________________
આંતરવૈભવ
૮૯
ઉપર જાણે હમણાં જ પ્રભુને ત્યાંથી આવ્યું હોય એ પ્રકાશ હતો. એની આકૃતિ સુંદર અને સૌમ્ય હતી બાળકને જોતાં જ એને થયું કે ઈશુનું રૂપ પથ્થરમાં કંડારવા માટે આ બાળક યોગ્ય છે. માતાને કહ્યું: “કહે એટલા પૈસા આપું પણ તમે તમારા બાળકને લઈને આવે, મારી સામે બેસાડે, હું આ સૌમ્ય આકૃતિને પથ્થરમાં કંડારવા માંગુ છું.” માતા કાબૂલ થઇ, શિલ્પ તૈયાર થયું, Christ ની નિર્દોષતા અને માનવતા જીવંત બન્યાં.
ઘણાં વર્ષો વીતી ગયાં. માઇકલને થયું : જેવી રીતે ઇશુની સુંદર પ્રતિમા સજી એવી જ રીતે એની સામે હવે જેની આંખમાં ખૂનીનું ખુન્નસ હોય અને માં પર ડાકુ જેવો ભાવ હોય એવા જુડાસ Judasની આકૃતિ તૈયાર કરૂં. બાર વર્ષ પછી એક એવો જ માણસ જડી આવ્યો. દારૂડિયા, જુગારી અને વાંસનાથી ચકચૂર. પચ્ચીસ વર્ષને એ યુવાન હતો. શિલ્પીએ શિ૯૫ની વાત કરી, યુવાને હા કહી. જુડાસની આકૃતિ તૈયાર થઈ અને શિલ્પીએ આ કૃતિને પેલા ઈશુની પ્રતિમાની બાજુમાં મૂકી.
યુવાને બન્ને આકૃતિઓ જોઈ. ઇશુની અને જુડાસની. આ જોતાં જોતાં એને ભૂતકાળ સાંભર્યો, મન ભરાઈ આવ્યું. આંખમાંથી. અશ્રુની ધારા વહી રહી. આંસુથી આંખો ધેવાઈ ત્યારે એની એ જ આંખે સૌમ્ય અને કરુણાળુ બની ગઈ. - માઈકલ જોયા જ કરે “આ શું થયું ? જેની આંખે. કરતાથી ભરી હતી, જેની આંખોમાં દયાને છાંટો પણ ન હતા એ આંખે આટલી સૌમ્ય! આટલી મૃદુ !” આ યુવાન તો પશ્ચાત્તાપથી ધ્રુસકે ધ્રુસકે રડી જ રહ્યો હતે. માઈકલ નજીક આવ્યો. ખભે હાથ મૂકીને કહ્યું: “ભાઈ! રડે છે કેમ ?”
યુવાને જવાબ આપ્યો “આ ઈશુને તમે કંડાર્યો છે તે બીજું