કાલે રાજી હતા આજે નારાજ ! પલમે* તાલા પલમે માસા.” “મશીન બનાવટી નીકળ્યું, પચીસનુ પણ નથી.” જીવનમાં પણ આવું જ છે. બહારનું વન ડાયલ છે, અંદરનું જીવન મશીન છે. જે માણુસા ડાયલ ઉપર માહી પડે છે અને મશીન સામે શ્વેતા પણ નથી એમના હાથમાં ડાયલ રહે છે પણ મશીન બદલાઇ ગયેલું હાય છે. સારી વસ્તુ વસાવવી હશે તે! ડાયલની સાથે મશીનને પણ શ્વેતાં શીખવું પડશે. મશીનની પારખ અનિવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ • આંતરવૈભવ ૬૩ માનવ જીવનને સુંદર બનાવવું હોય તે ભૌતિક - વસ્તુઓની જેમ પારખ અને કાળજી કરે છે તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ કરે. તમને જાણે છે તેમ મનને પણ જાણે. તન એ ડાયલ છે, મન એ મશીન છે. મન ચના (mechanism) નહિ જાણે તે હાથમાં ડાયલ રહી જશે અને મશીન સાવ ઠેઠિયું આવી જશે. આંચકાની સાથે બંધ પડી જશે. જીવનમાં એક આંચકો લાગતાં હૃદયનો હુમલો (heart attack) થઈ જાય છે ને ? પછી છ અઠવાડિયાં સુધી આરામ! એક- હા, આ હૃદય એક આંચકે સહન કરી શકતું નથી. તનને વ્યાયામ છે તેમ મનને પણ વ્યાયામ છે. એથી મન આઘાતક્ષમ (shockproof) થવું જોઈએ. ઘડિયાળમાં shockproof હોય છે ને ? પણ પહેરનાર shockproof છે? એને કેટલા આંચકા (shocks) લાગવાને સંભવ છે ? ધાર્યું ન હોય એ બની જાય, ધાયું હોય એ સરકી જાય, કલ્પના ન કરી હોય એ જોવું પડે, કરેલી કપના ધૂળમાં મળી જાય અને જે બીજાના ઘરમાં ન જોયું હોય એ પોતાના જ ઘરમાં બની જાય. થાય, હવે જીવીને શું કામ છે ? જીવનમાં હવે શું મઝા છે ?' વાત ખોટી છે. તમે કોઈને માટે જીવવા નથી આવ્યા. તમે માત્ર લોકોને પાળવા માટે, પિષવા માટે, ખવડાવવા માટે, કીર્તિ વધારવા માટે, ભેગું કરીને આપવા માટે જ નથી આવ્યા. પણ અંદરને વિકાસ સાધવા માટે અને અનંતની યાત્રા પૂર્ણ કરવા માટે આવેલા છે. એ વિકાસને વિચાર ન કરે અને માત્ર બહારનું સાચવવામાં રહી જાઓ તો જે મેળવવાનું છે એ જ રહી જાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ | સાધનાથી તન અને મનને ઘડવાનું છે. ગમે તેવો આંચકો લાગી જાય ત્યારે સમાવીને તમે હસીને કહી શકેઃ વા નહિ, - એવું પણ બને. બીજાને ત્યાં અને એ મારે ત્યાં પણ બની જાય. બીજાની જેમ હું અંતરથી કાયર કે દુઃખી નહિ બનું. કારણ કે મેં મારી અંતરની દુનિયા તૈયાર કરી છે. સારી ઘડિયાળની કિંમત ડાયલ ઉપરથી નહિ પણ એના મશીન ઉપરથી, એના યંત્રોની રચના ઉપરથી, એની ઝીણવટ ઉપરથી થાય છે. મશીને તૈયાર થયા પછી એમને તપાસવા માટે, પ્રયોગ (experiment) માટે, એમને આંચકા (shocks) આપવામાં આવે છે. મૂલ્યવાન અને સારી વસ્તુને બરાબર તપાસીને, એની પરીક્ષા કરીને જ બજારમાં મૂકવામાં આવે છે. નહિતર કંપનીનું નામ બદનામ થાય. ન જેવી રીતે કંપનીના માલિક બધી રીતે પરીક્ષા (test) કરીને ઘડિયાળાને બજારમાં મૂકે છે તેવી જ રીતે મનને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, ચિત્તના વિશ્લેષણ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સાધના દ્વારા તૈયાર કરીને વિશ્વમાં વિહરવાનું છે. આજે તમારું મન sub-conscious mind નબળા વિચારેનું શિકાર બની ગયું છે. નબળા વિચારે નાનપણથી આપવામાં આવ્યા છે.' * સુખીમાં સુખી માબાપ દીકરાને દુઃખીમાં દુઃખી બનાવે છે. એને જે તાલીમ આપવી જોઈએ તે નથી આપી શકતાં. કઠેરતા અને દુઃખ પણ અમુક પ્રમાણમાં જિંદગીમાં ખાતરનું કામ કરે છે. - જૂના જમાનાની આ વાત છે. જયપુરમાં એક શિક્ષક ક્ષત્રિયકુમારને ભણાવતા. એ ખૂબ જ પ્રમાણિકતાથી ભણાવતા. Page #70 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ વિદ્યાર્થીમાં ભૂલ દેખાય તો ભણાવતી વખતે કો'કવાર પંદર મિનિટ તો કોવાર અર્થે કલાક એક પગ ઉપર રહેવાની સજા પણ કરતા. શિક્ષા અને પરીક્ષાની એ ઘણી રીતો વાપરતા. પણ વિદ્યાર્થી સરસ તૈયાર થઈ જતો. ત્યાંના રાજાને સંતાન ન હોવાથી એણે દૂરના સગાના આ છોકરાને દત્તક લઈ ગાદી ઉપર બેસાડ્યો. ગાદી ઉપર આવ્યા પછી નવા રાજાએ પેલા શિક્ષકને બોલાવીને કહ્યું: “હવે મારે વારે છે. તમે મને માર્યો, એક પગ ઉપર ઊભે રાખ્યો અને શિક્ષા કરી તે હું ભૂલ્યો નથી. મારી આંખમાંથી આંસુ પડતાં હતાં ત્યારે પણ તમે સ્વસ્થ રહેતા.” શિક્ષકે હસીને કહ્યું: “બદલો લેવો હોય તો ભલે લે. પણ મને જ ખબર પડી હોત કે તમે રાજા થવાના છે તે હું આના કરતાં પણ વધારે શિક્ષા કરત. મને ખબર નહિ કે તમને આવી મોટી સત્તા મળવાની છે, તમે પ્રજાના પાલનહાર બનવાના છે.” જે પ્રજાના પાલનહાર બનવાના હોય એને જીવનની બધી જ શિક્ષા અને દીક્ષા આપીને એની દષ્ટિને વ્યાપક અને પૂર્ણ વ્યવહારુ બનાવવી જોઈએ. * જે ઘડામાં અમૃત ભરવાનું છે એ ઘડો જ પાકે ન હોય તે અમૃત પણ ઢળે અને ઘડો પણ જાય. સાચા માતાપિતા કોણ છે? જે પોતાનાં સંતાનોને તૈયાર કરવા માટે જીવનની કડક સાધના તરફ પણ લઈ જાય છે તે. માણસને સગવડેએ નહિ, પણ સાધનાએ મહાન બનાવ્યો છે. સાધનાથી સબળ બનેલું મન ગમે એવા પ્રસંગમાં અણનમ રહી શકે છે. સુષુપ્ત મનમાં જેટલા પ્રમાણમાં સહન કરવાની શક્તિ વધે છે એટલા પ્રમાણમાં એ માણસ મહાન બને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આપણું શિક્ષણ પણ કેવું છે ? મરવાના જ વિચારે આપે; નિખળતાને પોષે. હું મરી જવાના છું, મારાથી શું થવાનુ માટીના માણસ કરી કરીને શુ' કરી શકે તેમ છે? આવા નબળા વિચાર। જેના જીવનમાં છે તે સુખની હવાનાં આનંદભર્યાં સ્વપ્રો પણ કયાંથી સૈવી શકે ? ૬૬ તમારા મનમાં, વિચારામાં એવી તાકાત ભરવી એઇએ કે જેથી તે અકલ્પ્ય બનાવામાં અણુનમ રહી શકે. કેટલાંક ડાયલ દેખાવમાં સામાન્ય હોય પણ કામ સબળ રીતે કરે. લાલખહાદુર શાસ્ત્રી વડા પ્રધાન થયા ત્યારે ઘણા કહેતા કે આ શુ* કરશે ? એમનું ડાયલ સામાન્ય દેખાતું હતું, પણ મશીન સરસ હતું. ગાંધીજી, સાક્રેટિસ એ બધાં આવાં ડાયલ હતાં, પણ એમનાં મશીન એટલાં મજબૂત (sound) હતાં કે દુનિયાના ગમે એવા આંચકા લાગી ગયા છતાં એ બગડ્યાં નહતાં. ઘણા કહે કે હવે પાકા ઘડે કાંઇ નવા કાંઠા ચઢી શકે? આજના જમાનામાં skin grafting. હૃદય બદલી (heart transplanting) શકે તેા જૂના ઘડાને નવા કાંઠાના શું વાંધા આવે ? આ એક. 1ક માનસિક વૃત્તિ છે. હવે અમારામાં કાંઇ પરિવતન (changes) નહિ થાય. માની લીધું. માણસ પેખતે જ જ્યાં આમ માનતે થાય પછી એને કાણુ ખદલી શકે ? એમ કહેા કે જીવનની છેલ્લી પળ સુધી સુધારાને અવકાશ છે, વિચારાને બદલવાની તૈયારી છે, જિંદગીની છેલ્લી પળ સુધી Page #72 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ હું વિશ્વશાળાને છાત્ર છું, અભ્યાસ કરવા માટે ઉત્સુક છું. પછી જુઓ તમારું મન કેવું ગ્રહણ કરે છે, તમારી સ્મરણશક્તિ કેવી વધે છે ! પછી તમે કેડિયાને નહિ, તને જોતા થશે. જ્યત પીળી કે કાળી નથી. જયોતને કઈ રંગ નથી. દુનિયામાં ગમે ત્યાં જાઓ, દી સળગાવે પણ તને રંગ એક જ હશે. હિંદુસ્તાનને માણસ હોય, કે આફ્રિકાને પણ બધા એક જ જાત લઈને બેઠા છે. ચીમનીઓ જુદી જુદી હોઈ શકે છે, એ ચીમનીઓ ઉપર રંગ (colours) જૂદા જૂદા ચઢી શકે છે. જે જાતનું તેલ અંદર બળે છે એ જાતના રંગ ઉપર ચઢતા જાય છે. આત્માનું આનંદ સ્વરૂપ કદી પાપ સ્વરૂપ નથી બની શકતું. પાપ સ્વરૂપ કોણ બને છે? મન. મનને લીધે જીવનમાં પાપવૃત્તિ પ્રવેશે છે અને એને લીધે લઘુતાગ્રંથિ (inferiority complex) બંધાય છે. - બહેને નાની હોય ત્યારથી જ એમના મનમાં ભરવામાં આવે છે કે આપણે છોકરીની જાત કહેવાઈએ, આપણાથી આ ન થાય, આપણી ચારે બાજુ ભય છે. એ બાઈ પચાસ, સાંઠા કે સિત્તેર વર્ષની થાય તો પણ એમ જ માને કે આપણે તે સ્ત્રીની જાત, નબળી જાત કહેવાઈએ. - સીતાએ રાવણ જેવા રાવણને કે જવાબ આપેલો! એ પણ સ્ત્રી હતી, પણ તે જમાને સ્વીકારને પુરુષ સ્ત્રીને નહી પણ સ્ત્રી પુરુષને પસંદ કરતી. , - રાવણે સીતાને કહ્યું : “વિધિએ ભૂલ કરી કે તારા જેવી રૂપરમને જંગલમાં ફરનારા રામ જેવાને સોંપી દીધી. તારે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આંતરવૈભવ પાંદડાં ઉપર સૂવાનું હોય ? વલ્કલ પહેરવાનાં હેચ ? ફળ ખાવાનાં અને જંગલમાં જીવવાનું હોય ? આ વિધિની ભૂલને હું સુધારવા માગું છું. તને સેનાની લંકાથી શૈભવીશ, સુંદર વસ્ત્રો અને ઉત્તમ ભેજનથી સત્કારીશ, તને સામ્રાજ્યપદે મહારાણું કરી બેસાડીશ.” સીતાએ શું કહ્યું? “રાવણ તને ખબર નથી, તું કાગડો છે. એઠું કોણ ખાય ? કાગડા અને કૂતરાં. તું એઠું ખાવા. નીકરાયો છે. તારી જાતને તું રામની સાથે સરખાવે છે ? તારી બહેન શૂર્પણખાએ આવીને રામને ઘણી વિનંતી કરી પણ રામે એની સામે પણ નથી જોયું. રામ જંગલમાં ફરે છે, જમીન ઉપર સૂએ છે, પણ એંઠવાડ નથી ખાતા. રાવણ, તું વામણ છે, રામ વિરાટ છે.” રાવણને ચેલેન્જ કરવાની શક્તિ ક્યાંથી આવી? આ અંદરની શકિત છે, આપણા બધામાં છે. તમે જે આવા નહિ બનવા માગો તે તમને કઈ બનાવી શકે એમ નથી. આપણે જે આપણી ચીમની નહિ માંજીએ તે કોઈ આવીને માંજી શકે એમ નથી. આપણે સ્વાધ્યાયમાં, પ્રવચન શ્રવણ કરવામાં, ધ્યાન ધરવામાં શું કરીએ છીએ ? ચીમની તરફ નહિ, એકલી જત તરફ એકાગ્ર બનીએ છીએ. એની ઉજજવળતાને ખ્યાલ આવે છે. ઘણાખરા માણસો આત્માની આ તેજોમય તને જોઈ શકતા નથી, એના સામે ઊભા રહી શકતા નથી. લોકો શરીરને ધૂએ છે પણ મનથી શરૂઆત કરે તો બહુ મજા આવે. વ્યાખ્યાન પહેલાંની આપણી આ પ્રાર્થના મન દેવા માટે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આંતરવભવ - તમે બહારથી આવો, કેટલાય આડાઅવળા વિચારો લઈને આવો, વાતો લઈને આવો, ચિંતા લઈને આવે, જરાક પ્રાર્થના કરે, મન દેવાઈ જાય, વાતે અને વાસનાને મળ નીકળી જાય અને ચિત્ત શાંત થાય. જમીન સરખી થાય તો એના ઉપર સર્જન થાય. સમૂહ પ્રાર્થના પછી મન શાંત થતાં આપણામાં એકાગ્રતા આવે. ચૈતન્ય તરફ, પરમ ત તરફનજર નાખતાં ઉલ્લાસ આવે. આત્માનું દર્શન થાય. * આજે તમારાં મન અશાંત છે, મનમાં ભય છે. રાત્રે તમને ભયજનક સ્વપ્નો આવે છે. તમે તમને પાણીમાં ડૂબી મરતા જુઓ, તમને જંગલનાં જાનવરે ખાઈ જતાં જુઓ-આ બધાં સ્વપ્ન કેમ ? મનમાં બેઠેલા ભયને કાઢી નાખો, પછી પાણીમાં તમે તમને ડૂબતા નહિ તરતા જોશો અને જંગલનાં જાનવરો તમને ખાતાં નહિ, પ્રેમ કરતાં દેખાશે. - મનમાં આનંદમયે સ્વરૂપનું અધિષ્ઠાન થયું પછી પ્રત્યેક પ્રસંગ તમને જુદી રીતે જ દેખાશે. પરિસ્થિતિના સ્વામી બનશો કે દાસ ? પરિસ્થિતિના સ્વામીમાં તાકાત છે, એ હિંમતથી કહે છેઆ પરિસ્થિતિને હું કાબૂમાં (control) રાખીશ. પરિસ્થિતિને દાસ શું કહે ? અરેરે ! હવે મારાથી શું થાય ? આ વાત વખાણવા કરતાં વિચારવા જેવી છે. " બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનું લશ્કર જોઈને ઇંગ્લેંડના વડા પ્રમુખ ચેમ્બરલેઈનની છાતી બેસી ગઈ. - પાર્લામેન્ટમાં આવીને કહ્યું : “આપણે તો ખલાસ થઈ ગયા. હવે નહિ જીતી શકીએ. આપણું કાંઈ નહિ વળે.” એનું Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આંતરવૈભવ મન તૈયાર ન હતું, થાકી ગયા હતા. સામેથી ચર્ચાલ ભે થયો: “અરે, એમાં શું છે ? આપણે કઈ કમ છીએ?” જેમાં એક હાર જોઈ, બીજાએ એમાં જ જીત જોઈ. ઘણાખરા પરિસ્થિતિના દાસ બનીને, એને આધીન