________________
આંતવૈભવ
" એવી રીતે આપણે આત્મા અનાદિકાળ (infinite time થી જડની સાથે, કમની સાથે, વાસના અને વૃત્તિઓની સાથે મળેલો છે છતાં તેણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી ગુમાવ્યું. એનામાં રહેલા ગુણ (quality)ને બહાર કાઢવા હોય, એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તો પ્રયત્ન કરીને એની સાથેનું જડ તત્ત્વ દૂર કરવું પડશે.
શુદ્ધ કર્યા વિના ખાણમાંથી નીકળેલી ધૂળને સોનાના ભાવે વેચવા બેસે તે કોણ લે
માટે પુરુષાર્થ તો કરવું જ રહ્યો. એક ફિલસૂફે જીવનની ચાર ભૂમિકા આપી છે.
ભૂલ કરે તે માનવ, ભૂલ કરીને હસે તે દાનવ, ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે તે સજજન અને ભૂલમાંથી પ્રયત્નપૂર્વક કૂદકે મારી બહાર આવે તે મહામાનવ.
ભૂલ કરવી એ માનવીને સ્વભાવ છે. એ ગમે તેટલે સાવધાન • હોય, જાગૃતિ રાખતા હોય, છતાં ક્યાંક તો અકસ્માત થવાને.
એટલે જ વીમા કંપનીઓ જવી રહી છે. વીમા કંપની ઓ. શું બતાવે છે ? માણસનું perfection ગમે તેટલું હોવા છતાં પણ એના જીવનમાં ભૂલને સંભવ છે.
જીવનદણ ભૂલોને કરુણાભરી નજરથી જુએ છે બિચારો માનવ છે, ભૂલ થઈ ગઈ છે, એને મારે હાથ આપીને ઉઠાવવાને છે.
-કીચડ ખૂબ થયો હોય, જમીન લીસી હોય ત્યારે પહેલવાન પણ લપસી જાય.