________________
૧૧૪
આંતરવૈભવ
મનની પ્રક્રિયા લેહચુંબક જેવી છે. આત્માની સાક્ષીએ મન વિચાર કરે છે. મન વિચારની જે દિશામાં પડ્યું તે પ્રમાણે રાગ અને દ્વેષ બંધાયાં.
મનમાં ચાલતા રાગ અને દ્વેષ એ જ લોહચુંબક. રાગ અને દ્વેષ થયા, લોહચુંબક આવ્યું અને વિશ્વમાંથી ઝણ (કર્મફપી) પરમાણુઓને સ્વસંચાલિત રીતે (automatically ) ખેંચવાનું શરુ થયું. જે પરમાણુઓ ખેંચાઈને અંદર આવ્યા, આત્માને સ્પર્શયા અને આત્મા સાથે બંધાતા ગયા એ કર્મ. કર્મ બીજું કાંઈ નથી. સારા અને ખરાબ વિચાર કરીને વિશ્વમાંથી જે પરમાણુઓ (atoms)ને આત્માએ પકડ્યા એ રકમ.
જયાં સુધી આ કમ ખરે નહિ ત્યાં સુધી આત્મા કમમાંથી મુક્ત બને નહિ, ત્યાં સુધી એની જ અસરમાં આત્મા અને મનને રહેવું પડે. પણ જેવી એની અસર કાયમ માટે નીકળી ગઈ ત્યાં આત્મા સહજ બની ગયો, મૂળ સ્વરૂપને પામી ગયો.
આ કમ છે તે જ જન્મ મરણની ઘટમાળ છે.
મનમાં સારા કે ખરાબ જે વિચાર આવે છે, તે એના સજાતીય પરમાણુઓને ખેંચી લાવે છે. સારા વિચારનું ફળ પુણ્ય છે અને ખરાબ વિચારનું ફળ પાપ છે. રાગ અને દ્વેષના લોહચુંબક દ્વારા જેવા સજાતીય પરમાણુઓ પકડાય ત્યાં એને અનુરૂપ જન્મ થાય, રૂપ મળે, આયુષ્ય નક્કી થાય, સ્મૃતિ વધે અને સારુ કે ખરાબ કરવાની શકિત પ્રાપ્ત થાય. .
સારા વિચાર કર્યા હોય, એ વિચારને સુકૃત્યો દ્વારા આકાર આપ્યો હોય તો સુંદર શરીર મળે, તંદુરસ્ત મન મળે, જયાં જાય ત્યાં આવકાર મળે, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે.