________________
આંતરવૈભવ ણિકતાનાં મૂલ્ય ચૂકવનારે હજી સુધી એને માટે નથી. મૂલ્ય ચૂકવનાર મળે છતાં પણ ન ચળે તે માનવું કે એને આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ છે.
સામાન્ય રીતે તમે બહુ સારા છે પણ તમારા સારપની બરાબરીમાં ઊભી રહી શકે એવી કઈ વસ્તુ જીવનમાં નથી આવી એટલે સારા !
તમારી પાસે લાખ રૂપિયાને હરે હોય અને એને કઈ દસ હજારની ઓફર (offer) કરે તો શું કહે ? “ચાલ ચાલ, હવે બે થઈ જા.” આગળ વધતાં નવાણું હજારની ઓફર કરે ત્યારે પણ તમે કહી શકોઃ મને નવાણું હજારની offer હતી પણ મેં એને ઊભે રહેવા ન દીધો.
પણ એમ કદી બને કે “સવા લાખ આપવા આવ્યો હતો તેમ છતાં પણ મેં ના પાડી !”
પ્રલોભન ઓળંગીને બહાર આવે ત્યારે જાણવું કે એનામાં આત્મશ્રદ્ધા અને પરમપ્રકાશને દીવો પ્રજવલી રહ્યો છે. એની આસપાસ હવે ગમે એવાં મૂલ્યો આવે પણ પોતાની નીતિ અને પ્રામાણિકતાને એ છોડવા તૈયાર નથી. - ભૂલ કરે તે માનવ. પણ ભૂલ કરીને જે હસે છે તે દાનવ છે. મનમાં રાજી થાયઃ “કેવી કુશળતાથી મેં ભૂલ કરી કે કોઈને ખબર પણ ન પડી.”
ઘરાક પાસેથી પૂરા પૈસા લે પણ કાપડ એવું પધરાવે કે ધુએ ત્યારે રૂએ. .. विकार हे तो सति विक्रियन्त येषां न चेतांसि त एव धीराः - कालिदास | *વિકાર ઉપજે એવી પરિસ્થિતિમાં પણ જેમનાં ચિત્ત અવિકારી રહે તે જ ધીર પુરૂષ.