________________
• આંતરવૈભવ
૬૩
માનવ જીવનને સુંદર બનાવવું હોય તે ભૌતિક - વસ્તુઓની જેમ પારખ અને કાળજી કરે છે તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ કરે. તમને જાણે છે તેમ મનને પણ જાણે. તન એ ડાયલ છે, મન એ મશીન છે. મન ચના (mechanism) નહિ જાણે તે હાથમાં ડાયલ રહી જશે અને મશીન સાવ ઠેઠિયું આવી જશે. આંચકાની સાથે બંધ પડી જશે.
જીવનમાં એક આંચકો લાગતાં હૃદયનો હુમલો (heart attack) થઈ જાય છે ને ? પછી છ અઠવાડિયાં સુધી આરામ! એક- હા, આ હૃદય એક આંચકે સહન કરી શકતું નથી.
તનને વ્યાયામ છે તેમ મનને પણ વ્યાયામ છે. એથી મન આઘાતક્ષમ (shockproof) થવું જોઈએ. ઘડિયાળમાં shockproof હોય છે ને ? પણ પહેરનાર shockproof છે? એને કેટલા આંચકા (shocks) લાગવાને સંભવ છે ? ધાર્યું ન હોય એ બની જાય, ધાયું હોય એ સરકી જાય, કલ્પના ન કરી હોય એ જોવું પડે, કરેલી કપના ધૂળમાં મળી જાય અને જે બીજાના ઘરમાં ન જોયું હોય એ પોતાના જ ઘરમાં બની જાય. થાય, હવે જીવીને શું કામ છે ? જીવનમાં હવે શું મઝા છે ?'
વાત ખોટી છે. તમે કોઈને માટે જીવવા નથી આવ્યા. તમે માત્ર લોકોને પાળવા માટે, પિષવા માટે, ખવડાવવા માટે, કીર્તિ વધારવા માટે, ભેગું કરીને આપવા માટે જ નથી આવ્યા. પણ અંદરને વિકાસ સાધવા માટે અને અનંતની યાત્રા પૂર્ણ કરવા માટે આવેલા છે. એ વિકાસને વિચાર ન કરે અને માત્ર બહારનું સાચવવામાં રહી જાઓ તો જે મેળવવાનું છે એ જ રહી જાય.