________________
૧૦૦
આંતરવૈભવ પૈસાના પ્રલોભન ખાતર હલકી વસ્તુ પધરાવવા બદલ પશ્ચાત્તાપ નથી પણ અભિમાનથી છાતી ફુલાવે છે.. .
ત્રીજે પણ પ્રકાર છે, જે ભૂલ કરીને રડે છે, મનમાં પશ્ચાત્તાપ કરે છે. મેં આ બહુ ખોટું કર્યું એવો આતપ અનુભવે તે સજજન છે. | દુર્ગુણમાંથી બહાર આવી શકતું નથી પણ આવવાની તાલાવેલી છે. મનમાં દુઃખી છે, પોતાની નબળાઈઓ માટે જાગૃત છે, ફરીથી નબળાઈઓને વશ થઈને ભૂલે ન થાય માટે સજાગ છે પણ નબળી પળોમાં નબળાઈઓ સામે ઝૂકી જાય છે. મનમાં રહેલ નિબળતાના તત્ત્વને સામને કરી શકતો નથી.
એ નમે છે, પડી જાય છે. પણ એના મનના ઊંડાણમાં દુઃખ છે.
ભલે પડી ગયો, પણ પડી રહેવાનું નથી, ઊભા થઈ જવાનું છે. ઊભો નહિ થાઉં તો પાછળથી આવતી ગાડીઓ નીચે ચગદાઈ જઈશ.
પણ જે ભૂલમાંથી છલંગ મારીને બહાર નીકળી આવે છે એ તે મહામાનવ છે. આવા માનવથી માનવજાત ઊજળી છે અને એમનામાંથી પ્રેરણા મેળવે છે.
કેનેડાના બગીચામાં ઝાડ નીચે એક યુવાન બૅટૅ બેઠે વિચારી રહ્યો હતો. જુગારી મિત્રો મળ્યા, ભણવામાં મન ન લાગ્યું. માબાપે જે થોડા પૈસા મોકલ્યા તે મેં વ્યસનોમાં એમના એમ ખરચી નાખ્યા. હવે અમાંથી હું બહાર કેવી રીતે આવું ? જીવનથી થાકેલો યુવાન વિચાર કરતાં કરતાં આડો પડ્યો. પાસે નાની-શી સુવાકયોની એક ચપડી પડી હતી. તેનું પાનું ખોલ્યું. વાક્ય વાંચ્યું :