________________
આત્મા દુ ખી નથી, અજ્ઞાની નથી અને પાણી પણ નથી. - જે માને છે કે “હું પાપી છું” તેની સામે જૈન દર્શને બીજે વિચાર આપ્યો. ‘તું પાપી હોઈ શકે જ નહિ. જે તું ખુદ પાપી હોય, તારી બુનિયાદ જે પાપની હોય અને પાપ એ જ તારું જીવન અને સર્જન હોય તો તું પરમાત્મા કેમ બની શકે ? જેને તાણાવાણા પાપનો જ હોય એ કાપડ પાપનું જ હોવું જોઈએ. પણ ના, તારે તાણાવાણો તો દર્શન અને જ્ઞાનને છે. એટલે પાપ તારાથી પર છે. બહારથી આવીને ભળેલું છે.”
* * , મરી જવાને એમ માનનારની સામે બીજુ સત્ય આ છે તું મરતો જ નથી, દુનિયામાં એવું કોઈ જ તત્ત્વ નથી જે તને ખતમ કરી શકે. પ્લેગ, કેન્સર, ટી. બી.; આ બધા રોગ શરીરને થાય છે તને નહીં, આત્માને નહીં.
માટે જ ઘણાને મૂકીને આવીએ, સ્મશાનમાં મૂકીને આવીએ, મરતાં જોઈએ તેમ છતાં ગભરાઈને જીવવાનો વિચાર માંડી નથી વાળતા. હસીને જીવીએ છીએ કારણ કે અંદર બેઠેલું, તત્વ કહે છે ભલે કેઈને બાળી આવ્યો, કબરમાં દાટી આવ્યો, Tower of Silenceમાં મૂકી આવ્યો પણ હું મરતે નથી.
મનુષ્યના જીવનમાં બે જાતની વિચારધારાઓ વહી રહી છે. આંખથી દેખી શકાય છે કે લોકો મરી રહ્યા છે, પણ વ્યક્તિમાં રહેલ આત્માને લાગતું નથી કે હું મરી જવાને છું.