________________
૯૦
આંતરવુંભવ
કાઈ નથી પણ હું પોતે જ છું. એ વખતે હું કેવા નિર્દેષ હતા, માતાની સાથે આવ્યા હતેા. અહીં બેસાડીને તમે મારી આકૃતિ દેરી હતી. આ બાર વર્ષોંના ગાળામાં ખરાબ સંગતે હું કેવા ખની ગયા ? દારૂડિયા બન્યા, વ્યસની બન્યા, જુગારી અને અનાચારી બન્યા, રૂપ અને લાલસાની પાછળ ઢેડી ઢાડીને પશુ બન્યા. આજે હું ચારી કરી શકું છું, ખરાબ નજર નાખી શકું છું, નીચ અને અપ્રમ કામ હસીને કરી શકું છું, અંતરાત્મા મને હવે ડંખતા નથી. પણ આજે આ બે આકૃતિઓ શ્વેતાં હું જુડાસ છું તે જ હું ઈશુ હતેા તેને ખ્યાલ આવે છે.
ઇશુ જુડાસ કેમ બની શકે છે અને જુડાસ ઈશુ કેમ બની શકે છે એ જ જોયા કરું છું, બીજું કાંઈ નહિં. મારું જ તત્ત્વ મને કેમ નીચ બનાવી શકે અને નીચે લાવી શકે છે અને મારું તત્ત્વ મને કેમ ઊર્ધ્વગામી બનાવી ઉપર લાવી શકે છે એ એના જેમ જેમ વિચાર કરતા જાઉં છું તેમ તેમ મારું હૃદય ભરાઇ આવે છે, પશ્ચાત્તાપથી હું બળી જાઉં છું.”
માઇકલે કહ્યું: મારા શ્રમ આજે સફળ થયા છે. મેં તે માત્ર પથ્થરમાં આકૃતિ કંડારી હતી પણ આજે મને તારાથી જીવંત પ્રભુનું દર્શન થયુ` કે ભગવાન અને શયતાન કાંય નથી, અંદર છે માણુસ જ ક્રાઇસ્ટ છે અને માણસ જ જુડાસ છે.
યાદ આવ્યું “ The kingdom of Heaven is within you.''
સ્વર્ગ નું સામ્રાજ્ય બહાર નથી, તારામાં જ છે. તું ધારે તે સ્વ રચી શકે અને ભૂલે તે। જીવનને નરક પણ બનાવી શકે. નરક અને સ્વર્ગ બનાવનાર આ શરીર નહિ, આંખેા કે ઇંદ્રિયા નહિ, પણ આપણે ખુદૃ છીએ.