________________
આંતરવૈભવ
૯૫
જો એમ લાગે હું મરી જવાના છું તેા રાતના ઊંઘ જ નહિ આવે.
ફ઼ાઈને પૈસા ચૂકવવાના હાય, ચેક લખી આપે! અને આગલે દિવસે ખબર પડે કે બેંકમાં balance નથી તે આંખી રાત ઊંઘ આવે છે ? કાઈ કહે કે
તમને ટી. બી. થયા છે તેા કેટલેા ગભરાટ છૂટે છે? ઊંઘ ઊડી જાય છે, નહિ ?
તા, બધાને વિદાય આપીને આવનારા જીવે છે, હસે છે, ખુશીથી જીવે છે. હસે છે, ખુશીથી જીવે છે એનું કારણ એ કે શરીરમાં બેઠેલા જાણે છે કે જગતમાં `મૃત્યુ દેખાય છે પણુ આત્મામાં અમૃતત્વ પડેલુ છે. આ અમૃતત્વની સુષુપ્ત મન (sub-conscious mnd)માં રહેલી શ્રદ્ધાને કારણે આત્માને થઈ ગયેલી પ્રતીતિને કારણે જ ખીજા મરતા હૈ।વા છતાં પાતે મરી જવાના છે એમ તે નથી માનતા
ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરતાં પહેલાં ખાડા કરે, પછી થાંભલેા મૂકી આસપાસ માટી, કાંકરા, પથરા મૂકી ચાર જણા ભેગા થઈ થાંભલાને ખૂબ જોરજોરથી હલાવે. શા માટે હુલાવે ? કયાંક જરા પણ · કાચુ, ઢીલું રહી ન જાય, નહિતર રાહદારીના જીવનું એખમ. હલાવી હલાવીને ખાડા જરાક ઢીલા થાય એટલે વળી પથરા નાખે, કાંકરા ભરે અને ફરી હલાવે. એમ કરતાં કરતાં એવા મજબૂત કરી નાખે કે ચાવીસ જણા હલાવે તે ય મચક ન આપે.
એવી જ રીતે ધર્માંના થાંભલાને પણ હૈયામાં પે. શંકાએ કરીને, પ્રશ્નો પૂછીને એને હલાવતા જામે તમને પૂર્ણ ખાતરી થવી એઈએ કે હુ જે માર્ગે જઈ રહ્યો છું એ મા સાચા છે – એ જ માગ સાચેા છે.