________________
આંતરવૈભવ જવા ન દે, અંદર આવવા ન દે. માણસ વિચાર કરે અને વિચાર માણસને પોતાનામાં પૂરી રાખે.
- ઘણા ખરા માણસો અમુક વિચારો નકકી કરે છે, પછી . એની બહાર જઈ શકતા નથી. જ્યાં સુધી બહાર ન જાય
ત્યાં સુધી બહાર રહેલું પ્રકાશપૂર્ણ અનંત જગતનું દર્શન એને કયાંથી થાય ?
કેટલાક માણસો સુધારક હોવાને, વિચારક હેવાને દાવો કરે છે પણ અવસર આવતાં એ ત્યાંના ત્યાં જ હોય. બહાર જવાને દેખાવ કરે પણ જઈ ન શકે. જોર કરે છે પણ પેલા વિચારો ખૂબ જોરદાર હોય છે. હમેશાં શેઠ કરતાં ચોકિયાત પહેલવાન હોય છે. શેઠ ભેર કરવા જાય તો એ બાવડાથી પકડી બેસાડી દે “બેસી જાઓ શેઠ!” શેઠ શું કરે ? પેલો મોટો છ હાથને અને આ નાનકડો માણસ, પકડીને બેસાડી દે. ' 'તમારા વિચારો જ એટલા બળવાન બની જાય છે કે તમે આંખ બંધ કરી જયારે ધ્યાન ધરવા પ્રયત્ન કરે અને પરમાત્માના દ્વારે પહોંચવા પ્રયાણ કરે ત્યાં પેલા જૂના રીઢા | વિચારે કહેઃ અહીંથી આગળ નહિ જવાય. તમે કહેઃ મારે બહાર જવું છે. પણ ત્યાં પેલાં બંધ દ્વારની દીવાલો સામે આવે, સામે અંધારું આવે, તમારું મન શૂન્ય બની જાય, તમને કાંઈ જ ન જડે. માનસિક ભૂમિકા એવી થાય કે તમે અંદર ને અંદર ગુંગળાઈ જાઓ. પછી એક જ રસ્તો રહે. “ધ્યાન નથી ધરવું. જયારે જ્યારે વાનમાગ પર પ્રયાણ કરું છું ત્યારે ન આવવાના વિચાર આવે છે, મૂંઝવણ ઊભી થાય છે, ગભરામણ થાય છે, ચેન પડતું નથી, એટલું અંધારું જ . અંધારું, infinite darkness દેખાય છે.”