________________
આંતરવૈભવ
તમારામાં ઈશ્વર બેઠે છે, શક્તિને સ્વામી બેઠો છે. ધારો એટલે વિકાસ કરીને ઉપર અને ઉપર જઈ શકો છો, દુનિયાને કાંઈક આપી શકો તેમ છે. - માણસને આ જાગૃતિની જરૂર છે, કે કાંઈસ્ટ પણ મારામાં છે અને રામ પણ મારામાં છે, ભગવાન મહાવીર પણ મારામાં છે અને ભગવાન બુદ્ધ પણ મારામાં છે. જયારે હું અહિંસા, સંયમ અને કરુણાભર્યું જીવન જીવું છું ત્યારે હું મહાવીરના પંથે ચાલ્યો જાઉં છે અને જયારે હું હિંસા, વિલાસ અને કરતાભર્યું જીવન જીવું છું ત્યારે હું ? ગોશાલકના પંથે ચાલ્યો જાઉં છું. .
ઉત્તમતા અને અધમતા આ એક દષ્ટિ છે, પરિસ્થિતિ છે. આને પૂર્ણ ખ્યાલ આવતાં આપણામાં જે ફુરણ આવે, સ્કૂર્તિ જન્મ-હું શા માટે આ ન બનું? મારી આ શ્રેષ્ઠ શક્તિઓને હું શા માટે બહાર ન લાવું ?
માણસને આવા પ્રેરણાદાયી વિચાર આવતા નથી. તે કહે: હું શું કરીશ? મારાથી શું બની શકશે ? હું નિર્બળ માણસ કરી કરીને શું કરવાને ? . . - નિર્બળ વિચાર જીવનમાં કાર્યને ઉત્સાહ કયાંથી લાવે ?
દરિયાની ભીની હવામાં જેમ શેકેલા પાપડ હવાઈ જાય છે તેમ નિબળ વિચારમાં ઉત્સાહ ઠંડે પડ, મરી જાય છે.
- તમારામાં એક બળવંત જીવંત તત્ત્વ છે તેને જે દિવસે તમને અનુભવ થાય તે દિવસે તમે જાગ્યા કહેવાઓ, જ્યાં સુધી આ વિચાર ન જાગે ત્યાં સુધી તમે ઊંઘતા છે. . . - “અનંત શક્તિઓની શકયતા મારામાં પડી છે”, “હું ધારું તે કરી શકું ” આ ખ્યાલ આવ્યો અને નવપ્રભાત થયું.