________________
આંતરવૈભવ
| સાધનાથી તન અને મનને ઘડવાનું છે. ગમે તેવો આંચકો લાગી જાય ત્યારે સમાવીને તમે હસીને કહી શકેઃ વા નહિ, - એવું પણ બને. બીજાને ત્યાં અને એ મારે ત્યાં પણ બની જાય. બીજાની જેમ હું અંતરથી કાયર કે દુઃખી નહિ બનું. કારણ કે મેં મારી અંતરની દુનિયા તૈયાર કરી છે.
સારી ઘડિયાળની કિંમત ડાયલ ઉપરથી નહિ પણ એના મશીન ઉપરથી, એના યંત્રોની રચના ઉપરથી, એની ઝીણવટ ઉપરથી થાય છે. મશીને તૈયાર થયા પછી એમને તપાસવા માટે, પ્રયોગ (experiment) માટે, એમને આંચકા (shocks) આપવામાં આવે છે.
મૂલ્યવાન અને સારી વસ્તુને બરાબર તપાસીને, એની પરીક્ષા કરીને જ બજારમાં મૂકવામાં આવે છે. નહિતર કંપનીનું નામ બદનામ થાય.
ન જેવી રીતે કંપનીના માલિક બધી રીતે પરીક્ષા (test) કરીને ઘડિયાળાને બજારમાં મૂકે છે તેવી જ રીતે મનને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, ચિત્તના વિશ્લેષણ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સાધના દ્વારા તૈયાર કરીને વિશ્વમાં વિહરવાનું છે.
આજે તમારું મન sub-conscious mind નબળા વિચારેનું શિકાર બની ગયું છે. નબળા વિચારે નાનપણથી આપવામાં આવ્યા છે.' * સુખીમાં સુખી માબાપ દીકરાને દુઃખીમાં દુઃખી બનાવે છે. એને જે તાલીમ આપવી જોઈએ તે નથી આપી શકતાં. કઠેરતા અને દુઃખ પણ અમુક પ્રમાણમાં જિંદગીમાં ખાતરનું કામ કરે છે.
- જૂના જમાનાની આ વાત છે. જયપુરમાં એક શિક્ષક ક્ષત્રિયકુમારને ભણાવતા. એ ખૂબ જ પ્રમાણિકતાથી ભણાવતા.