બનીને, પરિસ્થિતિના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. જે તણાય છે એ નદીના પ્રવાહમાં તણાતો તણાતો મહાસાગરમાં ફેંકાઈ જાય છે. જે તરે છે, મહેનત કરે છે એ જ કિનારે પહોંચે છે. પરિસ્થિતિમાં તણાયા જ કરીશું તે શોક, ચિંતા, દુઃખ અને દુગતિમાં ફેંકાઈ જઈશું. પણ તરવાનો પ્રયત્ન કરીશું તો જરૂર પાર કરીશું. અલબત્ત, બાવડા દુઃખશે, પાણીનાં મેજાના જબરદસ્ત ધક્કા ખાવા પડશે, ગુલાટ પણ ખાવી પડશે, પણ કિનારે જરૂર પહોંચાશે. પુરુષાર્થથી તૈયાર થયેલ ચૈતન્ય જેમ માને છે કે હું આનંદમય છું તેમ માને છે કે હું જ્ઞાનમય પણું છું. . ઘણાખરા માને છે કે આપણે તે અજ્ઞાની, આપણે કાંઈ જ જાણતા નથી, ભણુએ એટલું જાણીએ બાકી આપણામાં શું ‘હું અભણ છું, હું અજ્ઞાની છું, હું તુચ્છ છું. આ વિચારનું શું પરિણામ આવ્યું ? આજે કઈ કહે તો તરત જવાબ મળશે હું ભૂલી જઈશ, મને બહુ યાદ રહેતું નથી, લખી લેવા દે.' જે પોતાને અજ્ઞાની અને ભુલકણે માને છે અને આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧. આંતરવૈભવ વિચારને ઘર કરવા દે છે એ લખી તો પણ એને યાદ નથી રહેતું. લખ્યું છે એ યાદ કરાવવા માટે પણ એને કે’કની જરૂર પડે ! - એક કૅફેસરે નક્કી કર્યું કે મારે કોઈ દિવસ કેઈના ય લગ્નમાં ન જવું. એને મિત્ર એને લમમાં જ મોયે, પૂછયું : “તમે અહીં ક્યાંથી ?” “અરે ! તો ભૂલી જ ગયો કે મારે * લગ્નમાં નથી જવાનું. તમે કહ્યું ત્યારે યાદ આવ્યું !” - ના, તમે હવે નવા વિચાર કરો. હું જ્ઞાનમય છું, હું અનંત જ્ઞાનને સ્વામી છું. મારી અંદર અનંત જ્ઞાન પડેલું છે; મારે એને બહાર લાવવું છે. હીરામાં તેજ છે તે મારી અંદર જ્ઞાનને પ્રકાશ છે. આજે એ ઢંકાઈ ગયા છે, એને જ બહાર લાવવાનું છે. કેવી રીતે બહાર લાવશે ? ચકમકની અંદર અગ્નિ પડ્યો છે. ચકમક હાથમાં લેશે તો કાંઈ નહિ દેખાય. પણ ઘસવા માંડશે તો એમાંથી અગ્નિની શક્તિ બહાર આવશે. - આપણામાં જ્ઞાન છે; એની ઉપર મોહનું આવરણ છે. જેમ જેમ પ્રયત્ન કરતાં જઈએ તેમ તેમ આવરણ ઘસાતું જાય અને અંદરનું જ્ઞાનતેજ બહાર આવતું જાય. - જ્ઞાન બહારથી નહિ, અંદરથી આવે છે. જેવી રીતે ટેલિફોનમાં એક બાજુથી બીજી બાજુ અવાજ સંભળાય છે એમ માણસના મનમાં પ્રવાહ અને અંતરપ્રવાહનાં ઊછળેલાં મેજ સામા કિનારે પહોંચે છે. - જે ચૈતન્યની શક્તિ ઉપર દૃષ્ટિ રાખી કામ કરે છે, અનંત શક્તિઓને સ્વામી એ આત્મા પોતાનામાં તેમ જ સહુમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ બિરાજમાન છે એવી અનુભૂતિથી જે પ્રવૃત્તિ કરે જે એનામાં અંતઃસ્ફુરણા – (intuition) વધારે તીવ્રતાથી કામ કરે છે. ૨ પેાતાના મનમાં થતા વિચારેને ધ્વનિ સામાના મનમાં થાય છે અને પેાતાને કહેવાની વાત સામાના મુખથી કહેવાઈ જાય છે. સામાને કહી જવાનું કામ કાણ કરે છે? આપણું અનંત જ્ઞાનમયે ચૈતન્ય. આ જ્ઞાન ઘણી રીતે અવિષ્કાર લે છે. વિદ્યા મેળવવાથી, પ્રયત્ન કરવાથી, એકની એક વાત ઉપર એકાગ્રતા કરવાથી. શૈશવકાળમાં અમારા શિક્ષક અમને કહેતા : Give maximum strain to your brain and everythiug will be clear. બને એટલું મનને એકાગ્ર કરે અને તમને જવાબ મળી જશે. લોકેા ખાવાનું જેટલું પસંદ કરે છે એટલું વિચારવાનું નથી કરતાં. ખાવાનું ત્રણવાર જોઇએ પણ વિચારવાનું એક વારમાં પતી જતું હેાય તે! કેવું સારું? કહે કે અમારા વતી તમે જ વિચારી લેા, તમે જે કહેશે। એ બરાબર જ હશે. Less to stomach and more to brain. પેટને એછું અને મગજને વધારે. અત્યારે દુનિયામાં ઊંધું ચાલી રહ્યું છે. પેટને ખૂન્ન અને મગજ ખાલી. શરીર માટું થાય અને મગજ નાનું થાય, ખલાસ થઇ જાય. એટલે જ તે psychiat rist અને psychology analyse કરનારા ડોકટરાના રાફડા વધતા જ જાય છે. મગજ ખાલી થતું જાય અને શરીર વધતું જાય પછી સ્થિતિ શું થાય ? અવળી થાય. એકાગ્રતા એ શકિત છે, એ જેટલા તેટલા પ્રમાણમાં ચૈતન્યની જ્ઞાનશકિત પ્રમાણમાં વધે. બહાર આવે. Page #78 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ધ્યાન એ જ્ઞાન મેળવવાનુ સાધન છે. ધ્યાન સાધ્ય નથી, જ્ઞાન સાધ્ય છે. ધ્યાન સાધન છે, સાધ્યને પ્રાટ કરે છે. જેમ જેમ તમે ધ્યાન ધરતા જાએ તેમ તેમ જ્ઞાન આવતું જાય છે. આપણે આત્મા પોતે જ જ્ઞાની છે, જ્ઞાનમય છે, જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનને આપણે પેાતે પામી શકીએ એ માટે ધ્યાન એ સાધન છે, means છે. ૭૩ જેમ નીચેથી ઉપર આવવા માટે નિસરણી છે એમ જ્ઞાનની દુનિયામાં પહેાંચવા માટે ધ્યાન એ પણ નિસરણી છે. ધ્યાનની નિસરણી દ્વારા જ્ઞાનાનંદ મહેલમાં પ્રવેશ કરવાના છે. સી. વી. રામનના પિતાએ ઘાસનાં તણખલાં ભેગાં કરીને દીકરાને ખેલાવ્યા અને કહ્યું: “ બેટા ! આ તણખલાં ઉપર સૂર્ય કિરણ પડે છે પણુ બળે છે ?'’ દ તા પછી એ અંદરથી magnifying glass લઇ આવ્યા, અને એના પર સૂર્ય'નાં કિરાને કેન્દ્રિત કર્યાં. ત્યાં તે ઘાસનાં તણખલાં સળગી ઊઠયાં. પિતાએ કહ્યું : “ એયું ? સૂર્યનાં કિરણે। તે ત્યાં જ હતાં પશુ વિખરાયેલાં હતાં. આ magnifying glass એ શુ કર્યુ ? કિરણાને એકાગ્ર કર્યાં. એમનામાં શક્તિ આવી. શક્તિએ આ તણખલાંઓને ખાળી નાખ્યાં, ” આખા દિવસ સૂર્યં તપ્યા કરે પણ એ ઘાસને ખાળશે નહિ. પણ પાંચ મિનિટ ને તમે સૂર્યનાં કિરણાને કેન્દ્રિત કરા તા ઘાસની ગંજી પણ સળગી જાય. 66 પિતાએ પુત્રને કહ્યું : કર, તેા એમાંથી શક્તિ પેદા થશે. આજે આપણી શક્તિ વિખરાયેલી છે, એટલે એ વહી જાય છે. તુ જે કાંઇ કામ કરે તે એકાગ્રતાથી "" Page #79 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ બધા કહે છે કે પાણી મળતું નથી. પણ ચારે બાજુ નળ ખુલા હોય ને પાણી ચાલ્યું જાય તે જ્યારે પાણી જોઈએ ત્યારે ન જ મળે ને ? આપણી શક્તિ પણ આજે એમ જ વહી રહી છે. આ દિવૃ એવામાં, સાંભળવામાં, બોલવામાં, ચિંતા કરવામાં, પારકા ભારે ઉઠાવવામાં, લોકોની પંચાત કરવામાં શક્તિઓ નષ્ટ થઈ રહી છે. પછી જોઈએ ત્યારે કયાંથી મળે ? " આ શક્તિઓને કેન્દ્રિત કરવાની છે, એકાગ્ર થવાનું છે. જેમ જેમ શકિતઓ સંચિત થતી જાય છે તેમ તેમ આપણું સ્વામિત્વ પ્રગટ થાય છે. લોકો માને છે કે જ્ઞાન બહારથી આવે છે. ના, બહારથી નથી આવતું. જે છે તે જ બહાર આવે છે. . તમે પૂછશે એમ કેમ ? શાળામાં બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બધાને એક જ શિક્ષક ભણાવે, એક જ પુસ્તકમાંથી ભણાવે છતાં એક વિદ્યાર્થી ફર્સ્ટ કલાસ, એક સેકન્ડ કલાસ, એક થડ કલાસ અને કેક તે વળી ઊડી જ જાય છે. શું શિક્ષકે પક્ષપાત કર્યો? શું પુસ્તક જુદાં હતાં? ના. પહેલા નંબરે આવ્યો એણે એકાગ્રતાથી ભણવાનો પ્રયત્ન કર્યો અને અંદરની શકિતઓ બહાર આવી. જે જ્ઞાન બહારથી જ આવતું હોત તે ચે પડીએથી, શિક્ષકથી, શાળાથી બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકસરખા ઉત્તીર્ણ થાત. પણ પુસ્તકો એક હોવા છતાં, શિક્ષક એક હોવા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર અંતર પડતું જાય છે–એનું કારણ ઓતરેક શકતઓને વિકાસ જુદો છે. . Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ આંતરવૈભવ * શાન અંદર છે, બહારનાં સાધને, બહારનાં નિમિત્તો એને મદદ કરે છે. - God helps those who help themselves. ભગવાન તેને મદદ કરે છે જે પોતાની જાતને, પોતે મદદ કરવા તૈયાર થાય છે. જે પોતાની જાતને તયાર કરવા માગતા નથી એને ભગવાન પણ મદદ નથી કરતા. - તમે બેઠેલા હે, પગમાં ખાલી numbness આવી જાય, ઊભા થવા પ્રયત્ન કરે પણ ભા ન થઈ શકે તે બાજુવાળો શું હાથ નથી આપતે ? એ જાણે કે તમે ઊભા થવા માગો છે એટલે હાથ આપે છે. પણ તમે આરામથી બેઠા છે તો કોઈ આવીને નહિ કહે કે ચાલે, તમને ઊભા કરું. - જે પિતે ઉપર આવવા માગતા હોય, એમને જ અદશ્ય શકિત મર્દદ કરે છે, પણ જે પિતે ઊભા થવા નથી માગતા એમને દુનિયાની કોઈ શકિત કે વ્યકિત મદદ કરતી નથી. - જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, એકાગ્ર બનીને વિચાર કરીએ છીએ, આપણે વિશ્વબળને નિમંત્રીએ છીએ અને સ્વાગતથી બળ આવે છે. ' ઇસ ૫ ગુલામ હતો. એના માલિકને એક દિવસ વિચાર આવ્યોઃ “ગામમાં સાચો માણસ કોણ છે? કોણ પિતાની જાતને મદદ કરવા માગે છે ?' 'એ ગામના કૂવે એક સાંકડે રસ્તે જતો હતો ત્યાં એણે રાત્રે ખાડો ખોદાવીને અંદર અશરફીની નાની થેલી મૂકી અને Page #81 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ એની ઉપર મોટો જબરજસ્ત પથર મુકાવી દીધા. વહેલી સવારથી માલિક બાજુની હવેલીમાં બેઠે બેઠે બધાને જોયા કરે. પાણું ભરવા જતાં આવતાં સ્ત્રી પુરુષો ઠેકર ખાય અને ગાળો દે. અને બબડયા કરેઃ “રસ્તા વચ્ચે કયા નાલાયકે આ પથરે નાખ્યો?” કોઈ વળી સારું દેખતો હોય તે બાજુમાં થઈને ચાલ્યા જાય. ઘણુએ ઠોકર ખાધી, ઘણા ગબડયા, કેટલાકે ગાળ દીધી, કેટલાક બાજુમાં થઈને ચાલ્યા ગયા. એટલામાં ઈસપ પાણી ભરવા નીકળ્યો. એણે જોયું કે રસ્તામાં મોટો પથરે પડ છે. થયું “કો'કને વાગશે તો ?” વાસણ નીચે મૂકી પથરાને હલાવવા લાગ્યા. પથ માટે હતે. બાજુમાંથી જનારને એણે વિનવ્યાઃ “ દોસ્ત ! જરા મદદ કરશે ? હાથ આપશે ?” “કેમ? અમે કાંઈ મફતમાં મજૂરી કરનારા છીએ ?” ઇસપે જેર ' કરી એક જોરદાર આંચકો માર્યો, ત્યાં તો પથરે છળીને બાજુમાં જઈ પડયો. ખાડામાં જોયું તે અશરફીઓની થેલી!. - ઈસપ હસી પડયે. “સારું થયું પેલે મદદે ન આવ્યું !” એટલામાં એના માલિક આવ્યા. “ઇસપ, આ અશરફીએ તારી છે, આજથી તું મારી ગુલામીમાંથી મુકત. ..આ ગામમાં માણસ કોણ છે તે જોવું હતું.” લોકે કેવા એદી છે ? પડી જવું કબૂલ છે, દુઃખ સહન કરવું કબૂલ છે પણ કોઈને પુરુષાર્થ કરવો નથી. શ્રમ વિના સિદ્ધિ સંભવે ? માણસે ઘણું છે પણ માણસ ક્યાં છે? પુરુષાર્થ વિના પુરુષ શેને? “માણસ” જ પુરુષાથથી અંદરની શકિતઓને બહાર લાવે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આપણું જ્ઞાનમય શકિત બહારથી નહિ આવે. જરાક પેલા પથ્થરને ખસેડવાની જરૂર છે. પથ ખસેડશો તો જ્ઞાનની અશરફીઓ તમારે ત્યાં જ છે. - અભિશાપ દેવાથી ઠોકર મળશે, જ્ઞાનની અશરફીએ નહિ. શરીર સામે જોવામાં ઘણા વર્ષો કાઢયાં. હવે બાકીનાં વર્ષો આત્મા સામે જોવામાં કાઢવાની ઘડી આવી ગઈ છે. એ નિશ્ચય દઢ કરે. - હું આનંદમય છું, શેકને ફેંકી દઈશ. હું જ્ઞાનમય છું, અજ્ઞાનને અડવા નહિ દઉં. Page #83 -------------------------------------------------------------------------- ________________ હું અજ્ઞાની છું આ નિર્બળ વિચારને લીધે માણસની સ્મૃતિ ઓછી થઈ છે. એ યાદ રાખવાનું યાદ રાખી શકતો નથી. યાદ રાખતાં પહેલાં જ એ વિચારતો હોય છે કે મારું મગજ કાચું છે, મને યાદ નહિ રહે. “હું ભૂલી જઈશ” એ વિચાર જ તમને ભુલાવી દે છે. પૂર્ણ શ્રદ્ધાથી વિચાર કે શા માટે હું ભૂલું ? મારી પાસે સુંદર મગજ છે, એવી કોઈ વાત નથી જે મને યાદ ન રહે. નકામી વાતો યાદ રહે છે તે કામની વાત યાદ કેમ ન રહે? હું જ્ઞાનસ્વરૂપ જ છું. જ્ઞાન એ મારા આત્માને મૂળ ગુણ છે. - આમ વિશ્વાસ (confidence, વધતો જશે તેમ તેમ તમારું આત્મજૂરણ (intuition) પણ વધતું જશે. સૂર્ય પહેલાં અરુણ આવે તેમ કાર્ય પહેલાં કારણ આવે. આજે માણસનું વાચન વધારે છે, વસ્તુઓને