________________
આંતરવૈભવ
* ૩૧
“ગાના ધર્મન્ ન પ્રવૃત્તિઃ जानामि अधर्मम् नचमे निवृतिः। केनाऽपि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि"॥
તમે જે ધર્મ કહેવા માગે છે એ હું જાણું છું પણ એ માગે હું જઈ શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું પણ એમાંથી હું પાછો વળી શકતો નથી. હૈયામાં એવું કાંઈક' છે જેના ધક્કાથી આ બધું કર્યું જ જાઉં છું. હૈયે કાઈ શયતાન બેઠેલે છે જે મને દેરે છે અને એવી ક્ષણ આવતાં એ પ્રમાણે હું કરી નાખું છું.”
દુર્યોધને જે કહ્યું એ કદાચ તમે પણ કહી શકે. “તમે જે બધું કહેવા માગે છે એ અમને પણ ખબર છે શું અમે અમારા છેકરાને શિખામણ આપવા બેસીએ છીએ ત્યારે અમે સારી શિખામણ નથી આપતા ? અમે તો ઈચ્છીએ કે અમારે દીકરે સત્યવાદી હરિશ્ચંદ્ર થાય.” પણ કઈ મળવા આવેલું હોય અને ન મળવું હોય તે દીકરાને કહી દેવાયઃ
જા, જઈને કહી આવ કે બાપાજી ઘરે નથી.” - એક યુગલ મારી પાસે આવ્યું. પત્નીના દેખતાં એ કહેઃ મને દારૂની ગંધ આવે છે, હવેથી હું એ નહિ લઉં. મહિના પછી એમનાં પત્ની ફરિયાદ કરતાં આવ્યાં. “એ તે ચાલુ થઈ ગયા પાછા !” ભાઈને બેલાવીને પૂછયું : “શું આ વાત ખરી છે ?” ભાઈએ કહ્યું: “હું તમને ખરું કહું છું. અત્યારે મને થાય છે કે એ ખરાબમાં ખરાબ, ગંદી વસ્તુ છે. પણ જયારે મિત્રો મળે, કલબમાં ભેગા થઈએ અને એ દબાણ કરે,
સ્ત! લે ને હવે !” અને હું ખાલી પેટમાં નાખી દઉં છું.