________________
આંતરવૈભવ બહાર કદી જઈ શકે નહિ. વિચારે છે મર્યાદિત હેય, એમાં જે અમંગળ તત્વ ભરેલું હોય, એમાં નિમ્નતા પડેલી હોય તે તમે કોઈ દિવસ ઊંચે નહિ જઈ શકે કારણ કે બહાર રહેલી વસ્તુ અંદર રહેલી વસ્તુને દબાવે છે. એને આકાર આપે છે. '
વિચારે ઊંચા હોય તો વ્યક્તિત્વ ખીલે છે. વ્યકિતત્વની ઉપર વિચારેને કુંભ છે, એ જ આવરણ બની આકાર આપી રહ્યો છે.
તમને એ કોઈ માણસ નહિ મળે જે પોતાના વિચારે કરતાં આગળ ગયે હેય. વિચારોની મર્યાદામાં જ માનસ મોટું થાય છે.
માણસ વિચારોને ઘડે છે, પછી વિચારે જ માણસને બાંધી લે છે. આ એક અન્યોન્યયુકિત વાળો ન્યાય છે પોતે જ કરેલા વિચારો બહાર આવીને ચેક્યિાત. થઈને ઊભા રહે છે. વિચાર જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં માણસ બહાર જઈ શકે, આગળ વધી શકે.
શેઠ કોઈ અનાડી ચોકિયાતને પસંદ કરી નેકર રાખે અને કહે: “તારે હવે આ બારણા ઉપર ઉભા રહેવાનું છે; અંદરવાળાને બહાર જવા દેવા નથી અને બહારવાળાને અંદર આવવા દેવાને નથી.” હુકમ કર્યો એટલે એ દ્વારપાળ બનીને ઊભો રહે. પછી શેઠ કહે: “મારે બહાર જવું છે ?' તો કહે : “નહિ જવા દઉં.” “કેમ?” “તમે જ મને હુકમ કર્યો છે. હું વફાદાર નોકર છું. આજ્ઞાપાલન પહેલાં.”
એમ તમે જે વિચાર કરે છે એ જ વિચારે તમારા દ્વારપાળ બની જાય છે, ચેકિયાત બની જાય છે. બહાર