________________
આંતરવૈભવ
વિદ્યાર્થીમાં ભૂલ દેખાય તો ભણાવતી વખતે કો'કવાર પંદર મિનિટ તો કોવાર અર્થે કલાક એક પગ ઉપર રહેવાની સજા પણ કરતા. શિક્ષા અને પરીક્ષાની એ ઘણી રીતો વાપરતા. પણ વિદ્યાર્થી સરસ તૈયાર થઈ જતો. ત્યાંના રાજાને સંતાન ન હોવાથી એણે દૂરના સગાના આ છોકરાને દત્તક લઈ ગાદી ઉપર બેસાડ્યો.
ગાદી ઉપર આવ્યા પછી નવા રાજાએ પેલા શિક્ષકને બોલાવીને કહ્યું: “હવે મારે વારે છે. તમે મને માર્યો, એક પગ ઉપર ઊભે રાખ્યો અને શિક્ષા કરી તે હું ભૂલ્યો નથી. મારી આંખમાંથી આંસુ પડતાં હતાં ત્યારે પણ તમે સ્વસ્થ રહેતા.”
શિક્ષકે હસીને કહ્યું: “બદલો લેવો હોય તો ભલે લે. પણ મને જ ખબર પડી હોત કે તમે રાજા થવાના છે તે હું આના કરતાં પણ વધારે શિક્ષા કરત. મને ખબર નહિ કે તમને આવી મોટી સત્તા મળવાની છે, તમે પ્રજાના પાલનહાર બનવાના છે.”
જે પ્રજાના પાલનહાર બનવાના હોય એને જીવનની બધી જ શિક્ષા અને દીક્ષા આપીને એની દષ્ટિને વ્યાપક અને પૂર્ણ વ્યવહારુ બનાવવી જોઈએ. * જે ઘડામાં અમૃત ભરવાનું છે એ ઘડો જ પાકે ન હોય તે અમૃત પણ ઢળે અને ઘડો પણ જાય.
સાચા માતાપિતા કોણ છે? જે પોતાનાં સંતાનોને તૈયાર કરવા માટે જીવનની કડક સાધના તરફ પણ લઈ જાય છે તે.
માણસને સગવડેએ નહિ, પણ સાધનાએ મહાન બનાવ્યો છે. સાધનાથી સબળ બનેલું મન ગમે એવા પ્રસંગમાં અણનમ રહી શકે છે. સુષુપ્ત મનમાં જેટલા પ્રમાણમાં સહન કરવાની શક્તિ વધે છે એટલા પ્રમાણમાં એ માણસ મહાન બને છે.