સંગ્રહ ખૂબ છે, માહિતી ખૂબ ભેગી કરી છે પણ આંતરસ્કૂરણ ક્ષીણ થઈ રહી છે. એટલે જ એ જેવીઓ ઉપર, બેટા (bogue) માણસે ઉપર, જાદુમંત્ર કરીને ચમત્કાર કરનારા બાવાઓ ઉપર, સમયને અનુરૂપ મીઠું મીઠું બોલનારા ધૂર્તો ઉપર વધારે આધાર રાખે છે. ' " તમારે હાથ જોઈને એ જોષીએ શું કહેવાના ? એનામાં જો જીવન ભાખવાની શક્તિ હેત તે એ આવા પાંચ-પચાસ રૂપિયા માટે તમારા હાથ જોવા અને તમારી જન્મોત્રીનાં કાગળિયાં Page #84 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૭૮ વાંચવાને વ્યવસાય કરત ખરા ? પોતે જ દુઃખી છે તે તમને સુખી કેમ કરે ? - હું જ્ઞાનસ્વરૂપ છું, એ બળવાન વિચાર આવતાં જૂના અજ્ઞાનના સંસ્કારો નીકળી જશે અને અંદર રહેલો જ્ઞાનને સ્ત્રોત બહાર આવતે દેખાશે. નિર્બળતા, થાક, કંટાળા, સતત આવતી આળસ-આનું મૂળ કારણ શું છે ? આત્મશક્તિનું વિસ્મરણ અને શારીરિક અશક્તિનું સ્મરણ. એક દિવસ માથું દુખે તો બીજે દિવસે પગ, ત્રીજે દિવસે શરીર દુઃખે તો ચોથે દિવસે બેચેની. મનથી સ્વીકારી લીધેલી આ પરિસ્થિતિ છે. આત્મા તે તંદુરસ્ત છે, એને કોઈ રોગ નથી. રોગને સંબંધ શરીર સાથે છે, શક્તિને સંબંધ આત્મા સાથે છે. જેમ જેમ તમે દેહપ્રધાન બનતા જાઓ છે તેમ તેમ નિર્બળ અને રેગી બને છે. અને પછી તો તમે રોગમાંથી ઊંચા જ આવતા નથી. રેગ આખર તો મનની જ પરિસ્થિતિ છે. - તમને ખૂબ ક્રોધ આવ્યો હોય, કોઈના ઉપર ખૂબ ખીજાઈ ગયા છે, ક્રોધની તમે જબરજસ્ત તાણ અનુભવી હોય અને એ જ કલહના વાતાવરણમાં રાત્રે તમે સૂઈ જા . સવારના ઊઠો ત્યારે સખત દુઃખાવાથી માથું ફાટી જતું હોય ત્યારે તમે કહે કે રાતના શરદી લાગી ગઈ એટલે માથું ફાટે છે! પણ તમે ભૂલી ગયા કે માથાનો દુ:ખાવો શરદીને લીધે નહિ પણ ગઈકાલના ક્રોધને લીધે છે. ક્રોધની અવસ્થામાં જ્ઞાનતંતુઓને વધારે પડતું જોર આપ્યું, ખૂબ દબાવ્યાં, તાણ્યાં, એને લીધે માથાને રોગ થયો. * * એ ક્રોધ ન કરે, સમતા રાખે, કહેવા લાયક વાત એક બે શબ્દોમાં કહી દે તે આ સ્થિતિ કયાંથી જન્મે ? Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આંતરવૈભવ અમેરિકામાં ડૅા. મેયેા Dr. Mayo અને એમના મિત્રે ભેગા મળીને વિશ્વવિખ્યાત Mayo Institute ની સ્થાપના કરી. એકવાર બે મિત્રો વચ્ચે મતભેદ થયા, મિત્ર ક્રોધમાં આવ્યા અને આવેશમાં આવીને ન બેાલવાના શબ્દે ખેાલવા લાગ્યા. પાંચ-દ્રુસ મિનિટ ખાયા. અંતે થાકયા: ‘હું આટલું બધુ ખાલુ છું તે તું કેમ ખેાલતેા નથી ? ડૉ. મેયેાએ હસીને કહ્યું : One madman is enough in this room, આ એરડામાં એક,જ ગાંડા ખસ છે. ’ એ ગાંડા ભેગા થાય તા જ ધાંધલ થાય. 66 99 જે ક્રોધના આવેશમાં આવીને પેાતાનુ સમતોલપણું balance ગુમાવે છે એ પરિસ્થિતિને આધીન બનીને પરિસ્થિતિથી જ દુખાઇ જાય છે. એ ગાંડા ન કહેવાય તેા શું કહેવાય ? પરિસ્થિતિને આધીન નથી બનવાનું પણ પરિસ્થિતિને આધીન બનાવવાની છે. ત્રણ પ્રકારના માણુસા છે. એક પ્રકાર પરિસ્થિતિને આધીન બની વિચારે કે સાગા જે.બાજુ લઇ જાય તે બાજુ ગયા વિના ચાલે તેમ નથી. Man is a creature of circumstances પરિસ્થિતિનું જંતુ ખની જીવ્યા કરે. પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા કરે. એની ગણતરી કાંઇ નથી. દુનિયામાં એવા લાખા જન્મે છે અને મરે છે, એમના જન્મને, જીવનને કે મરણુના કાંઇ અર્થ નથી. ખીને પ્રકાર વિચારે કે મારે પરિસ્થિતિઓમાં તણાવું નથી પણ પરિસ્થિતિની બહાર નીકળી જવું છે. એ પાણીના પ્રવાહમાં તણાવા નથી માગતે તેમ સામા પ્રવાહે જવાની એનામાં પૂરતી શક્તિ નથી એટલે એ બહાર નીકળી કિનારે જઇને બેસી જાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ત્રીજો વિચારે છે. મારે તે પરિસ્થિતિની સામે થઈને પણ પેલે પાર જવું છે. દુનિયા પણ જોતી રહે કે પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા વિના એ બાહુબળ તરીને બહાર આવી ગયો. . જે પરિસ્થિતિને તરીને સામે કિનારે જાય તે જ માન, સન્માન અને આદરને પાત્ર બને છે. તમે જરાક માંથું ઊંચું કરશે, સારું કામ કરવા નીકળશે તે તમારી વાતો કરનારા વિરોધ ઉઠાવનારા, પાછળથી ખેડનારા ઘણા ઊભા થવાના.કારણ કે મોટા ભાગના માણસે વામણ pigmies છે. એવે સમયે શું હારી જશે ? શું એમ કહેશે કે હું શું કરું ? સહુ વિરોધમાં ઊભા રહ્યા, સહુ સામે થઈ ગયા; કેઈને સાથ નથી તે હું જીવનમાં આગળ કેમ વધું ? કવિ ટાગોરે શું કહ્યું? “તારી જો હાક સૂણું કોઈ ના. આવે તે એકલે જાને રે.” - તારી સાથમાં કઈ ન આવે, તારાં દૂર દૂરનાં સ્વપ્નાં સમજવા માટે સામા માણસે પાસે હૃદય અને બુદ્ધિ ન પણ હોય તે ય તું એકલે નીકળી પડજે. . 'સ્વજનો અને મિત્ર સદા સાથ આપે જ એવી અપેક્ષા ન રાખશો. શુભેચ્છા માત્ર એટલી જ રાખવી કે સાથ આપે તે સારી વાત છે, પણ બધાને બધા સાથ આપે જ એવું જીવનમાં નથી બનતું. વળી સ્વજને અને સંબંધીઓને આપણા જેટલી સમજ ને પણ હાય.. છે. એક જ કુટુંબમાં ત્રણ ભાઈઓ હોય; એક ડાહ્યો, બીજો મધ્યમ તે ત્રીજો વળી સાવ જ પાગલ. .. જો એક કુટુંબમાં જ આવું બને તે સંસારમાં શા માટે ન Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આંતરવૈભવ બને ? શા માટે માની લેવું કે "ધાના સાથ અને સથવારા મળે તેા જ જીવનમાં આગળ વધી શકાય? જેણે આસપાસના માણસાના અભિપ્રાયા (opinion) પૂછવામાં જ જીવન પૂરું કર્યું. તેના જીવનમાં ક્દી પ્રગતિ થાય ? કહે, મારામાં અનંત શક્તિએ પડી છે. એને બહાર લાવવા માટે મારે પ્રયત્ન કરવાના છે. વિરાધનાં તત્ત્વા ખળવાન હૈાય ત્યારે જ આગળ વધવામાં મઝા આવે છે. કામ કરે ત્યારે થાડાક લોકોના ગણગણાટ હૈાય તે ચાક્કસ જાણજો કે તમારા કામમાં ભલીવાર છે. માણસમાં કાંઇક છે તે સામે શક્તિ ઊભી થાય છે. પતંગ ચગાવવા હાય તેા સામે વન જોરદ્વાર હવા એઇએ. પવન ન હોય તેા પતગ પડી જાય. જેને જીવનના પતંગ ઉપર ચઢાવવા છે, દૂર દૂર લઈ જવા છે એને પરિસ્થિતિના સામા પવન જરૂર જોઇએ ’તમારી સામે કાઇ કહેનાર ન હેાય તે તમે કોઇ કામ વ્યવસ્થિત કરી શકતા નથી. તણાયા વિના તરી જાય તેની જ દુનિયામાં યાદ રહી જાય છે. શરીરને નહિં આત્માના વિચાર કરવાના. મારા આત્મામાં અનંત શક્તિએ પડી છે. શરીરને લઇ જનાર, વેગ આપનાર આખર તે આત્મા છે, અંદર બેઠેલી આત્મિક શક્તિ છે જે ઘડીએ મન થાકે છે, ત્યારે શરીર થાકી જ જાય છે. તમને જમવા માટે ખેાલાવે, મનભાવતી વાનગીઓ પીરસે, કાળિયા હાથમાં લે અને તમારા યજમાન તમને અપમાનજનક શબ્દ કહે, પછી જુએ જમવામાં કેટલી મજા આવે છે? થાળીમાં ભાવતી વસ્તુએ છે પણુ મનને આઘાત લાગ્યા પછી ભેાજનમાં મજા નથી આવતી, ભેાજન જ નીરસ થઇ જાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ શરીર ત્યાં છે, જીભ વાનગીએ સામે જ પડી આ બધુ જ નાપસંદ. । ૮૩ ત્યાં છે, ખાનાર મેઢુ ત્યાં છે, પણું અંદરનું તત્ત્વ બગડ્યુ એટલે જીવનના માટે આધાર મન ઉપર છે, આત્મા ઉપર છે. આ વાત ભૂલીને લેાકેા ચાવીસે કલાક શરીર ઉપર જ ધ્યાન આપે છે. પુનઃ પુન: વિચારવું ઘટે: હું શક્તિએના સ્વામી આવે નિ`ળ કેમ બની ગયા ? ધારું તે કરી શકુ એવા હું અત્યારે દરેક ખાખતમાં શ`કા અને વહેમથી કેમ ઘેરાઇ ગયા ? માણસનું મન કેટલું નિળ બની ગયુ છે ? રજાએ માં કયાં જવું તે માટે પણ નિણય ન લઇ શકે. કહેઃ લાવે, હવે આપણે ચીઠ્ઠીએ નાખીએ. ચીઠ્ઠીએ નાખવી પડે એ વિચાર શક્તિનું અપમાન નથી ? નાનપણુથી જ તમારા મગજમાં વડીàા ઠસાવતા આવ્યા છે, “તું શું કરવાના ? તું શું સમજે? તારાથી કાંઇ નહિ થાય, ભેંસી જા..” 99 .. તમે શાળામાં જાએ ત્યાં જેને જીવનનું દશન નથી એવા માત્ર ખી એ. થયેલા શિક્ષકો શુ ભણાવે? “ખેસી જા, તું નહિં સમજે, તને શું આવડવાનુ છે ? ઠાઠ, બેસી જા. ’” પછી ગુરુઓના વારે આવે, “તમે સ`સારી લાકે, પાપમાં પડેલા, અજ્ઞાની. તમે આત્માની ખાખતમાં શુ... જાણું! ? સંસારના ખાડામાં પડેલા સ્વર્ગની વાત શુ' જાણું!?” ત્યાં પણ એવે નિખળતા અને હીનતાના ઉપદેશ દેવામાં આવે પછી સમાજમાં જ્યાં કામ કરવા જાવ ત્યાં પણ એ જ પડઘા પડે, એવું જ સાંભળવા મળે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આંતરવૈભવ આ અજ્ઞાનમય ઝેરી વાતાવરણ મનને એવું નિખળ, નાખે કે માણુસ ખલાસ થઇ જાય થાકેલું..., અશક્ત, અજ્ઞાની કરી અને ઉદાત્ત કઇ વિચારી જ ન શકે. 66 એ કામ કરે પણ સાંજે એની અવસ્થા તે જુએ ? થાકેલે, કંટાળેલા; ઘરમાં કાઇ ખેાલાવે તેા કહૈ “ ખેાલાવશે! નહિ. જોતા નથી, આખા દિવસ કામ કરી કરીને મરી ગયા. ’ ભલા આદમી, તું મરવા માટે કામ કરે છે કે જીવન જીવવા માટે? તમારું પ્રત્યેક કાય તમારા જીવનના આનંદ હોવા જોઇએ, પ્રત્યેક પ્રવ્રુત્તિ મનને પ્રસન્નતાપૂર્વક ઉપર ઉઠાવે એવી હેાવી જોઇએ પ્રવૃત્તિ આનંă ન આપતી હૈાય તેા પ્રવ્રુત્તિને આનંદમય ખનાવા જે મેાળુ' છે એમાં આનંદની મીઠાશ રેડવાથી એ મધુર ખની જાય છે. રસ રેડીને કામ કરે। પછી એ કા માં થાક નહિ પણ ઉત્સાહ આવે. ઉત્સાહમાં માણુસ શુભ ધ્યાનમાં રહે, પછી કર્મ બંધન કયાંથી? દુ:ખી, થાકેલા, કરતાં કરતાં શેક કરનારા માણુસ જે કાંઇ કામ કરે છે એમાં એ કમ ખાંધે ‘શાકે સંસાર વધે ઘણુાં, શાક નર્કની ખાણુ.’ ' કામ કરતાં કરતાં માણસે મુક્ત બનવાનું છે. સતત પ્રશ્ન પૂછવાના છે: “મારી પ્રવ્રુત્તિ મને જીવનના દૃષ્ટિકેાણુ તરફ લઇ જાય છે ?” પચાસ વર્ષ પહેલાંની વાત છે. એક ઝવેરી કુટુંબ ધંધે સમેટી દેશમાં જવાનું હતું પણ પિતાની ઇચ્છા દીકરાને ઝવેરાતના ધંધામાં રાખવાની હતી. દીકરાને સારામાં સારે ઝવેરી બનાવવા, ધંધામાં તૈયાર કરવા પેાતાના અનુભવી મિત્રને સોંપ્યા અને એ દેશમાં ગયા. Page #90 -------------------------------------------------------------------------- ________________ આંતરભવ ૮૫ આજથી મારા પિતાના સ્થાને આપ છે, આપ જેમ કહેશે। તેમ હું કરીશ.” ઝવેરીએ કહ્યું: “ આ ઝાડુ લે, દુકાન બરાખર સાથી વાળી, બધા કચરા કાઢે, ” 66 યુવાનને ક્ષણભર વિચાર આવી ગયા. “શું હું અહીં ઝાડું કાઢવા રહ્યો છું?” પણ વડીલની આજ્ઞા માનીને આખી દુકાન બરાબર ત્યાં ઝવેરીએ ફરી કહ્યું: “આ કચરા બહાર નહિ; આ ડબ્બામાં નાખવાનેા ” સાફ કરી. ખીજા દિવસે પણ એ જ કહ્યું: “તારે આ જ કામ કરવાનું. દુકાન ચાખ્ખી કરવાની, કચરા કાઢવાના, ખરાખર ચાખ્ખા નીકળવા જોઇએ. એ કચરો બહાર ફેંકવાના નહિ પણ આ ડબ્બામાં નાખવાના ”. આમ કરતાં છ મહિના નીકળી ગયા. છ મહિના સુધી યુવાન પાસે એક જ કામ કરાવ્યું: દુકાન સાફ કરવાની, કચરા કાઢવાના, ડબ્બામાં નાખવાના. કોઈ કોઈ વાર બપારના સમય મળે ત્યારે હીરા બતાવે. 66 આ એક દિવસે વડીલે યુવાનને ખેલાવ્યા. પેલા ડખ્ખા લઈ આવ.” “કયા ડખ્ખા ?” “કચરાને.” ડખ્ખા લાવ્યા. ટેબલ ઉપર ઊંધા કર.” કચરા?” “હા, હું જેમ કહું તેમ કર.” પછી સારા ઝીણા ચાળણાથી ચાળવા બેઠા. ધીમે ધીમે કચરા ચળાઈ ગયા. થોડા નાના નાના હીરા કચરામાંથી નીકળી આવ્યા. ! વડીલે કહ્યું : “ ઝવેરીનું પહેલુ કામ આ છે: કચરા કેમ કાઢવા. ઝવેરીના ધંધા જ એવે છે કે એ ગમે તેટલી ચેકસાઇથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આંતરવૈભવ હીરા ખેતે હૈાય તે પણ એકાદા હોરા ગમે ત્યારે ઊડી જાય, લપસી જાય, હાથમાંથી સરી જાય. ઝવેરીને ત્યાંના કચરામાં પણ હીરા હૈાય. જે આ નાના કામમાં ધ્યાન રાખી શકે તે જ ચીવટથી ખીજામાં ધ્યાન રાખી શકે, આગળ વધી શકે શ્રમ કર્યા વિના આગળ વધી શકાતું નથી. આ પાર્ડ પણ મારે તને શીખવવેા હતેા.’ ઝવેરાતના ધધામાં નિષ્ણાત બન્યા પછી પેાતાના જીવન પ્રસંગ લખતાં એ લખે છે : “મને કચરા કાઢવાનું કહ્યું ત્યારે મારા વડીલ મને કડવા લાગ્યા હતા. પણ આજે હું એમના ઉપકાર કઈ રીતે વ્યક્ત કરું ? એમણે પાયાનું જ્ઞાન (basi: knowledge) આપ્યું તે હું આટલા આગળ વધ્યા ! '” કચરામાં હીરા શેાધેા તે હીરામાં તમે શુ' ન શેાધેા ? ભળેલા યુવાનોના મનમાં એક માન્યતાં બંધાઈ જાય છે: “ આવું નાનું કામ મારાથી કેમ થાય ? મારા જેવા માણસ કરે કાઢે ? ” એટલે જ સવારે સા સા ઇ ડ બેઠક કરનારા યુવાનેા પિતાને પાણીના ગ્લાસ ભરીને આપતાં શરમાય છે. ‘ના, પાણી લાવવાનું કામ હું કેમ કરું ? એ કામ નાકરનું ! 66 એણે કામને હલકું માન્યું. ખરી રીતે કામ હલકું નથી, એના વિચારા હલકા છે, જેના વિચારા હલકા છે એ જ માને કે આ કામ મેટું અને આ કામ નાનું, માણુસને જે ક’ઇ કા` મળ્યું હૈાય તે દ્વારા એને ઉપર આવવાનું છે. એના કાર્યાંનું લક્ષ્ય પૂર્ણતા હૈાવું ઘટે. જીવનમાં આ દૃષ્ટિ આવતાં તમારા પ્રત્યેક કાર્યમાં સ’ગીતના અનુભવ થવાના કાર્ય દ્વારા વિકાસનાં પદ્મચિહ્નોનું દશન થવાનું. જે માણસ એકાગ્રતાપૂર્વક કામ કરતા નથી એ જીવનની કોઇ પણ બાબતમાં આગળ વધી શકતા નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ८७ બાળપણની એ કવિતા સાંભરે છે ? Work while you work and play while you play. ભણવા બેસે ત્યારે ભણવા માંડજે અને રમવા બેસે ત્યારે રમવા માંડજે. રમે ત્યારે ભણવાના વિચાર ન કરતેા અને ભળે ત્યારે રમવાના વિચાર ન કરતા. બાળકોની આ શિખામણ પ્રૌઢાને પણ એટલી જ ઉપયોગી છે. માણસ એક કામ કરતાં કરતાં ખીને વિચાર કરે છે. પૂજા કરતાં દુકાનના વિચાર કરે અને માળા ફેરવતાં શાક સમારવાના વિચાર કરે. વિચાર શક્તિને એક દિશામાં વાળવાની આદત નથી. આ પદ્ધતિ ન હેાવાને લીધે જે કાય કરવું એઇએ એ પૂર્ણ નથી કરતા અને ન કરવાના કાર્યના વિચાર કરવા માંડે છે, એના પડધા વ્યાપારમાં, વાતેામાં અને જીવનમાં પડે છે. માટે જ આ વિચારને વિકસાવી મનમાં દઢ કરવાના છે કે હું શક્તિમય છું, ધારું તે હું કરી શકું. મારું શરીર તે! એક ઉત્તમ સાધન છે; પણ અંદર કામ કરનારા તે મારા આત્મા છે. એની પ્રેરણા પ્રમાણે જ આ શરીર કામ કરે છે. એક અંતિ વૃદ્ધ પુરુષ હતા. ખાટલામાંથી ઊભા થવું હૈાય તેt ય નાકર ઊભા કરે તેા જ એ ઊભા થઇ શકે. એવી પરાધીન અવસ્થા હતી. એક દિવસ એ ઘરમાં પહેલે માળે આગ લાગી, ખૂમાબૂમ થઈ. તમને આશ્ચર્ય થાય એવી આ વાત છે. પાંચ માળના બિલિઁડગમાંથી પાંચે માળના દાદરા ઊતરીને પહેલા નીચે આવનાર હાય તે। એ દાદા હતા ! જે ખાટલામાંથી ઊભા ન થઈશકે એ પાંચ દાદરા ઊતરીને કેવી રીતે આવી શકે ? એનું કારણ શરીર નહિ, આત્મા છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આત્મવીય અનંત છે, એ સ્ફુરતાં મન તૈયાર થઇ ગયું. હુકમ કર્યાં ‘ ચાલ ’ એટલે પછી શરીરને તેા ચાલવું જ પડ્યું, ઢેડવું જ રહ્યું. ८८ આ શરીરમાં કાંઈ જ નથી. શરીર તે! માત્ર એક પંચભૂતનુ’ મિશ્રણ છે. આપણે સહુથી વધારેમાં વધારે મહત્વ આને આપી બેઠા છીએ. પણ એ પચમૃતના તત્ત્વનું જે સંચાલન કરે છે, એને ચિંતન આપે છે, એ દ્વારા જે કામ લે છે એના તે અભ્યાસ પણ કરતા નથી, એને અભ્યાસ વધતાં ખ્યાલમાં આવશે કે આ પંચભૂતના મિશ્રણ પાછળ એક અદ્દભુત તાકાત કામ કરી રહી છે. આ ચૈતન્ય જે રીતે દેરે છે એ રીતે આ શરીર જાય છે, એનામાં પેાતાનામાં કાંઈ નથી. શરીરને બહારના સાધન તરીકે રાખે અને સાચવેશ પણ અંદર કામ કરી રહેલી શક્તિ સબળ જ રહે અને નિળ ન બને એ વિચારવાનું છે. સંસ્કારાને લીધે, વાતાવરણને લીધે અને પરિસ્થિતિને લીધે મન નિબળ બને છે. પરિસ્થિતિ આપણા ઉપર સવાર થાય ત્યારે સાવધાન બનીને વિચાર કરવા કે આ પરિસ્થિતિને દબાવીને ઉપર કેમ આવવું ! અને તમે પ્રયત્ન કરો તે પરિસ્થિતિમાં પલટા જરૂર આવે. શિલ્પીએની દુનિયામાં જેનુ નામ ગણાય છે એવા વિશ્વ વિખ્યાત માઈકલ એન્જલે Michel Angelo ના જીવનના આ પ્રસંગ છે. ઘણાં શિલ્પા કર્યાં. અંતે ઇશુનુ એક અપૂર્વ શિલ્પ બનાવવા એણે સ્વપ્ન સેવ્યું. તે માટે માસુમ, નિર્દોષ, જેની આંખેામાં પ્રેમ અને મૈત્રીના ભાવ ભરેલા ઢાય એવી આકૃતિની જરૂર હતી. આવા બાળકની શેાધમાં દાઢ વ નીકળી ગયું. એક દિવસ એક બાળક રમતું દેખાયું. એને વાંકડિયા વાળ હતા, સુંદર આંખા હતી, માઢા Page #94 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૮૯ ઉપર જાણે હમણાં જ પ્રભુને ત્યાંથી આવ્યું હોય એ પ્રકાશ હતો. એની આકૃતિ સુંદર અને સૌમ્ય હતી બાળકને જોતાં જ એને થયું કે ઈશુનું રૂપ પથ્થરમાં કંડારવા માટે આ બાળક યોગ્ય છે. માતાને કહ્યું: “કહે એટલા પૈસા આપું પણ તમે તમારા બાળકને લઈને આવે, મારી સામે બેસાડે, હું આ સૌમ્ય આકૃતિને પથ્થરમાં કંડારવા માંગુ છું.” માતા કાબૂલ થઇ, શિલ્પ તૈયાર થયું, Christ ની નિર્દોષતા અને માનવતા જીવંત બન્યાં. ઘણાં વર્ષો વીતી ગયાં. માઇકલને થયું : જેવી રીતે ઇશુની સુંદર પ્રતિમા સજી એવી જ રીતે એની સામે હવે જેની આંખમાં ખૂનીનું ખુન્નસ હોય અને માં પર ડાકુ જેવો ભાવ હોય એવા જુડાસ Judasની આકૃતિ તૈયાર કરૂં. બાર વર્ષ પછી એક એવો જ માણસ જડી આવ્યો. દારૂડિયા, જુગારી અને વાંસનાથી ચકચૂર. પચ્ચીસ વર્ષને એ યુવાન હતો. શિલ્પીએ શિ૯૫ની વાત કરી, યુવાને હા કહી. જુડાસની આકૃતિ તૈયાર થઈ અને શિલ્પીએ આ કૃતિને પેલા ઈશુની પ્રતિમાની બાજુમાં મૂકી. યુવાને બન્ને આકૃતિઓ જોઈ. ઇશુની અને જુડાસની. આ જોતાં જોતાં એને ભૂતકાળ સાંભર્યો, મન ભરાઈ આવ્યું. આંખમાંથી. અશ્રુની ધારા વહી રહી. આંસુથી આંખો ધેવાઈ ત્યારે એની એ જ આંખે સૌમ્ય અને કરુણાળુ બની ગઈ. - માઈકલ જોયા જ કરે “આ શું થયું ? જેની આંખે. કરતાથી ભરી હતી, જેની આંખોમાં દયાને છાંટો પણ ન હતા એ આંખે આટલી સૌમ્ય! આટલી મૃદુ !” આ યુવાન તો પશ્ચાત્તાપથી ધ્રુસકે ધ્રુસકે રડી જ રહ્યો હતે. માઈકલ નજીક આવ્યો. ખભે હાથ મૂકીને કહ્યું: “ભાઈ! રડે છે કેમ ?” યુવાને જવાબ આપ્યો “આ ઈશુને તમે કંડાર્યો છે તે બીજું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આંતરવુંભવ કાઈ નથી પણ હું પોતે જ છું. એ વખતે હું કેવા નિર્દેષ હતા, માતાની સાથે આવ્યા હતેા. અહીં બેસાડીને તમે મારી આકૃતિ દેરી હતી. આ બાર વર્ષોંના ગાળામાં ખરાબ સંગતે હું કેવા ખની ગયા ? દારૂડિયા બન્યા, વ્યસની બન્યા, જુગારી અને અનાચારી બન્યા, રૂપ અને લાલસાની પાછળ ઢેડી ઢાડીને પશુ બન્યા. આજે હું ચારી કરી શકું છું, ખરાબ નજર નાખી શકું છું, નીચ અને અપ્રમ કામ હસીને કરી શકું છું, અંતરાત્મા મને હવે ડંખતા નથી. પણ આજે આ બે આકૃતિઓ શ્વેતાં હું જુડાસ છું તે જ હું ઈશુ હતેા તેને ખ્યાલ આવે છે. ઇશુ જુડાસ કેમ બની શકે છે અને જુડાસ ઈશુ કેમ બની શકે છે એ જ જોયા કરું છું, બીજું કાંઈ નહિં. મારું જ તત્ત્વ મને કેમ નીચ બનાવી શકે અને નીચે લાવી શકે છે અને મારું તત્ત્વ મને કેમ ઊર્ધ્વગામી બનાવી ઉપર લાવી શકે છે એ એના જેમ જેમ વિચાર કરતા જાઉં છું તેમ તેમ મારું હૃદય ભરાઇ આવે છે, પશ્ચાત્તાપથી હું બળી જાઉં છું.” માઇકલે કહ્યું: મારા શ્રમ આજે સફળ થયા છે. મેં તે માત્ર પથ્થરમાં આકૃતિ કંડારી હતી પણ આજે મને તારાથી જીવંત પ્રભુનું દર્શન થયુ` કે ભગવાન અને શયતાન કાંય નથી, અંદર છે માણુસ જ ક્રાઇસ્ટ છે અને માણસ જ જુડાસ છે. યાદ આવ્યું “ The kingdom of Heaven is within you.'' સ્વર્ગ નું સામ્રાજ્ય બહાર નથી, તારામાં જ છે. તું ધારે તે સ્વ રચી શકે અને ભૂલે તે। જીવનને નરક પણ બનાવી શકે. નરક અને સ્વર્ગ બનાવનાર આ શરીર નહિ, આંખેા કે ઇંદ્રિયા નહિ, પણ આપણે ખુદૃ છીએ. Page #96 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ તમારામાં ઈશ્વર બેઠે છે, શક્તિને સ્વામી બેઠો છે. ધારો એટલે વિકાસ કરીને ઉપર અને ઉપર જઈ શકો છો, દુનિયાને કાંઈક આપી શકો તેમ છે. - માણસને આ જાગૃતિની જરૂર છે, કે કાંઈસ્ટ પણ મારામાં છે અને રામ પણ મારામાં છે, ભગવાન મહાવીર પણ મારામાં છે અને ભગવાન બુદ્ધ પણ મારામાં છે. જયારે હું અહિંસા, સંયમ અને કરુણાભર્યું જીવન જીવું છું ત્યારે હું મહાવીરના પંથે ચાલ્યો જાઉં છે અને જયારે હું હિંસા, વિલાસ અને કરતાભર્યું જીવન જીવું છું ત્યારે હું ? ગોશાલકના પંથે ચાલ્યો જાઉં છું. . ઉત્તમતા અને અધમતા આ એક દષ્ટિ છે, પરિસ્થિતિ છે. આને પૂર્ણ ખ્યાલ આવતાં આપણામાં જે ફુરણ આવે, સ્કૂર્તિ જન્મ-હું શા માટે આ ન બનું? મારી આ શ્રેષ્ઠ શક્તિઓને હું શા માટે બહાર ન લાવું ? માણસને આવા પ્રેરણાદાયી વિચાર આવતા નથી. તે કહે: હું શું કરીશ? મારાથી શું બની શકશે ? હું નિર્બળ માણસ કરી કરીને શું કરવાને ? . . - નિર્બળ વિચાર જીવનમાં કાર્યને ઉત્સાહ કયાંથી લાવે ? દરિયાની ભીની હવામાં જેમ શેકેલા પાપડ હવાઈ જાય છે તેમ નિબળ વિચારમાં ઉત્સાહ ઠંડે પડ, મરી જાય છે. - તમારામાં એક બળવંત જીવંત તત્ત્વ છે તેને જે દિવસે તમને અનુભવ થાય તે દિવસે તમે જાગ્યા કહેવાઓ, જ્યાં સુધી આ વિચાર ન જાગે ત્યાં સુધી તમે ઊંઘતા છે. . . - “અનંત શક્તિઓની શકયતા મારામાં પડી છે”, “હું ધારું તે કરી શકું ” આ ખ્યાલ આવ્યો અને નવપ્રભાત થયું. Page #97 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ આજે આત્મા ધાર તેા નથી, કરવા માટે નિર્ણય .