________________
૩૦
આંતરવૈભવ
.
કારણ શું ? તમારી આસપાસ ચારે બાજુથી વિચારોએ તમને પૂરી દીધા છે, અનંત તરફ પ્રયાણ કરતા માણસને વિચારે મર્યાદિત કરી મૂકયો છે.
પણ જે નેકરને પહેલેથી કહી રાખેલું હોય કે તારે દ્વાર ઉપર ઊભા રહેવાનું નથી, દૂર ઊભા રહેવાનું છે અને એરોની. ચેકી કરવાની છે. સારા માણસોને આવતાં જતાં રોકવા નહિ. તે નેકર રેકે ? નેકરને જે મર્યાદા આપે છે ત્યાં એ ઊભો રહે છે. , મુખ્ય વાત શું છે ? વિચારે છે. વિચારોની એક દૂનિયા છે. કાર્ય અને ભાષાની દુનિયા દેખાય છે પણ વિચારની દુનિયા અદશ્ય છે; જે નથી દેખાતી, પણ કાર્ય અને ભાષાનું સર્જન કરનાર વિચારે છે. વિચારમાં જેટલા પ્રમાણમાં શુભ તત્વ હોય એટલા પ્રમાણમાં એ શુભ તત્ત્વ ભાષામાં અને આચરણમાં આવે.
ઘણા માણસે ખરાબ કામ કરવા નથી માગતા. ઇચ્છતા હાય, “અમે સારું જ કરીએ.” પણ જીવનમાં એવી પળ આવીને ઊભી રહે છે, ખરાબ કરી નાખે છે. ખરાબ થઈ ગયા પછી એકલા પડતાં મનમાં થાય કે આ નહેતું કરવું, કરવા જેવું નહેતું પણ થઈ ગયું. પછી પશ્ચાત્તાપ પણ કરે.
ધર્મ અને અધમ સમજાવવા શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે આવ્યા. દષ્ટાન્ત આપી ઘણું સમજાવ્યું. કૃષ્ણ બાલી રહ્યા એટલે દુર્યોધને કહ્યું: “મારે બે જ વાત કહેવાની છે. તમે જે કહેવા માગો છે એ હું નથી જાણતો એમ ન માનશો. તમે કહેવા માગે છે એના કરતાં હું વધારે જાણું છું.”
દુર્યોધને કહ્યું :