________________
૮૨
આંતરવૈભવ
બને ? શા માટે માની લેવું કે "ધાના સાથ અને સથવારા મળે તેા જ જીવનમાં આગળ વધી શકાય?
જેણે આસપાસના માણસાના અભિપ્રાયા (opinion) પૂછવામાં જ જીવન પૂરું કર્યું. તેના જીવનમાં ક્દી પ્રગતિ થાય ? કહે, મારામાં અનંત શક્તિએ પડી છે. એને બહાર લાવવા માટે મારે પ્રયત્ન કરવાના છે. વિરાધનાં તત્ત્વા ખળવાન હૈાય ત્યારે જ આગળ વધવામાં મઝા આવે છે. કામ કરે ત્યારે થાડાક લોકોના ગણગણાટ હૈાય તે ચાક્કસ જાણજો કે તમારા કામમાં ભલીવાર છે.
માણસમાં કાંઇક છે તે સામે શક્તિ ઊભી થાય છે.
પતંગ ચગાવવા હાય તેા સામે વન જોરદ્વાર હવા એઇએ. પવન ન હોય તેા પતગ પડી જાય.
જેને જીવનના પતંગ ઉપર ચઢાવવા છે, દૂર દૂર લઈ જવા છે એને પરિસ્થિતિના સામા પવન જરૂર જોઇએ ’તમારી સામે કાઇ કહેનાર ન હેાય તે તમે કોઇ કામ વ્યવસ્થિત કરી શકતા નથી.
તણાયા વિના તરી જાય તેની જ દુનિયામાં યાદ રહી જાય છે.
શરીરને નહિં આત્માના વિચાર કરવાના. મારા આત્મામાં અનંત શક્તિએ પડી છે. શરીરને લઇ જનાર, વેગ આપનાર આખર તે આત્મા છે, અંદર બેઠેલી આત્મિક શક્તિ છે
જે ઘડીએ મન થાકે છે, ત્યારે શરીર થાકી જ જાય છે. તમને જમવા માટે ખેાલાવે, મનભાવતી વાનગીઓ પીરસે, કાળિયા હાથમાં લે અને તમારા યજમાન તમને અપમાનજનક શબ્દ કહે, પછી જુએ જમવામાં કેટલી મજા આવે છે?
થાળીમાં ભાવતી વસ્તુએ છે પણુ મનને આઘાત લાગ્યા પછી ભેાજનમાં મજા નથી આવતી, ભેાજન જ નીરસ થઇ જાય છે.