કરતેા નથી; તંદ્રાને ઉડાડીને એ માર્ગે લાગ્યા નથી એટલે જીવન દુઃખી છે. તંદ્રા ઊડે પછી એને માટે કોઇપણ વસ્તુ અશકય નથી. ૯૨ ઊંઘવું અને જાગવું એ માત્ર આંખા સાથે જ સંબંધ નથી ધરાવતાં, ખરી રીતે તે વિચાર। સાથે જ ધરાવે છે. આંખ ખુલ્લી હાવા છતાં ઘણા વિચારામાં નથી ઊંઘતા ? બગીચામાં કાયલ અને કાગડા અડાઇ પડ્યાં, અથડાઇને એ ઝાડ ઉપર જઇને બેઠાં. કાગડાએ ‘“કા, કા' કરીને પેાતાના કર્કશ આવાજથી વાતાવરણને કલુષિત કરી નાખ્યું ત્યારે પેલી કાયલ વિચારે છે: કાગડાને ભૂલથી મારી ચાંચ તે! નહિ લાગી હાય ને ? એને શાંતિ આપવા માટે લાવ, મધુર ગીત ગા; મીઠા અવાજથી વાતાવરણને મધુર અને સંગીતમય બનાવું. ઝાડ નીચે બેઠેલે કવિ વિચારે છે: માણસ કાગડા કે કાયલ? એ ધારે તે બની શકે. મધુર અવાજથી વાર્તાવરણને ગુંજતું કરી શકે અને પેાતાના કલહભર્યાં સ્વભાવથી જયાં જ્યાં જાય ત્યાં વાતાવરણને ચિંતામય અને ખળતરાભયુ પણ ખનાવી શકે. આ કામ કેાણ કરે છે ? ભાગ્યના ઉપર દ્વેષ ન દેશેા, કાઇક મને કરાવી રહ્યું છે એમ પણ ન કહેશે, એ કરનાર માણસ પાતે જ છે. શા માટે મને આવકાર નથી મળતા એ વિચારી માણસે પેાતે પાતાની શક્તિએને વિકસાવવી જોઇએ, પેાતાના ચારિત્રને સુંદર બનાવવું જોઇએ અને જીવનમાં કાયલની મધુરતા લાવવી જોઇએ. ઘણાખરા માણસે જૂની ટેવ પ્રમાણે જ કહેતા હૈાય છે: હવે શું ફેરફાર થવાના છે ? જેમ ચાલ્યું તેમ ચાલવા દે. હવે નવી Page #98 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૯૩ વસ્તુ આવી શકે તેમ નથી અને જૂની મારાથી કંઈ છૂટે એમ નથી. ઘણું જીવન વહી ગયું ને થોડું રહ્યું છે તે પણ એમને એમ પૂરું થઈ જેવા દે. * હું પૂછું, શું સૂકા લાકડાને રંદો મારો તો સુંવાળું ન થાય ? પાલિશ કરો તે એનામાં ચકચકાટ ન રમાવે ? અને એનું સુંદર ફરનીચર ન બને ? આપણું જીવન શું સૂકા લાકડાથી પણ ગયું ? એને વિચારને અને ચિંતનને રંદો મારો તો જીવનમાં પરિવર્તન કેમ ન આવે? અંદરની શક્તિઓને આવિષ્કાર કેમ ન થાય ? - આ શક્તિ ઓ અંદર બિરાજમાન છે, બહારથી આવેલી કે લાદેલી નથી. આત્માને આ મૂળ સ્વભાવ છે. એના અસ્તિત્વમાં આ શક્તિઓનું અસ્તિત્વ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આત્મા દુ ખી નથી, અજ્ઞાની નથી અને પાણી પણ નથી. - જે માને છે કે “હું પાપી છું” તેની સામે જૈન દર્શને બીજે વિચાર આપ્યો. ‘તું પાપી હોઈ શકે જ નહિ. જે તું ખુદ પાપી હોય, તારી બુનિયાદ જે પાપની હોય અને પાપ એ જ તારું જીવન અને સર્જન હોય તો તું પરમાત્મા કેમ બની શકે ? જેને તાણાવાણા પાપનો જ હોય એ કાપડ પાપનું જ હોવું જોઈએ. પણ ના, તારે તાણાવાણો તો દર્શન અને જ્ઞાનને છે. એટલે પાપ તારાથી પર છે. બહારથી આવીને ભળેલું છે.” * * , મરી જવાને એમ માનનારની સામે બીજુ સત્ય આ છે તું મરતો જ નથી, દુનિયામાં એવું કોઈ જ તત્ત્વ નથી જે તને ખતમ કરી શકે. પ્લેગ, કેન્સર, ટી. બી.; આ બધા રોગ શરીરને થાય છે તને નહીં, આત્માને નહીં. માટે જ ઘણાને મૂકીને આવીએ, સ્મશાનમાં મૂકીને આવીએ, મરતાં જોઈએ તેમ છતાં ગભરાઈને જીવવાનો વિચાર માંડી નથી વાળતા. હસીને જીવીએ છીએ કારણ કે અંદર બેઠેલું, તત્વ કહે છે ભલે કેઈને બાળી આવ્યો, કબરમાં દાટી આવ્યો, Tower of Silenceમાં મૂકી આવ્યો પણ હું મરતે નથી. મનુષ્યના જીવનમાં બે જાતની વિચારધારાઓ વહી રહી છે. આંખથી દેખી શકાય છે કે લોકો મરી રહ્યા છે, પણ વ્યક્તિમાં રહેલ આત્માને લાગતું નથી કે હું મરી જવાને છું. Page #100 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૯૫ જો એમ લાગે હું મરી જવાના છું તેા રાતના ઊંઘ જ નહિ આવે. ફ઼ાઈને પૈસા ચૂકવવાના હાય, ચેક લખી આપે! અને આગલે દિવસે ખબર પડે કે બેંકમાં balance નથી તે આંખી રાત ઊંઘ આવે છે ? કાઈ કહે કે તમને ટી. બી. થયા છે તેા કેટલેા ગભરાટ છૂટે છે? ઊંઘ ઊડી જાય છે, નહિ ? તા, બધાને વિદાય આપીને આવનારા જીવે છે, હસે છે, ખુશીથી જીવે છે. હસે છે, ખુશીથી જીવે છે એનું કારણ એ કે શરીરમાં બેઠેલા જાણે છે કે જગતમાં `મૃત્યુ દેખાય છે પણુ આત્મામાં અમૃતત્વ પડેલુ છે. આ અમૃતત્વની સુષુપ્ત મન (sub-conscious mnd)માં રહેલી શ્રદ્ધાને કારણે આત્માને થઈ ગયેલી પ્રતીતિને કારણે જ ખીજા મરતા હૈ।વા છતાં પાતે મરી જવાના છે એમ તે નથી માનતા ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરતાં પહેલાં ખાડા કરે, પછી થાંભલેા મૂકી આસપાસ માટી, કાંકરા, પથરા મૂકી ચાર જણા ભેગા થઈ થાંભલાને ખૂબ જોરજોરથી હલાવે. શા માટે હુલાવે ? કયાંક જરા પણ · કાચુ, ઢીલું રહી ન જાય, નહિતર રાહદારીના જીવનું એખમ. હલાવી હલાવીને ખાડા જરાક ઢીલા થાય એટલે વળી પથરા નાખે, કાંકરા ભરે અને ફરી હલાવે. એમ કરતાં કરતાં એવા મજબૂત કરી નાખે કે ચાવીસ જણા હલાવે તે ય મચક ન આપે. એવી જ રીતે ધર્માંના થાંભલાને પણ હૈયામાં પે. શંકાએ કરીને, પ્રશ્નો પૂછીને એને હલાવતા જામે તમને પૂર્ણ ખાતરી થવી એઈએ કે હુ જે માર્ગે જઈ રહ્યો છું એ મા સાચા છે – એ જ માગ સાચેા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ પ્રશ્નોથી માણસ સાચો ધર્મી બને છે. આ - જે ધર્મ શંકા કરવાની ના પાડે છે, પ્રશ્નો પૂછવાની મના કરે છે એ તમને અજાણ્યા કૂવામાં ઉતારવાની વાત કરે છે.. શંકા ન કરો અને એમને એમ સ્વીકારી (accept) લે તે જીવનમાં કો'ક એવી પળ આવતાં આંચકો લાગશે, અને શ્રધ્ધાનું તત્વ બહાર નીકળી જશે. તમે ખાલી બની જશો. શંકા કર્યા વિના, પ્રશ્નો પૂછયા વિના, જાણ્યા વિના, ધમને સ્વીકારનાર શું સાચે ધર્મી છે.? - તેજાબમાં મૂક્યા વિના, સિટી ઉપર ચઢાવ્યા વિના, બરાબર જોયા વિના જે સેનું લે છે તેને કોઈ પૂછેઃ આ સેનું છે ? એ ઉપરથી કદાચ “હા” કહેશે પણ તરત મનમાં શંકા mભી થવાની. ‘મેં બરાબર તપાસ કરાવી નથી, કદાચ રેડગેડ પણ હોય. પણ જે બરાબર તપાસ કરીને લે છે એ તો છાતી ઠોકીને કહે છે: મેં બરાબર તપાસ કરીને લીધું છે, એમાં મને જરાય શંકા નથી. પ્રશ્ન થાય કે જે હું આનંદમય છું, અમર છું તે. આજે હું દુઃખી કેમ છું અને મરી કેમ જઇશ ? એનું કારણ જડને સંગ છે. પુદ્ગલની ભાગીદારી છે. સેનાની ખાણમાં સોનું અને ધૂળ સાથે મળેલાં છે, એનાદિકાળથી સાથે જ છે, છતાં તેનું સેનું છે અને ધૂળ ધૂળ છે. સાથે રહેવા છતાં પિતાના મૂળ સ્વભાવને ગુમાવ્યો નથી. બન્નેનું વ્યક્તિત્વ ભિન્ન છે. હા, પુરુષાર્થથી ધૂળને ઘેઈઈને શુદ્ધ કરતાં ધૂળ એક બાજુ જાય છે અને સોનું હાથમાં આવે છે. આ આખો એક પુરુષાર્થને ક્રિયા પ્રયોગ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ આંતવૈભવ " એવી રીતે આપણે આત્મા અનાદિકાળ (infinite time થી જડની સાથે, કમની સાથે, વાસના અને વૃત્તિઓની સાથે મળેલો છે છતાં તેણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી ગુમાવ્યું. એનામાં રહેલા ગુણ (quality)ને બહાર કાઢવા હોય, એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તો પ્રયત્ન કરીને એની સાથેનું જડ તત્ત્વ દૂર કરવું પડશે. શુદ્ધ કર્યા વિના ખાણમાંથી નીકળેલી ધૂળને સોનાના ભાવે વેચવા બેસે તે કોણ લે માટે પુરુષાર્થ તો કરવું જ રહ્યો. એક ફિલસૂફે જીવનની ચાર ભૂમિકા આપી છે. ભૂલ કરે તે માનવ, ભૂલ કરીને હસે તે દાનવ, ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે તે સજજન અને ભૂલમાંથી પ્રયત્નપૂર્વક કૂદકે મારી બહાર આવે તે મહામાનવ. ભૂલ કરવી એ માનવીને સ્વભાવ છે. એ ગમે તેટલે સાવધાન • હોય, જાગૃતિ રાખતા હોય, છતાં ક્યાંક તો અકસ્માત થવાને. એટલે જ વીમા કંપનીઓ જવી રહી છે. વીમા કંપની ઓ. શું બતાવે છે ? માણસનું perfection ગમે તેટલું હોવા છતાં પણ એના જીવનમાં ભૂલને સંભવ છે. જીવનદણ ભૂલોને કરુણાભરી નજરથી જુએ છે બિચારો માનવ છે, ભૂલ થઈ ગઈ છે, એને મારે હાથ આપીને ઉઠાવવાને છે. -કીચડ ખૂબ થયો હોય, જમીન લીસી હોય ત્યારે પહેલવાન પણ લપસી જાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ નબળી પળોમાં સારા સારા માણસે પ્રલેશનમાં આવી જાય છે. એ પ્રલોભન પછી પૈસાનું હોય કે સત્તાનું પદવીનું હોય કે પશુતાનું. પતનની પળમાં માણસ નિર્બળ અને નિઃસત્ત્વ હોય છે. Plato એ પ્રશ્ન કર્યો: માણસ પ્રામાણિક છે પણ તે ક્યાં સુધી? જ્યાં સુધી તમે એની કિંમત ચૂકવતા નથી, ત્યાં સુધી તમે કિંમત ચૂકવે પછી પ્રામાણિક કેટલે પ્રામાણિક છે તે જુઓ. મેટા હોદ્દા પર રહેલાને પાંચ હજાર રૂપિયા આપો, એ લાંચ નહિ લે. કહેઃ ઉઠાવી જાઓ, મને લાંચ આપવા આવ્યા છે ? પટાવાળાને બોલાવે, પોલીસ પાસે પકડાવે, છાપામાં આવે, જગજાહેર કરે. “કેવો પ્રામાણિક અમલદાર ! પાંચ હજારને ઠેકર મારી.” બી જઈને પચાસની ઓફર કરે. પેલો કહેઃ તું મને જાણતો નથી ? સી. આઈ. ડી. ને બોલાવી પકડાવે. • હજી એની પ્રામાણિકતાની કિંમત (value) ચૂકવી નથી. જરા આગળ વધે. કઈ પાંચ લાખ રૂપિયા લઈને આવે અને કહેઃ “સાહેબ તમારે પગાર કેટલો ?” “બે હજાર.” “વારુ, તમે કરી કરીને કેટલા વર્ષમાં પાંચ લાખ રૂપિયા મેળવી શકશો ? વિચાર કરી જુઓ, વિચાર કરો, બીજું કાંઈ નહિ.' - પાંચ લાખ રૂપિયાનું વજન વધતું જાય. પ્રામાણિકતાનું પલું ઉપર જતું દેખાય. બિચારી પ્રામાણિકતા વેચાઈ જાય. પાંચ હજારમાં નહિ, પચાસ હજારમાં નહિ, પાંચ લાખ પ્રામાણિકતાને ખરીદી શકે ! માણસ પ્રામાણિક છે” એને અર્થ એ કે એની પ્રામા Page #104 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ણિકતાનાં મૂલ્ય ચૂકવનારે હજી સુધી એને માટે નથી. મૂલ્ય ચૂકવનાર મળે છતાં પણ ન ચળે તે માનવું કે એને આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ છે. સામાન્ય રીતે તમે બહુ સારા છે પણ તમારા સારપની બરાબરીમાં ઊભી રહી શકે એવી કઈ વસ્તુ જીવનમાં નથી આવી એટલે સારા ! તમારી પાસે લાખ રૂપિયાને હરે હોય અને એને કઈ દસ હજારની ઓફર (offer) કરે તો શું કહે ? “ચાલ ચાલ, હવે બે થઈ જા.” આગળ વધતાં નવાણું હજારની ઓફર કરે ત્યારે પણ તમે કહી શકોઃ મને નવાણું હજારની offer હતી પણ મેં એને ઊભે રહેવા ન દીધો. પણ એમ કદી બને કે “સવા લાખ આપવા આવ્યો હતો તેમ છતાં પણ મેં ના પાડી !” પ્રલોભન ઓળંગીને બહાર આવે ત્યારે જાણવું કે એનામાં આત્મશ્રદ્ધા અને પરમપ્રકાશને દીવો પ્રજવલી રહ્યો છે. એની આસપાસ હવે ગમે એવાં મૂલ્યો આવે પણ પોતાની નીતિ અને પ્રામાણિકતાને એ છોડવા તૈયાર નથી. - ભૂલ કરે તે માનવ. પણ ભૂલ કરીને જે હસે છે તે દાનવ છે. મનમાં રાજી થાયઃ “કેવી કુશળતાથી મેં ભૂલ કરી કે કોઈને ખબર પણ ન પડી.” ઘરાક પાસેથી પૂરા પૈસા લે પણ કાપડ એવું પધરાવે કે ધુએ ત્યારે રૂએ. .. विकार हे तो सति विक्रियन्त येषां न चेतांसि त एव धीराः - कालिदास | *વિકાર ઉપજે એવી પરિસ્થિતિમાં પણ જેમનાં ચિત્ત અવિકારી રહે તે જ ધીર પુરૂષ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આંતરવૈભવ પૈસાના પ્રલોભન ખાતર હલકી વસ્તુ પધરાવવા બદલ પશ્ચાત્તાપ નથી પણ અભિમાનથી છાતી ફુલાવે છે.. . ત્રીજે પણ પ્રકાર છે, જે ભૂલ કરીને રડે છે, મનમાં પશ્ચાત્તાપ કરે છે. મેં આ બહુ ખોટું કર્યું એવો આતપ અનુભવે તે સજજન છે. | દુર્ગુણમાંથી બહાર આવી શકતું નથી પણ આવવાની તાલાવેલી છે. મનમાં દુઃખી છે, પોતાની નબળાઈઓ માટે જાગૃત છે, ફરીથી નબળાઈઓને વશ થઈને ભૂલે ન થાય માટે સજાગ છે પણ નબળી પળોમાં નબળાઈઓ સામે ઝૂકી જાય છે. મનમાં રહેલ નિબળતાના તત્ત્વને સામને કરી શકતો નથી. એ નમે છે, પડી જાય છે. પણ એના મનના ઊંડાણમાં દુઃખ છે. ભલે પડી ગયો, પણ પડી રહેવાનું નથી, ઊભા થઈ જવાનું છે. ઊભો નહિ થાઉં તો પાછળથી આવતી ગાડીઓ નીચે ચગદાઈ જઈશ. પણ જે ભૂલમાંથી છલંગ મારીને બહાર નીકળી આવે છે એ તે મહામાનવ છે. આવા માનવથી માનવજાત ઊજળી છે અને એમનામાંથી પ્રેરણા મેળવે છે. કેનેડાના બગીચામાં ઝાડ નીચે એક યુવાન બૅટૅ બેઠે વિચારી રહ્યો હતો. જુગારી મિત્રો મળ્યા, ભણવામાં મન ન લાગ્યું. માબાપે જે થોડા પૈસા મોકલ્યા તે મેં વ્યસનોમાં એમના એમ ખરચી નાખ્યા. હવે અમાંથી હું બહાર કેવી રીતે આવું ? જીવનથી થાકેલો યુવાન વિચાર કરતાં કરતાં આડો પડ્યો. પાસે નાની-શી સુવાકયોની એક ચપડી પડી હતી. તેનું પાનું ખોલ્યું. વાક્ય વાંચ્યું : Page #106 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૦૧ દૂરના અસ્પષ્ટ ભવિષ્ય તરફ નજર કરી અસાસ કરે છે. એનાં કરતાં નજીકના સ્પષ્ટ પદાર્થોં સામે નજર કરીને આજની પળમાં ઊભા થ જા. અત્યારની આ પળમાં જ ઊભા થઈ જા. જે પળ તારા હાથમાં છે એ. પળને તું ધન્ય "" બનાવ. 66 યુવાને વાંચ્યું અને જાગૃત થયા. ઊભા થઇ ગયા અને કામે લાગ્યા. ધીમેધીમે આગળ વધતા વધતેા એ ડૅાકટર થયેા. ઇંગ્લેન્ડમાં સસ્થાએ સ્થાપી અને સરના એને ઈલ્કાખ મળ્યું. સર વિલિયમ વેસ્કરનું જીવનચરિત્ર લખાયુ. વ્યસનામાં પડેલા, ખદીએમાં ડૂબેāા, જુગારીએમાં સમય પસાર કરનારા પચીસ વ ને આ જુવાન