________________
આંતરવૈભવ
પ્રશ્નોથી માણસ સાચો ધર્મી બને છે. આ - જે ધર્મ શંકા કરવાની ના પાડે છે, પ્રશ્નો પૂછવાની મના કરે છે એ તમને અજાણ્યા કૂવામાં ઉતારવાની વાત કરે છે..
શંકા ન કરો અને એમને એમ સ્વીકારી (accept) લે તે જીવનમાં કો'ક એવી પળ આવતાં આંચકો લાગશે, અને શ્રધ્ધાનું તત્વ બહાર નીકળી જશે. તમે ખાલી બની જશો.
શંકા કર્યા વિના, પ્રશ્નો પૂછયા વિના, જાણ્યા વિના, ધમને સ્વીકારનાર શું સાચે ધર્મી છે.? -
તેજાબમાં મૂક્યા વિના, સિટી ઉપર ચઢાવ્યા વિના, બરાબર જોયા વિના જે સેનું લે છે તેને કોઈ પૂછેઃ આ સેનું છે ? એ ઉપરથી કદાચ “હા” કહેશે પણ તરત મનમાં શંકા mભી થવાની. ‘મેં બરાબર તપાસ કરાવી નથી, કદાચ રેડગેડ પણ હોય.
પણ જે બરાબર તપાસ કરીને લે છે એ તો છાતી ઠોકીને કહે છે: મેં બરાબર તપાસ કરીને લીધું છે, એમાં મને જરાય શંકા નથી.
પ્રશ્ન થાય કે જે હું આનંદમય છું, અમર છું તે. આજે હું દુઃખી કેમ છું અને મરી કેમ જઇશ ? એનું કારણ જડને સંગ છે. પુદ્ગલની ભાગીદારી છે.
સેનાની ખાણમાં સોનું અને ધૂળ સાથે મળેલાં છે, એનાદિકાળથી સાથે જ છે, છતાં તેનું સેનું છે અને ધૂળ ધૂળ છે. સાથે રહેવા છતાં પિતાના મૂળ સ્વભાવને ગુમાવ્યો નથી. બન્નેનું વ્યક્તિત્વ ભિન્ન છે.
હા, પુરુષાર્થથી ધૂળને ઘેઈઈને શુદ્ધ કરતાં ધૂળ એક બાજુ જાય છે અને સોનું હાથમાં આવે છે. આ આખો એક પુરુષાર્થને ક્રિયા પ્રયોગ છે.