________________
૩ર.
આંતરવૈભવ નાખ્યા પછી ભાન નથી રહેતું. પણ જ્યારે અહીં આવું છું. તેમને મળું છું. ત્યારે થાય છે કે આ બેટું થાય છે. ”
આ ક્ષણ, જે ક્ષણમાં માણસ નિર્બળ બને છે એ કેમ આવે છે ? આવું કામ માણસથી કેમ થાય છે ? માણસ પોતે નથી કરવા માગતો તેમ છતાં કરી બેસે છે. શા માટે કરી બેસે છે ? પોતાની ઈચ્છા વિરુદ્ધ કરે છે એનું કારણ શું?
શોધવાનું આ જ છે, research આની જ કરવાની છે. જે નથી કરવા માગતો છતાં એને એ કરવું પડે છે. કેકવાર જે નથી ચાહતો એ ચાહી લે છે, એવાં કામ તરફ તણાઈને, ખેંચાઈને ચાલ્યો જાય છે. - કોઈ પણ કામ એકદમ નથી થતું. દરેક કાર્યનું background છે, પાશ્વભૂમિકા એ વિચાર છે. વિચારોની દુનિયામાં જુદું જ તત્ત્વ પડયું છે. એ વિચારે છુપાઈને બેઠા છે. જીવનમાં એવી પળ આવતાં છુપાઈને બેઠેલા વિચારોના દબાણને લીધે માણસ અણધાર્યું કામ કરી બેસે છે.
વિશ્લેષણ કરશે,ઉંડાણમાં ઉતરીને ચિંતન કરશે તો લાગશે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એની પાછળ તમારા અજ્ઞાત મનમાં, અજ્ઞાત ભૂમિકામાં પડેલે વિચાર છે એ તમને કોકવાર એવી રીતે પ્રેરે છે. દેરે છે, ધક્કો મારે છે કે તમે વગર વિચાર્યું જ એ કામ કરી નાખે છે.
સાંકડા દરવાજામાંથી બહાર નીકળવા પચીસ માણસે ઊભા હોય અને તમારી આગળ કઈ સજજન ભલે હોય. સહુને બહાર નીકળવું હોય, ઉતાવળ હોય એમાં તમે ધકકો મારે અને આગળ ઉભેલે સજજન પડી જાય. એ ધકકો કોણે માર્યો.? તમે માર્યો ? ના તમે નથી માર્યો પણ પાછળ ઉભેલામાંથી કોઈકે ધકકો