એક વાકય વાંચી ઊભે થઇ ગયા. એવુ. જીવન જીવ્યા કે એવી ૧૪૬૪ પાનાંની જીવનકથા લખવામાં આવી. જુગારીના જીવન માટે આટલાં ખધાં પાનાં રાકયાં! એ કેવુ જીવન જીવ્યા ? માત્ર વમાનને જઇને આગળ વધતા ગયા. મનમાં એક જ સ`કલ્પ કર્યાં: જેમ બને તેમ હું વમાનને, આજને સરસ રીતે જીવીશ. માણસાં ભવિષ્યનું આયેાજન (planning) કરે છે પણ વમાનની ક્ષણેાંને નબળાઇએથી ભરીને બેઠા છે. ભવિષ્ય માટે વિચારા બહુ સારા પણુ વ માનની વાતા કરે તે કહે : અત્યારે જવા દે; ભવિષ્યમાં અમારે ઘણાં ઘણાં સારાં કામ કરવાં છે. ઘડપણમાં અમારે આ જ કરવાનુ છે. ધનપતિએ શું ઢહે: અમારા થેાડા problems પ્રશ્નો છે એ પતી જાય પછી દાન કરવું છે, આરામ લેવેા છે, સેવા કરવી છે. પૂછે। અત્યારે? કહે નાહ, હમણાં નહિ, ભવિષ્યમાં. : પાગલને ખબર નથી કે ભવિષ્યની પળ કૈાના હાથમાં છે? માણસના હાથમાં છે તે કરી શકતા નથી, કરતા નથી, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આંતરવૈભવ અને જે નથી તે માટે ભાવિનાં સ્વપ્નાં સેવે છે, ઊંઘમાં જ જીવન પુરુ' કરે છે. આજની પળ ગઇકાલે ભવિષ્ય હતી અને એ જ પળ આવતી કાલે ભૂતકાળ થઈ જવાની છે. ગઈ કાલે જે ભવિષ્ય . હતી તે પળ અને આવતી કાલે ભૂતકાળ થનારી પળ અત્યારે તે તમારા હાથમાં જ છે, આ પળ બે ઉપયાગમાં ન લે, આ પળમાં જે સાવધાન ન ખના, આ પળમાં નખળાઈમાંથી ખહાર ન આવી શકે તે માની લેજો કે તમે કદી પણ બહાર નથી આવવાના. જે અત્યારે નથી આવતા એ કદી નથી આવી શકતેા. અત્યારે એને વિચાર આવ્યા, એનામાં ખળ છે, સારા વિચાર કરી શકે છે અને મનમાં અભીપ્સા જાગી છે એ સમયે બહાર ન આવે તેા ફરી તેા એ કયારે આવવાના છે ? જે પળ સામે આવીને ઊભી છે એ સ્પષ્ટ છે, તમારા હાથમાં છે. ભવિષ્ય ગમે તેટલું સુંદર હાય પણ અસ્પષ્ટ છે, હેજી તમારા હાથમાં નથી. ખલાસ થઈ ગયેલા, દટાઈ ગયેલા ભૂતકાળને યાદ કરીને પણ હવે શુ ́ કરવાનું છે ? અત્યારે રેશન મળતું હૈાય ત્યાં કરોડપતિ પિતાને યાદ કરે શું વળે ? અત્યારે તેા રેશનની દુકાને લાઇનમાં ઊભા રહીશ તેા રેશન મળવાનું. પિતા કરોડપતિ હતા એ યાદ કરીને ઘરે બેસવાથી રેશન નહિ મળે. જે દટાઈ ગયું છે એને દટાઇ જવા દે. પણ જે વર્તમાન છે, જે જીવંત છે એ આપણા હાથમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ 'આંતરવૈભવ ૧૦૩ છે. વર્તમાનમાં જે બનવું હોય એ બની શકીએ તેમ છે કારણ કે એનામાં ચેતના ભરેલી છે. જે કાંઈ કાર્ય કરવાનું છે એમાં હૃદય રેડવું પડે છે. જેમાં હૃદય રેડે છે એ જીવનમાં અમૃત બની જાય છે. આજથી જ આ નિર્ણય થવો જોઈએ, “આજને હું સુંદર બનાવું, હું મારી આજને બગડવા નહિ દઉં. કેઈ ખરાબ 'બેલશે તો હું એ કચરાને કાનમાં નહિ જવા દઉં, મારી સામે ગરમ થશે તે એની સામે હું ઠંડી તાકાતથી કામ લઈશ, મારી નિંદા કરશે તો સમજીશ કે ગામમાં ગટરે ઘણું છે, આવીને લૂંટી જશે તે બચાવું જરૂર કરીશ પણ હું મારા મનથી દુઃખી નહિ થાઉં.” | Live by day. એક એક દિવસથી જી. કહેઃ આજને દિવસ મારે દુ:ખી નથી બનાવવો. દુઃખ નથી, ત્યાં કર્મબંધન ક્યાંથી ? - આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ ખરાબ અને ચિંતાજનક વિચારે છે. આ વિચારો આત્માના કાચને ધૂંધળો અને મેલ કરે છે. * . - બીજું કંઈ નહિ તો એટલું તો કરે કે “આજ તો મારે મારા આત્માને કાચ ચેખ રાખવે છે.” ખરાબ વિચાર નહિ, નબળા વિચાર નહિ, કોઈ પ્રત્યે ધિક્કાર નહિ ને ઈર્ષ્યા પણ નહિ. - આ રીતે તમારું અંદરનું તત્ત્વ એક દિવસ માટે સુંદર બનવાનું. 'પછી તો ટેવ પડવાની, આજે સારા રહે તે કાલે પણ સારા રહેવાના. કાલે સારા તો પછી પરમ દિવસે પણ સારા. સારા રહેવાની ટેવ પડી જાય, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આંતરવંભવ - એક પિતાએ દીકરાને ખૂબ ભણાવ્ય, સરસ રીતે તૈયાર કર્યો. એક દિવસ અભ્યાસખંડમાં બેઠા બેઠા દીકરે વિચારે છે. જીવનમાં કેટલી વસ્તુઓ ઉપયોગી છે, એનું લિસ્ટ બનાવું. પહેલાં લખ્યું તંદુરસ્તી - શરીર સ્વસ્થ જોઈએ. પણ કિઈ ચાહનાર ન હોય તો તંદુરસ્તીભર્યું જીવન પણ શુષ્ક લાગે. માટે પ્રેમ પણ જોઈએ. માણસ પ્રિયજનને ચાહતે હોય પણ ખાવાનું ન હોય, રહેવા મકાન ન હૈય તે માણસ દુઃખી થઈ જાય, આનંદ ઊડી જાય માટે સંપત્તિ પણ જોઈએ. સંપત્તિ હોય પણ જીવનની ગતાગમ ન હોય તે પશુ જેવો લાગે માટે આવડત જોઈએ. આવડત હોય પણ શક્તિ ન હોય તે નમાલામાં ખપે એટલે થોડી શકિત પણ હોવી જોઈએ. એકલી શકિતથી ઘરમાં સુખ કયાંથી ? એટલે સારાં છોકરાંઓ પણ જોઇએ. આ બધું હોય પણ ગામમાં કોઈ જાણે નહિ કે પૂછે નહિ એટલે આ બધાની સાથે કીર્તિ પણ હેવી જોઈએ. - હવે વધારે આમાં કાંઈ ઉમેરી શકાય તેમ નથી. જીવનની અનિવાર્ય જરૂરિયાતે આટલી જ છે. | મનમાં વિચાર્યું : જીવન અંગે મારી સમજદારી કેવી સુંદર અને ઉચ્ચ છે, તે લાવ હું મારા પિતાજીને બતાવું. પૂછું: હવે આમાં કાંઈ ઉમેરવા જેવું છે ? લિસ્ટ લઈને છાતી ફુલાવ ફુલાવતો એ પિતા પાસે આવ્યું. લિસ્ટ આપ્યું, પૂછયું : પિતાજી દુનિયામાં આ સિવાય બીજી કોઈ વસ્તુ મેળવવાની બાકી છે ? પિતાજી લિસ્ટ જોઈ ગયા. “બરાબર છે, પણ....!” Page #110 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૦૫ - હાંશિયાર દીકરે વિચાર કરવા લાગ્યો. * પિતાએ કહ્યું: “બેટા, ધ્યાન રાખજે. હું જે કહું છું એ બે શબ્દો ન હોય તે આ બધું ય નકામું છે, આ ફેંકી દેવાનું છે.” “ફેંકી દેવાનું ? બધું ફેંકી દેવાનું ?” “હા, બધું ફેંકી દેવાનું . “પિતાજી, એવી કઈ વસ્તુ છે ?” • એક જ વાક્ય લખ્યું: મનની શાંતિ ! મનમાં શાંતિ ન હોય તો તગડા માણસે હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસે હોય પણ શાંતિ ન હોય તે એ રઘવાયો થઈને ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ?” સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચે ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તે વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી !” '. “બેટા, તું દેશ અને પરદેશમાં ભયે, નથી ભર્યો, પણ આટલું કહેવા માગું છું : “બધું લખ પણ પહેલાં મનની શાંતિ (peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણે બધા પહેલાં મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તે આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” આ વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ. Page #111 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૦૬ - સીવતા પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સેવેલું નીકળી જ જાય. દરજને દીકરે પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળ, પછી સીવે. એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી. વાસનાઓ, વૃત્તિઓ અને વિકારોને લીધે મનની શાંતિ ડહોળાઈ જાય છે. જીવનની યાત્રા મનની શાંતિ મેળવવા માટે જ છે ને? આત્માને કમમાંથી મુકત કરવા માટે જ આ વિચારમાળા છે ને? Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્ટીમરના કપ્તાને જાહેર કર્યું: “ સ્ટીમર ઉપડી રહી છે, જેને બેસવું હોય તે બેસી જાય. ” બંદર ઉપર ઊભેલા મુસાફરે બેસવા ગયા ત્યાં એક પ્રશ્ન પૂછયો : “આ સ્ટીમર કયા બંદરે જઈ રહી છે.?” : કપ્તાને કહ્યું કે આવી પાગલ જેવી વાતો શું કરે છે ? સ્ટીમર ક્યાં જવાની છે એ જાણવાની શી જરૂર ? તમે તમારે બેસી જાઓ. જયાં જવાશે ત્યાં જઈશું, પહોંચાશે તે પહેાંચીશું, ડૂબશે તે મરી જઈશું. જેને બેસવું હોય એને માટે સ્ટીમર તૈયાર છે. ક્યાં જવાનું છે એ તો મને પણ ખબર નથી.” - આ સ્ટીમર બધી જ સગવડો વાળી છે, એમાં ઍરકન્ડીશન પણું છે, અરે!" મફત બેસવા મળે તેમ છે છતાં એમાં મુસાફરી કરવા કાણુ તયાર થશે ? સહુ કહેશેઃ “કસ્તાનને જ ખબર નથી કે આ સ્ટીમર હું ક્યા બંદરે લઈ જવાને છું તે એમાં કયો મૂખ બેસવા તૈયાર થશે ?” હું પણ ભવના મુસાફરને એ જ પૂછું છું : “ તું કયાં જવાનો છે? ડિગ્રી મેળવી રહ્યો છે, પૈસા ભેગા કરી રહ્યો છે, મેટાં મોટાં તોતિંગ મકાને બાંધી રહ્યો છે, રોજ નવી નવી શોધખોળ કરી રહ્યો છે, દિવસ – રાત દોડાદોડ કરી રહ્યા છે તું આ બધું કરી રહ્યો છે પણ કહે તો, તારી આ સ્ટીમર ક્યા બંદર તરફ જઈ રહી છે ?” Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આંતરવૈભવ કયાં પહોંચવાનું છે એ ખબર નથી તેમ છતાં મુસાફરી. ચાલુ છે, ખડકાની વચ્ચે થઈને, મોટાં જાઓ અને તોફાની , વચ્ચે ચાલી જ જાય છે. એને કપ્તાન કે ગાફેલ છે ! પ્રમાદમાં કે ચકચૂર છે ! કહે છે: “ જયાં જાય ત્યાં જવા દો. કોઈ બંદર મળી જાય તે ઠીક છે. નહિ મળે તે કોઈ ખડકની. સાથે અથડાઈને યાત્રા પૂરી કરીશું. ભગવાન કરશે તે ખરું. ઇશ્વર-ઈચ્છા બલિયસિ, તકદીરમાં લખ્યું હશે તે થશે.” ભગવાન જેમ કરશે તેમ જ બે કરવાનું હોય તે પછી તું શું કરવાનો? તે કહેઃ “હું તે જે ગોરખધંધા કરી રહ્યો છું, અસત્ય બોલી રહ્યો છું, લોકોને શીશામાં ઉતરી રહ્યો છું; સાચા-ખોટાં કરી, બનાવટ કરી પૈસા ભેગા કરી રહ્યો છું એ જ કરવાને.” “ તારા જીવનનું શું ?” તે પાછો કહેશેઃ ભગવાન જાણે.” આ નાદાન કપ્તાન આટલેથી નથી અટકતો. કહે છેઃ ભગવાને જે રીતે ગોઠવ્યું હશે એ પ્રમાણે થશે. વિધિના લેખો તે કંઈ બદલાતા હશે ?” જાણે, વિધિના હાથમાં બધું છે અને માણસના - હાથમાં કાંઈ નહિ! માણસે પિતાને કે અર્થહીન માનતો. થઈ ગયો છે! સાવ ઘસાઈ ગયેલાં, નિર્બળ વાકયો બોલતાં બોલતાં માણસ પોતાને પુરુષાર્થ ગુમાવી બેસે છે, બલહીન બની જાય છે. જીવનયાત્રા જે આ રીતે જ પૂરી કરવાની હોય, નિરાશાનાં વાકય જ જે બોલવાનાં હોય તો જેને શસ્ત્રો છેદી શકતાં નથી, પાણું ભીજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી અને પાવક બાળી શકતું નથી એવા અંદર બૅઠેલા જોતિ સ્વરૂપ આત્માની શકિતને કોઈ અર્થ જ નથી ! આનંદમય, સુખમય, શાશ્વતમય એવો સમર્થ કપ્તાન Page #114 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૦૯ તમારામાં હોવા છતાં શું તમે એમ જ કહ્યા કરશે કે ભગવાન કરે તે ખરું, તકદીરમાં લખેલું તે કાંઈ હવે બદલાવાનું છે ? સંસારની બાબતમાં બદલાવી શકે અને આત્માની બાબતમાં કાંઈ નહિ ? માલ આપવાને સેદા કર્યો હોય અને ભાવ વધી ન જાય તે તમે કરારમાંથી કેવા છટકી જાઓ છે ? વાત કેવી બદલી નાખે છે ? વચન આપ્યું હોય તે પણ શું કહે ? એ તે અમસ્તી વાત જ હતી, વચન કેયાં હતું ? જ્યાં અનુકૂળ ન પડે, ફાયદામાં ન હોય ત્યાં બદલાય પણ જીવનની યાત્રામાં પુરુષાર્થ વડે સુકાન ન બદલાય ? માત્ર નિરાશા અને નિરુત્સાહ. * - આમ કેમ ચાલશે ? નિરાશા સામે આશાભરી દૃષ્ટિ કેળવો, જીવંત વિચાર મૂકો, પ્રણાલિકાઓને પડતી મૂકી મૂળ સિદ્ધાંતને પકડે. તારા જીવનનું નિર્માણ કાઈ બીજી વ્યક્તિના હાથમાં છે જ નહિ. તું જ તારો નિર્માતા છે, તું જ તારે ઘડવૈયો છે. Man is himself responsible for his own fortunes. પિતાના કાર્યોની જવાબદારી પોતાની જ છે. બીજાઓ છે તે માત્ર નિમિત્ત જ બને છે. . માટે હવે જાગૃતિ અને જવાબદ રીની દોર હાથમાં લેવાની છે. જે ઘડીએ આ સમજાઈ જશે, પછી તમે જ કહેશે : “મારા જીવનને ખરાબ કરનારા બે હાઉં તો હું છું, તો સારો કરનાર શા માટે ન બનું ? હું બીજાને શા માટે દોષ દઉં ? મેં મારી જાતને એવા સંજોગોમાં મૂકી તે એ સંજોગોના કારણે હું નિમ્ન કોટિમાં ચાલ્યો ગયો. તે હવે, હું મારી જાતને એમાંથી ઉઠાવીને ઊંચે કેમ ન લાવું ?” Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. આંતરવૈભવ જ પ્રભુ પાસે પૈસે નહિ, સંતાને નાહ, આયુષ્ય નહિ પણ પ્રકાશની માગણી કરે. કહે કે મને માત્ર પ્રકાશ આપ. પ્રકાશ હશે તે રસ્તે દેખાશે. કોક સાધકે કહેલું: “હે પ્રભુ! બીજું કાંઈ નહિ, પણ થોડા થોડા દિવસે મને દુઃખ મળતું રહે એટલું તું જેતે રહેજે. દુઃખને તાપ અભિમાનના હિમાચલને ઓગાળી નાખે તે હું. સરિતા બનીને તારા ચરણને જોવા દેવે આવું.” અહંકારના હિમાચલને ગાળનાર દુઃખની ઉષ્મા છે પણ જ્ઞાન તે એ અહંકારના હિમાલયનું અસ્તિત્વ જ મિટાવી દે છે. દુઃખ સહન કરવાની શક્તિ જ રહી નથી. જરાક દુ:ખ આવે અને તરત ઊંઘની ગોળીઓ (tranquiliser) લે, મનમાં મૂંઝવણ ઊભી થાય તે એને ઉકેલવાને બદલે ભૂલવા શરાબ લે. ડીકવાર ભ્રમની ગુલાબી દુનિયામાં ફરી આવે, સ્વપ્નની દુનિયામાં વિચરે, સૂઈ જાય. સવાર પડે, ભારે આંખ ખોલે ત્યારે એ જ મૂંઝવણ ડોકિયાં કરે. ભૂલવાને પ્રયત્ન કર્યો પણ ભૂલી નથી શ થેડીકવાર માટે હકીકત જરા દૂર ધકેલી શો પણ એને મટાડી ન શક્યો. તમારે ભૂલવું છે કે મિટાવવું છે? શાંતિથી બેસીને કેમ ન વિચારોઃ “દુઃખનું કારણ કોણ ? દુઃખ કેમ આવ્યું ? દયાંથી આવ્યું ?' શુદ્ધ સેનું ધૂળ સાથે મળી ગયું તેમ નિર્મળ, પારદર્શક આત્મા કમ સાથે બંધાયા. આખું વિશ્વ પુદગળનાં ઝીણાં પરમાણુઓથી ભરેલું છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ આંતરર્વભવ ૧૧૧ આંખા જેને જેવા માટે સમર્થ નથી એવાં અખો અણુએ નજર સમક્ષ ક્રેડી રહ્યાં છે. એને બેવા સૂક્ષ્મદર્શક કાચ (magnifying glass)ની મદદ લેવી પડે છે. તેમ છતાં એ સૂક્ષ્મ “પરમાણુએ દૃષ્ટિના અવલેાકનના વ્યાપારમાં અવરોધક નથી બનતાં. વચ્ચે અનંત પરમાણુએ હાવા છતાં માણસ એકબીજાને એઇ શકે છે. તમારા કામળ, ઊજળા અને શ્વેત દેખાતા હાથ ઉપર પણ રાગનાં અસંખ્ય જંતુએ છે, અણુએ છે. માટે જ ચિકિત્સકા હાથ ચાખ્ખા રાખે છે, એમનાં હથિયા૨ેને જ તુરહિત (sterilize) કરે છે. જવા અને પુગળાના પરમાણુઓનું મિશ્રણ એનું નામ તે વિશ્વ.. કશું ચીજ છે? તમે જે કામ કરેા છે! એ કમ નથી, એ તે કાય છે. તમારી સારી અને ખરાબ પ્રવૃત્તિઓનું પરિણામ (result) એક. તમે વિચાર કરતા હૈ। ત્યારે એ વિચારની પ્રક્રિયા (process) સાથે તમારા આત્મામાંકખંધન ચાલ્યા જ કરે છે. માણસ જે જાતના વિચાર કરે છે એ જાતની અસર (effect) એના શરીરમાં થાય છે ને? મારવાની વૃત્તિ જાગે તે ક્રેધ આવે, લેાહી ગરમ થાય, દાંત પીસવા માંડૅ અને એને અનુરૂપ હાથની ચેષ્ટા પણ થાય. તેવી જ રીતે જીવનની શાંત પદ્મામાં ભૂતકાળનું મધુર સ્મરણ તાજુ થતાં એકલા એકલા જ મલકાઇ જવાય, હાઠો ઉપર આછું આછું હાસ્ય ચમકી જાય એ પળે સ્વજન કે મિત્ર આવી ચઢે. પૂછે : “ કેમ એકલા એકલા જ હસેા છે ? ’’ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આંતરવૈભવ તમે કહોઃ “હું ક્યાં હસું છું ?” પણ મનમાં જે વિચારે ચાલે છે એનું પ્રતિબિંબ (reflection) આંખોમાં, હેઠઉપર અને સારા ય ચહેરા ઉપર આવ્યા વિના રહેતું નથી. જે અંદરથી ઘવાયો હોય, જેનું અપમાન થયું હોય એને તમે લગ્ન પ્રસંગમાં લઈ જાઓ. બધા હસતા હોય એટલે એ પણ ધક્કો મારીને, પ્રયત્ન કરીને હાસ્યને બહાર લાવવા મથામણ કરે પણ સહજ રૃતિનું મુકત હાસ્ય દેડી નહિ આવે. ધક્કો મારવો પડે, હોઠ પહોળા કરવા પડે. ગાલ ખેચવા પડે. કહે : તું બહાર આવ. આ હાસ્ય બતલાવવા માટે છે, માણવા માટે નહિ. બહાર છે, અંદર નથી. - ચતુર સમજી જાય છે. પૂછે : કેમ તમે દુઃખી છો ?” : કહે: “ના, ના કાંઈ નથી.” “કાંઈ નથી' એમ ભલે કહે પણ એને “કાંઈક' તે છે જ. માટે તો સહજ સંસ્કૃતિનું મુક્ત હાસ્ય એ નથી કરી શકતો. વિચારને લીધે એની પ્રકૃતિમાં પલટો આવે છે. | વિચારોની પ્રક્રિયા ઘણી ઊંડી છે. લોહચુંબક જેવી છે. લોહચુંબકને ટુકડે જેમ લોહની ઝીણું રજકણને ખેંચી લે, અટકાવી દે છે તેવી પ્રક્રિયા વિચારની છે. એક ભાઈ મારી પાસે આવ્યા, કહે મહારાજશ્રી, મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે હું હાથ ઊંચે કરું અને આ ઘડિયાળ બંધ થઈ જાચં. એ ભાઈ ઘડિયાળ નજીક ઊભા રહ્યા, અંદર ગયા અને બહાર આવ્યા, અને ઘડિયાળ બંધ થઈ ગયું. અદ્ભુત ચમત્કાર ! બેઠેલા બધા એને મૂકી પડ્યા. Page #118 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૧૩ મેં કહ્યું : “ખિસ્સામાં લોહચુંબક તે લઈને નથી આવ્યા ને?” કહે: “ના, ના.” જ્યાં કેડમાં તપાસવાની વાત થઈ ત્યાં પેલા ભાઈએ ચાલતી જ પકડી. ' લોહચુંબકે ઘડિયાળના ભાગ (part)ને સ્થગિત કરી દીધું. આ ચમત્કાર. આજે દુનિયા આવા ચમત્કાર પાછળ, આવા ધુતારુઓ પાછળ દોડી રહી છે. હાથમાંથી રાખ કાઢે તે બધા જેવા દાડે. અરે ભાઈ ! ધરતીમાં રાખ ક્યાં ઓછી છે તે હવે અદ્ધરથી રાખ કાઢવાની જરૂર પડી ? જ્યાં ચમત્કાર પાછળની દેટ છે ત્યાં સમજણ ક્યાંથી ? ચમત્કાર સમાજને જ રેકે છે. ચમત્કાર આવતાં પ્રકાશ, પ્રજ્ઞા અને પુરુષાર્થ ઓછો થઈ જાય. ચમત્કાર એ અજ્ઞાનની જ સુધરેલી આવૃત્તિ છે. ચમત્કાર કરનાર અજ્ઞાની છે કે એની પાછળ દોડનારે ? ઘણીવાર ભણેલા જેટલા અજ્ઞાની બની દોડે છે એટલા તે અભણ પણ નથી દોડતા. , જેણે વિચાર કરવાની શક્તિ બાજુમાં મૂકી દીધી એ ખલાસ થઈ ગયો. દુનિયામાં ચમત્કાર જેવું કાંઈ નથી. જે વસ્તુ હતી નથી, તે કદી આવી શકતી નથી, લાવી શકાતી નથી અને જે લાવે છે એણે એને એવી કળાથી ક્યાંક છુપાવી છે જે તમે જોઈ શકતા નથી. એટલે જ તમે એને દેવી વસ્તુ કહે છે, અને છી તે એની પાછળ કલ્પનાની દેર છૂટી જ મૂકે છે. પ્રજ્ઞાને ચમત્કારથી ખલાસ કરવાની નથી પણ જ્ઞાનથી વધારે વિકસાવવાની છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આંતરવૈભવ મનની પ્રક્રિયા લેહચુંબક જેવી છે. આત્માની સાક્ષીએ મન વિચાર કરે છે. મન વિચારની જે દિશામાં પડ્યું તે પ્રમાણે રાગ અને દ્વેષ બંધાયાં. મનમાં ચાલતા રાગ અને દ્વેષ એ જ લોહચુંબક. રાગ અને દ્વેષ થયા, લોહચુંબક આવ્યું અને વિશ્વમાંથી ઝણ (કર્મફપી) પરમાણુઓને સ્વસંચાલિત રીતે (automatically ) ખેંચવાનું શરુ થયું. જે પરમાણુઓ ખેંચાઈને અંદર આવ્યા, આત્માને સ્પર્શયા અને આત્મા સાથે બંધાતા ગયા એ કર્મ. કર્મ બીજું કાંઈ નથી. સારા અને ખરાબ વિચાર કરીને વિશ્વમાંથી જે પરમાણુઓ (atoms)ને આત્માએ પકડ્યા એ રકમ. જયાં સુધી આ કમ ખરે નહિ ત્યાં સુધી આત્મા કમમાંથી મુક્ત બને નહિ, ત્યાં સુધી એની જ અસરમાં આત્મા અને મનને રહેવું પડે. પણ જેવી એની અસર કાયમ માટે નીકળી ગઈ ત્યાં આત્મા સહજ બની ગયો, મૂળ સ્વરૂપને પામી ગયો. આ કમ છે તે જ જન્મ મરણની ઘટમાળ છે. મનમાં સારા કે ખરાબ જે વિચાર આવે છે, તે એના સજાતીય પરમાણુઓને ખેંચી લાવે છે. સારા વિચારનું ફળ પુણ્ય છે અને ખરાબ વિચારનું ફળ પાપ છે. રાગ અને દ્વેષના લોહચુંબક દ્વારા જેવા સજાતીય પરમાણુઓ પકડાય ત્યાં એને અનુરૂપ જન્મ થાય, રૂપ મળે, આયુષ્ય નક્કી થાય, સ્મૃતિ વધે અને સારુ કે ખરાબ કરવાની શકિત પ્રાપ્ત થાય. . સારા વિચાર કર્યા હોય, એ વિચારને સુકૃત્યો દ્વારા આકાર આપ્યો હોય તો સુંદર શરીર મળે, તંદુરસ્ત મન મળે, જયાં જાય ત્યાં આવકાર મળે, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૧૫ પણ મનમાં કોઈને મારવાને વિચાર કર્યો ત્યાં શ્રેષને જન્મ થયો. આ દ્વેષનું લોહચુંબક પાપનાં પરમાણુઓને ખેંચવાનું કામ શરુ કરે. પછી તે વિશ્વમાં રહેલાં પાપનાં ખરાબ પરમાણુઓને સંગ્રહે જ જાય. જ્યાં સુધી દ્રેષ મનને બાળ્યા કરે ત્યાં સુધી એ ખરાબ પરમાણુઓને ખેંચ્યા જ કરે. આ ખરાબ પરમાણુઓ આત્મા સાથે બંધાતા જાય તેમ સારા વિચાર કરવાની, સારાં કાર્યો કરવાની આત્મશક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. - કઈ પૂછે કે મેં દસ વર્ષ પહેલાં માત્ર દ્વેષ જ નહિ પણ એક વ્યક્તિનું ઘણું જ ખરાબ કરી નાખ્યું હતું, છતાં એ પાપનાં પરમાણુઓ મારા ઉપર હજુ અસર કેમ કરતાં નથી ? હું તે આરામથી મેજમજા કર્યા કરું છું ! આજના તર્કવાદમાં માણસની સામે આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. “જે માણસને ખરાબ વિચાર ખરાબ પરમાણુઓને પકડે તે એ કમબંધનથી એ માણસ તે વહેલો ખલાસ થઈ જવો જોઈએ, દુઃખી દુઃખી થવું જોઈએ. પણ એને બદલે જે પાપ કરે છે, ચેરી કરે છે, જૂઠું બોલે છે, લોકોને ફસાવે છે, જીવતા મારી નાખે છે એ તો દુનિયામાં સન્માન અને સ્થાન ભિગવત દેખાય છે તેનું શું ? શું કમરાજાને ત્યાં પણ ન્યાય નથી ?” એમ નથી. • મિત્રનું માથું ખૂબ દેખતું હોય ત્યારે તમે એને એનેસીનની ગળી આપો. જેવો એ ગોળી મેઢામાં નાખે એટલે કહે: હવે તારું માથું ઊતરી જશે.” પણ શું તરત જ ઊતરી જાય છે ? એ શરીરમાં જઈ પિતાનું કામ શરુ કરે, ધીમેધીમે પંદર મિનિટ, પચિસ મિનિટ પછી આખા શરીરમાં પ્રસરે પછી જ માથાના દુખાવાને આરામ (relief) મળે. ગાળી લીધી અને સારું થયું એમ નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આંતરવૈભવ વાયડી વસ્તુ ખાધી હોય, વાલ ખાધા હોય અને ખાઈને આરામથી કહે કે જુઓ, મેં વાલ ખાધા, ઉપરથી ઈલાયચી પણ ખાધી, છતાં મારા ઉપર વાલની કોઈ અસર થઈ ? ભાઈ! હમણ અસર નહિ થાય પણ ચાર- છ કલાક જવા દે. ધીમે ધીમે એ જ્યારે તારા શરીરમાં પ્રસરશે, પછી જે વાયુ ઊભો થશે, જે હેરાનગતિ ઊભી થશે તે તું જેજે. એમ માણસ જે અશુભ કરે છે એની તરત અસર નથી થતી, એને પણ આત્મપ્રદેશની સાથે મળી વિપાકને સમય પરિપકવ થવા માટે થોડો સમય લાગે છે. પછી જ એનું પરિણામ (result) જણાય છે. ઘણીવાર આ જન્મમાં કરેલું કર્મ ધીમેધીમે પ્રસરતાં આવતા જન્મમાં એની અસર જણાય છે. શું સાંજે સૂતા પહેલાં લીધેલી ઊંઘની ગોળી .ઊંઘી ગયા. પછી વધારે ઊંઘ નથી આપતી ? હા, કોઇકવાર કમ તીવ્ર હોય તો આ ભવમાં પણ એની અસર જણાય. દરેક કર્મ પોતપોતાની રીતે, પોતાના સ્વભાવ પ્રમાણે વ્યકત થાય છે, ઉદયમાં આવે છે. કોઈને રૂપ મળે તે પૈસે નથી મળતો અને જેને ધનની રાશિ મળે એનાથી રૂ૫ રિસાઈ જાય છે. . એક યુવાન કરોડપતિને કહેતા સાંભળેલા, “મારે માથે આ ટાલ પડી ગઈ છે, હવે wig પહેરી પહેરીને થાકી ગયે. જે કોઈ મારે માથે વાળ ઉગાડે તે એક લાખ રૂપિયા આપી દઉં.” કોઈની પાસે રૂપ છે તે કેઈની પાસે ચાતુર્ય છે; કેદની Page #122 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૧૭ પાસે ધન છે તો કોઇની પાસે બુદ્ધિને વૈભવ છે કેઈની પાસે શરીરનું સામર્થ્ય છે તે કોઈની પાસે પ્રજ્ઞાની સ્મૃતિ છે. * આ બધું આમ કેમ ? શું ભગવાન પક્ષપાતી (partial) - છે ? કોઈને રૂપસુંદર બનાવે તે કઈને કદરૂપ ? કોઈને એંશી વર્ષ બક્ષે તો કોઈને ચાલીસ? કઈને તવંગર બનાવે તે કોઈને રંક ? જે પક્ષપાત કરે એ ભગવાન હેઇ શકે જ નહિ. ભગવાનને પક્ષપાત કેવો ? . આપણે જે કર્યું, આપણે જે વાવ્યું તે જ હવે લણવાનું. શ્રી લાલબહાદુર શાસ્ત્રીની આયુષ્યની દોરી તૂટી તો રશિયાના વૈજ્ઞાનિકો પણ લંબાવી ન શક્યા, સાંધી ન શક્યા. સંધાવવાનું હોય તે સાંધવાનું નિમિત્ત મળી જાય પણ જે તૂટવાનું જ હોય તે ઉત્તમ નિમિત્ત પણ ન મળે. જીવનની યાત્રા જે દિવસે સમાપ્ત થવાની હતી તે જ દિવસે સમાપ્ત થઈ. આ કર્મવાદ છે, એની સામે ઈશ્વરવાદ પણ છે. એમાં ઈશ્વર જ વિશ્વને કર્તાભર્તા મનાય છે. પણ માણસ ઘણે ઉસ્તાદ છે. એ ઇશ્વરવાદમાં માને પણ છે અને નથી પણ માનતો. *. સ્વાર્થનાં કામ હોય, પિતાથી થાય એવાં સફળતાનાં કામ હૈય ત્યારે ભગવાનને યાદ પણ નથી કરતો. પણ જ્યાં મુસીબત આવી, દુઃખ તૂટી પડ્યું ત્યાં ઝટ દઈને ભગવાનને લાવીને વચમાં મૂકી દે. કઈ પિતાએ હજી સુધી કંકોત્રીમાં એમ નથી લખ્યું કે અમારા પુત્રનાં લગ્ન ભગવાન કરે છે. ના, ત્યાં તો લખે કે અમારા ચિરંજીવ છગનનાં લગ્ન અમે પૂનમે નક્કી કર્યા છે.” