________________
આંતરવૈભવ
૯૩
વસ્તુ આવી શકે તેમ નથી અને જૂની મારાથી કંઈ છૂટે એમ નથી. ઘણું જીવન વહી ગયું ને થોડું રહ્યું છે તે પણ એમને એમ પૂરું થઈ જેવા દે.
* હું પૂછું, શું સૂકા લાકડાને રંદો મારો તો સુંવાળું ન થાય ? પાલિશ કરો તે એનામાં ચકચકાટ ન રમાવે ? અને એનું સુંદર ફરનીચર ન બને ? આપણું જીવન શું સૂકા લાકડાથી પણ ગયું ?
એને વિચારને અને ચિંતનને રંદો મારો તો જીવનમાં પરિવર્તન કેમ ન આવે? અંદરની શક્તિઓને આવિષ્કાર કેમ ન થાય ? - આ શક્તિ ઓ અંદર બિરાજમાન છે, બહારથી આવેલી કે લાદેલી નથી. આત્માને આ મૂળ સ્વભાવ છે. એના અસ્તિત્વમાં આ શક્તિઓનું અસ્તિત્વ છે.