________________
આંતરવૈભવ
૧૧૩ મેં કહ્યું : “ખિસ્સામાં લોહચુંબક તે લઈને નથી આવ્યા ને?” કહે: “ના, ના.” જ્યાં કેડમાં તપાસવાની વાત થઈ
ત્યાં પેલા ભાઈએ ચાલતી જ પકડી. ' લોહચુંબકે ઘડિયાળના ભાગ (part)ને સ્થગિત કરી દીધું. આ ચમત્કાર.
આજે દુનિયા આવા ચમત્કાર પાછળ, આવા ધુતારુઓ પાછળ દોડી રહી છે. હાથમાંથી રાખ કાઢે તે બધા જેવા દાડે. અરે ભાઈ ! ધરતીમાં રાખ ક્યાં ઓછી છે તે હવે અદ્ધરથી રાખ કાઢવાની જરૂર પડી ?
જ્યાં ચમત્કાર પાછળની દેટ છે ત્યાં સમજણ ક્યાંથી ? ચમત્કાર સમાજને જ રેકે છે. ચમત્કાર આવતાં પ્રકાશ, પ્રજ્ઞા અને પુરુષાર્થ ઓછો થઈ જાય.
ચમત્કાર એ અજ્ઞાનની જ સુધરેલી આવૃત્તિ છે. ચમત્કાર કરનાર અજ્ઞાની છે કે એની પાછળ દોડનારે ? ઘણીવાર ભણેલા જેટલા અજ્ઞાની બની દોડે છે એટલા તે અભણ પણ નથી દોડતા. , જેણે વિચાર કરવાની શક્તિ બાજુમાં મૂકી દીધી એ ખલાસ થઈ ગયો.
દુનિયામાં ચમત્કાર જેવું કાંઈ નથી. જે વસ્તુ હતી નથી, તે કદી આવી શકતી નથી, લાવી શકાતી નથી અને જે લાવે છે એણે એને એવી કળાથી ક્યાંક છુપાવી છે જે તમે જોઈ શકતા નથી. એટલે જ તમે એને દેવી વસ્તુ કહે છે, અને છી તે એની પાછળ કલ્પનાની દેર છૂટી જ મૂકે છે.
પ્રજ્ઞાને ચમત્કારથી ખલાસ કરવાની નથી પણ જ્ઞાનથી વધારે વિકસાવવાની છે.