________________
૧૧૨
આંતરવૈભવ તમે કહોઃ “હું ક્યાં હસું છું ?” પણ મનમાં જે વિચારે ચાલે છે એનું પ્રતિબિંબ (reflection) આંખોમાં, હેઠઉપર અને સારા ય ચહેરા ઉપર આવ્યા વિના રહેતું નથી.
જે અંદરથી ઘવાયો હોય, જેનું અપમાન થયું હોય એને તમે લગ્ન પ્રસંગમાં લઈ જાઓ. બધા હસતા હોય એટલે એ પણ ધક્કો મારીને, પ્રયત્ન કરીને હાસ્યને બહાર લાવવા મથામણ કરે પણ સહજ રૃતિનું મુકત હાસ્ય દેડી નહિ આવે. ધક્કો મારવો પડે, હોઠ પહોળા કરવા પડે. ગાલ ખેચવા પડે. કહે : તું બહાર આવ. આ હાસ્ય બતલાવવા માટે છે, માણવા માટે નહિ. બહાર છે, અંદર નથી. - ચતુર સમજી જાય છે. પૂછે : કેમ તમે દુઃખી છો ?” : કહે: “ના, ના કાંઈ નથી.” “કાંઈ નથી' એમ ભલે કહે પણ એને “કાંઈક' તે છે જ. માટે તો સહજ સંસ્કૃતિનું મુક્ત હાસ્ય એ નથી કરી શકતો.
વિચારને લીધે એની પ્રકૃતિમાં પલટો આવે છે. | વિચારોની પ્રક્રિયા ઘણી ઊંડી છે. લોહચુંબક જેવી છે.
લોહચુંબકને ટુકડે જેમ લોહની ઝીણું રજકણને ખેંચી લે, અટકાવી દે છે તેવી પ્રક્રિયા વિચારની છે.
એક ભાઈ મારી પાસે આવ્યા, કહે મહારાજશ્રી, મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે હું હાથ ઊંચે કરું અને આ ઘડિયાળ બંધ થઈ જાચં.
એ ભાઈ ઘડિયાળ નજીક ઊભા રહ્યા, અંદર ગયા અને બહાર આવ્યા, અને ઘડિયાળ બંધ થઈ ગયું.
અદ્ભુત ચમત્કાર ! બેઠેલા બધા એને મૂકી પડ્યા.