________________
આંતરવૈભવ
આજે આત્મા ધાર તેા નથી, કરવા માટે નિર્ણય .કરતેા નથી; તંદ્રાને ઉડાડીને એ માર્ગે લાગ્યા નથી એટલે જીવન દુઃખી છે. તંદ્રા ઊડે પછી એને માટે કોઇપણ વસ્તુ અશકય નથી.
૯૨
ઊંઘવું અને જાગવું એ માત્ર આંખા સાથે જ સંબંધ નથી ધરાવતાં, ખરી રીતે તે વિચાર। સાથે જ ધરાવે છે. આંખ ખુલ્લી હાવા છતાં ઘણા વિચારામાં નથી ઊંઘતા ?
બગીચામાં કાયલ અને કાગડા અડાઇ પડ્યાં, અથડાઇને એ ઝાડ ઉપર જઇને બેઠાં. કાગડાએ ‘“કા, કા' કરીને પેાતાના કર્કશ આવાજથી વાતાવરણને કલુષિત કરી નાખ્યું ત્યારે પેલી કાયલ વિચારે છે:
કાગડાને ભૂલથી મારી ચાંચ તે! નહિ લાગી હાય ને ? એને શાંતિ આપવા માટે લાવ, મધુર ગીત ગા; મીઠા અવાજથી વાતાવરણને મધુર અને સંગીતમય બનાવું.
ઝાડ નીચે બેઠેલે કવિ વિચારે છે: માણસ કાગડા કે કાયલ? એ ધારે તે બની શકે. મધુર અવાજથી વાર્તાવરણને ગુંજતું કરી શકે અને પેાતાના કલહભર્યાં સ્વભાવથી જયાં જ્યાં જાય ત્યાં વાતાવરણને ચિંતામય અને ખળતરાભયુ પણ ખનાવી શકે.
આ કામ કેાણ કરે છે ? ભાગ્યના ઉપર દ્વેષ ન દેશેા, કાઇક મને કરાવી રહ્યું છે એમ પણ ન કહેશે, એ કરનાર માણસ પાતે જ છે.
શા માટે મને આવકાર નથી મળતા એ વિચારી માણસે પેાતે પાતાની શક્તિએને વિકસાવવી જોઇએ, પેાતાના ચારિત્રને સુંદર બનાવવું જોઇએ અને જીવનમાં કાયલની મધુરતા લાવવી જોઇએ.
ઘણાખરા માણસે જૂની ટેવ પ્રમાણે જ કહેતા હૈાય છે: હવે શું ફેરફાર થવાના છે ? જેમ ચાલ્યું તેમ ચાલવા દે. હવે નવી