________________
આંતરવૈભવ
નબળી પળોમાં સારા સારા માણસે પ્રલેશનમાં આવી જાય છે. એ પ્રલોભન પછી પૈસાનું હોય કે સત્તાનું પદવીનું હોય કે પશુતાનું. પતનની પળમાં માણસ નિર્બળ અને નિઃસત્ત્વ હોય છે.
Plato એ પ્રશ્ન કર્યો: માણસ પ્રામાણિક છે પણ તે ક્યાં સુધી? જ્યાં સુધી તમે એની કિંમત ચૂકવતા નથી, ત્યાં સુધી તમે કિંમત ચૂકવે પછી પ્રામાણિક કેટલે પ્રામાણિક છે તે જુઓ.
મેટા હોદ્દા પર રહેલાને પાંચ હજાર રૂપિયા આપો, એ લાંચ નહિ લે. કહેઃ ઉઠાવી જાઓ, મને લાંચ આપવા આવ્યા છે ? પટાવાળાને બોલાવે, પોલીસ પાસે પકડાવે, છાપામાં આવે, જગજાહેર કરે. “કેવો પ્રામાણિક અમલદાર ! પાંચ હજારને ઠેકર મારી.”
બી જઈને પચાસની ઓફર કરે. પેલો કહેઃ તું મને જાણતો નથી ? સી. આઈ. ડી. ને બોલાવી પકડાવે. •
હજી એની પ્રામાણિકતાની કિંમત (value) ચૂકવી નથી. જરા આગળ વધે.
કઈ પાંચ લાખ રૂપિયા લઈને આવે અને કહેઃ “સાહેબ તમારે પગાર કેટલો ?” “બે હજાર.” “વારુ, તમે કરી કરીને કેટલા વર્ષમાં પાંચ લાખ રૂપિયા મેળવી શકશો ? વિચાર કરી જુઓ, વિચાર કરો, બીજું કાંઈ નહિ.'
- પાંચ લાખ રૂપિયાનું વજન વધતું જાય. પ્રામાણિકતાનું પલું ઉપર જતું દેખાય. બિચારી પ્રામાણિકતા વેચાઈ જાય.
પાંચ હજારમાં નહિ, પચાસ હજારમાં નહિ, પાંચ લાખ પ્રામાણિકતાને ખરીદી શકે !
માણસ પ્રામાણિક છે” એને અર્થ એ કે એની પ્રામા