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આંતરવૈભવ ભગવાને નહિ. ત્યાં ભગવાનની શી જરૂર ? કારણ કે લગ્નેત્સવ છે, શહનાઈઓ વાગવાની છે, મોટાઈ દેખાડવાની છે. વૈભવનું પ્રદર્શન કરવાનું છે, છાતી ફુલાવીને મંડપમાં ફરવાનું છે, દીકરાને બાપ છે ના ?” પણ જ્યારે કોઇ મરી જાય ત્યારે શું લખે ? “ભગવાનને ગમ્યું તે ખરું.” મરવાની વાત કણ માથે લે ? ન દવા આપનારે માથે લે, ન ઈજેકશન આપનારો માથે લે, ન સ્નેહી લે કે ન મિત્ર . કઈ કહેતાં કેઈ ન લે. બધાં એક અવાજે કહે, ‘ભગવાનને ગમ્યું તે ખરું.' જન્મોત્સવમાં, લગ્નમાં; આરંભ સમારંભમાં પિતાનું નામ અને મૃત્યુ થાય ત્યાં કાળોત્રીમાં બિચારા ભગવાનનું નામ ! કેમ ભાઈ ? ભગવાનને આવી રીતે વરચે કેમ લાવે છે? અને તે પણ ખરાબ કામમાં ? મુસીબત આવે; દુઃખ આવે કે આપત્તિ આવે ત્યારે ભગવાન ક્યાં દૂર છે ? પૂછે: “પૈસા કેમ કમાય ?” કહેઃ “Business Administration special course લીધે હવે, ઘણું હુંશિયારી અને આવડતથી ધંધે કર્યો તો પૈસે આવ્યો.” જ્યારે દેવાળું ફૂકે ત્યારે પૂછો: “દેવાળું, કેમ કાઢયું ?” કહેઃ “ભગવાને કઢાવ્યું, હું શું કરું ?” ભગવાનને બોલાવે પણ જરૂર પડે ત્યારે જ. . ભગવાનને યાદ કરો જ છે તે બધાથી એની ઉપાસના નહિ કરો ? પણ માણસને ભગવાનમાં શ્રધ્ધા નથી, જરૂર પૂરતો એનો ઉપયોગ જ કરે છે. એ તો ભગવાનને પણ છેતરી શકે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૧૯ Man is a rational animal. માણસ દરેક વસ્તુને બુદ્ધિથી સિદ્ધ કરી આપવા માગે છે. જે કરે તેને બુદ્ધિથી ન્યાય આપે. જયાં વ્યર્થ તકવાદ છે ત્યાં કમંવાદ કયાંથી ? આ પણ જે કર્મવાદ સમજાય તો મનમાં બીજે જ પ્રશ્ન ઉદ્ભવે. જે ગઈકાલે ભૂલ કરી, ખરાબ સિબતમાં આવીને કે અજ્ઞાનમાં રહીને કોઈને નુકસાન કર્યું, કમ બાંધ્યું તો આ જન્મમાં ભેગવવું પડે. પણ “ભોગવવું જ પડે” એમ નથી. પશ્ચાત્તાપ અને તપના બળથી એ કમને બાળી પણ શકાય. - કોર્ટમાં કેસ ચાલ્યો અને ગુનેગારને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી. પણ એ શું કર્ટની છેટલી સજા છે ? ના, એની ઉપર વડી અદાલત છે. ત્યાં હારી જાય તે એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. એમ ગયા જન્મમાં જે કર્મ બાધ્યાં એ આત્માની આસપાસ જરૂર બંધાઈ ગયાં. પણ જો એ સુષુપ્ત (dormant) અવસ્થામાં હોય, હજુ એને ઉદય ન થયો હોય તે તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એવી અવસ્થામાં તમે જે પ્રયત્ન કરે, જાગી જાઓ, પ્રબળ પુરુષાર્થ કરે તો એ પાપને ઢગલો કદાચ પુણ્યમાં પણ ફેરવી શકાય. - ચીકણાં નહિ એવાં કર્મને પુરુષાર્થથી ફેરવીને માનવી જીવન પલટાવી શકે છે. અમેરિકામાં રોકફેલર Rockfellar એકવાર માંદા પડ્યા. શરીરમાં ખૂબ સણકા મારે. નિષ્ણાતોને બોલાવ્યા, દવાઓ કરી, ઇંજેકશને લીધાં પણ સણકા ઓછા ન થાય. વેંકટનું માનવું હતું કે ઓપરેશન કરવાથી કદાચ આંખ ગુમાવવાનો વારો આવે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આંતરવૈભવ આશ્વાસન આપવા સહુ આવે પણ દર્દમાં ભાગ લેણ પાડે ? એક રાત્રિએ જયારે સ્નેહીઓ અને સ્વજને શાંતિથી ઊંઘી ગયા હતા ત્યારે રોકફેલર દર્દથી ખૂબ પીડાતા હતા. એમને વિચાર આવ્યો? “માનતો હતો કે ધનથી દુનિયાને મુકાવી શકાય છે, આખા વિશ્વને ચરણે નમાવી શકાય છે પણ એ જ ધન મારું શારીરિક દુઃખ દૂર નથી કરી શકતું: સણકા મારે છે અને મારું માથું ફાટી જાય છે. હવે શું કરું ? સંહન થતું નથી. જે મારું ધન મને આવા દુઃખમાંથી બચાવી શકતું નથી તો ધન પાછળ મારે ઘેલા થઈ શાને મરવું ?” " મનમાં સંકલ્પ કર્યોઃ જો હું સારો થાઉં તે ગરીબ માટે મોટામાં મોટી હૈસ્પિટલ ખેલું. હું ધનપતિ છું એટલે દવાઓ લઈ શકું છું ઊંઘની ગોળીઓ ખરીદી શકું છું. અને થોડા સમય માટે દર્દને વિસરી શકું છું. પણ જેમની પાસે કઈ જ સાધન નથી એ કેવા તરફડતા હશે ? . પ્રાર્થના કરી, અંદર રહેલી આત્મશકિતને જાગૃત કરી, સબળ સંકલ્પ કર્યો અને જીવનમાં પલટો આવ્યો. અંદરથી સંક૯૫નું ચક્ર ફરે અને આસપાસના વાતાવરણમાં પલટે આવી જાય, સંકલ્પવાળા પુરુષો જ મહાન બન્યા, એ દુનિયામાં અદ્ભુત પલટે લાવી શકયા. રોકફેલરે સંકલ્પ કર્યો હું સારે થાઉં અને લોકોની સેવા કરું, લોકો માટે પૈસા ખરચું, સંસ્થાઓ ખેલું. સવાર પડી અને રેકફેલરે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. એના નામે ચાલતી સંસ્થાઓ આજે વિશ્વવિખ્યાત છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૨૧ ઇચ્છાશકિત (will power)થી અશાતાનું કર્મ પલટાઈ ગયું. અશાંતિમાંથી શાંતિમાં આવ્યા. મનમાં શુભસંક૯પનું બીજ વાવો. “મારાથી હવે કોઈ સારું કામ થવાનું છે, એ કામ હું કરીશ જ.” - નવી સંકલ્પ શકિતથી તમારામાં એવું બળ આવે, એવી તાકાત આવે કે ખરાબ કમ ફેકાઈ અને દુઃખ આપનારું તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળમાં-કર્મ હજુ ઉદયમાં ન આવ્યું હોય ત્યારે સારા વિચારે, સારા સંકો, સારું વાતાવરણ, સારા મિત્રો મળે તો એ માણસ ખરાબ કમને સારા કરી શકે. અ૫ર્ગ અવસ્થામાં, પ્રતિકૂળ દશામાં સંકલ્પ બળ કેળવ્યું તે પ્રતિકૂળ કેવું અનુકૂળ બની ગયું તે હેલન કેલરના જીવનમાં જેવા જેવું છે. સુંદર દૃષ્ટિવાળા, સારા શ્રવણવાળા અને વાચાળોને એમના ગામમાં પણ ઘણા ઓળખતા નથી અને હેલન કેલર (HelenKellar) જેવી અંધ બહેરી અને મુંગી સ્ત્રીને આખી દુનિયા ઓળખે ! જેને મળવામાં સહુ ગૌરવ અનુભવે ! કારણ શું ? પ્રતિકૂળતામાં મને બળ વડે બીજી શકિતઓને એ બહાર લાવી. આંખ ગઈ એ નિકાચિત કમ હતું, ચીકણું કર્મ હતું, એ માટે કોઈ શકય નહતું પણ એણે પરિશ્રમથી બીજી શકિતઓ ખીલવી. અપંગતા ઉપર વિજય મેળવીને દુનિયાને બતાવી આપ્યું કે આત્મશકિતનું સામ્રાજ્ય કેવું પ્રબળ છે! આત્મશકિતને ખ્યાલ આવશે પછી “ભગવાન જશે ત્યાં જઈશ', 'તકદીરમાં જે લખ્યું હશે તે થશે ક્યાં લઈ એવા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આંતરવૈભવ નિર્બળ વાક્યો નહિ બોલો. પછી તો પ્રાર્થના કરશેઃ “પ્રભે ! મને તું પ્રકાશ આપ. રસ્તો કાપવાનું કામ મારું છે. મારો રસ્તો જો નહિ કાપું તો બીજું કણ કાપશે ?” લોકો વિમાનની વાટ જોઈને બેઠા છે. જે નરસિહ મહેતા માટે વિમાન આવ્યું તે મારે માટે કેમ નહિ ? હું ગમે તેવા . ધંધા કરું પણ એકવાર તિલક કરી ધૂન લગાવીશ તે વિમાન જરૂર આવશે. એરણકી ચોરી કરે, દિયે સાયકો દાન; ઉપર ચઢકર દેખતો, કબ આવે વિમાન ?” એમ વિમાન નહિ આવે. એવા ભ્રમમાં ન પડશે. જીવનના પરમતોને જાણુને તમારે માટે શું શકય છે, શું કરી શકાય તેમ છે તે જાણું લે. રાજ્ય છોડયા પછી ભતૃહરી બેઠા બેઠા ગેડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સેચ દેરામાંથી સરકી ગઈ. ઉંમરને લીધે આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું. પ્રકાશ એ હતો, ભર્તૃહરીને સેય પવવી હતી. એટલામાં ત્યાંથી લક્ષ્મીદેવી પસાર થતાં હતાં. પૂછયું : “ભતૃહરી ! આ શું ફાટેલી ગોદડી સાંધે છે ? લે, આ નવી રેશમી ગોદડી લઈ લે, ભતૃહરીએ કહ્યું: ‘મારે તમારી ગોદડી નથી જોઈતી. મારે તો મારી જ ગાદડી સીવવી છે” લક્ષ્મીદેવીએ ખૂબ આગ્રહ કર્યો પણ ભર્તુહરી અફર રહ્યા. અંતે થાકીને દેવીએ કહ્યું: “હું ખાલી હાથે કેમ જાઉં ? બેલો, તમારે શું જોઈએ છે? કંઈક તો માગે જ.” લો, આ સમયમાં દોરો પરોવી આપો !” “શું કહો છો ? માગી માગીને આ માગ્યું ?” . Page #128 -------------------------------------------------------------------------- ________________ આંતરવૈભવ ૧૨૩ દેવીએ પૂછયું : “તમારે સુખ નથી જોઈતું ?” ભર્તુહરીએ કહ્યું : “જે ચિત્ત અંતરયામીમાં લાગી ગયું એને ફરી પાછાં સુખ, સાહેબી, ભેગ મળે તે સુખની એષ્ણામાં મન તૃષ્ણામાં લાગી જાય. અંતરયામીમાં લાગેલું મન સુખની એણમાં લપસે તે ઉપર જનારું મન નીચે આવી જાય. આ ગોદડી ઠીક છે, સીવતાં સીવતાં અંતરયામીમાં હું ડૂબી ગયો છું તે શા માટે સુખની એષ્ણામાં મનને જવા દઉં ? સુખ અને પસે આવે છે પણ અંતે અશાંતિ મૂકીને જાય છે. મારે અશાંતિ નથી જોઈતી. મારે આ ફાટેલી ગોદડી મજાની છે ન એને કોઈ લેવા આવે કે ન એને માટે કોઈને ઈચ્છા થાય; ન એને એ માટે મારામારી કે ન કોઈ ઝઘડા.” ભલે આ રૂપક થા છે પણ એની પાછળ વિચાર છે,ચિંતન છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં સુખ અને સંતોષ માની પ્રયત્નથી પ્રારબ્ધને જગાડે તે માણસ જરૂર ઉપર આવી શકે. પરિસ્થિતિને પ્રેરણું બનાવી શકે. પરિસ્થિતિને પલટાવવાની છે અને એ કામ ઈશ્વરને નથી સાંપવાનું, તમારે કરવાનું છે. ભગવાન બોલતાં હોત તો કહેત કે તને આટલું બધું તે મળ્યું છે. હવે કામ કર. આખો દિવસ ભિખ અને મદદ તું શું માંગ્યા કરે છે ? - ના, હવે મદદ નહિ, પુરુષાર્થ. હવે સ્ટીમર ગમે તે બંદરે નહિ જાય પણ નિશ્ચિત બંદરે જ જવાની. - કપ્તાનને જાગૃત કરવાને છે, સાવધાન કપ્તાને plan અને chart સામે રાખવાનાં છે. વિશાળ સમુદ્રના કિનારે કેટલાં બંદરે છે અને કયે કયે બંદરે તારે જવાની શકયતા નથી ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ' આંતરવૈભવ જે કપ્તાનની સામે સરસ chart હોય, એ દિશામાં નિૌકાયંત્ર ગોઠવી ધીમે ધીમે એ દિશામાં આગળ વધતો જાય છે. રાત અને દિવસ પથ કપાતો જાય અને બંદર નજીક આવતું જાય. 'કર્મવાદ સમજાય પછી દિવસો જાય, વર્ષો જાય અને આત્મા એના ધ્યેય તરફ નજીક અને નજીક આવતો જાય. એના જીવનમાં નબળતા નહિ સબળતા છે, એના વિચારોમાં નિર્માલ્યતા નહિ, સંકલ્પબળનું દર્શન છે. જ્યાં સંકલ્પ છે. ત્યાં જ સાફલ્યતા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજનાં ચિન્તનસભર પુસ્તકો ધર્મરત્નનાં અજવાળાં (કર્તવ્યનું દર્શન) આ. ત્રીજી ૩-પ૦ પૂર્ગ ના પગથારે (જીવનનું દશન) ,, બીજી 3-00 ઊર્મિ અને ઉદધિ (પ્રાથનાઓ) ,, પહેલી 2-00 પૂર્ણિમા પાછી ઊગી (પ્રવચને ) ,, પહેલી 2--00 - હવે તો જાગે (પ્રવચનો) , પાંચમી 2-80 સૌરભ (ચિન્તનકણિકા) ,, છઠ્ઠી 2-00 જીવનમાંગલ્ય (મનનીય પ્રવચનો) ,, છઠ્ઠી. 1-75 ચાર સાધન (પ્રવચન) ,, ત્રીજી . 1-50 ભવનું ભાતું (વાર્તાઓ) ,, થી 1-25 બિદુધમાં સિંધુ (પ્રસંગે ) છે, છઠ્ઠી 0-75 પ્રેરણાની પરબ (૨નકણિકાઓ) , ત્રીજી 0-50 બંધન અને મુકિત ( પ્રવચન ) , ત્રીજી 0-40 હિ દી जीवन पाथेय प्रथम आवृत्ति बंधन और मुक्ति जीवन मांगल्य 0 - 2 હ The Beacon Lotus Bloom Fountain o Bondage & To the cit Inspiring An 4-00 40) 3-00 1-50 1-00 (In Press)