________________
આંતરવૈભવ
આત્મવીય અનંત છે, એ સ્ફુરતાં મન તૈયાર થઇ ગયું. હુકમ કર્યાં ‘ ચાલ ’ એટલે પછી શરીરને તેા ચાલવું જ પડ્યું, ઢેડવું જ રહ્યું.
८८
આ શરીરમાં કાંઈ જ નથી. શરીર તે! માત્ર એક પંચભૂતનુ’ મિશ્રણ છે. આપણે સહુથી વધારેમાં વધારે મહત્વ આને આપી બેઠા છીએ. પણ એ પચમૃતના તત્ત્વનું જે સંચાલન કરે છે, એને ચિંતન આપે છે, એ દ્વારા જે કામ લે છે એના તે અભ્યાસ પણ કરતા નથી, એને અભ્યાસ વધતાં ખ્યાલમાં આવશે કે આ પંચભૂતના મિશ્રણ પાછળ એક અદ્દભુત તાકાત કામ કરી રહી છે. આ ચૈતન્ય જે રીતે દેરે છે એ રીતે આ શરીર જાય છે, એનામાં પેાતાનામાં કાંઈ નથી.
શરીરને બહારના સાધન તરીકે રાખે અને સાચવેશ પણ અંદર કામ કરી રહેલી શક્તિ સબળ જ રહે અને નિળ ન બને એ વિચારવાનું છે.
સંસ્કારાને લીધે, વાતાવરણને લીધે અને પરિસ્થિતિને લીધે મન નિબળ બને છે. પરિસ્થિતિ આપણા ઉપર સવાર થાય ત્યારે સાવધાન બનીને વિચાર કરવા કે આ પરિસ્થિતિને દબાવીને ઉપર કેમ આવવું ! અને તમે પ્રયત્ન કરો તે પરિસ્થિતિમાં પલટા જરૂર આવે.
શિલ્પીએની દુનિયામાં જેનુ નામ ગણાય છે એવા વિશ્વ વિખ્યાત માઈકલ એન્જલે Michel Angelo ના જીવનના આ પ્રસંગ છે. ઘણાં શિલ્પા કર્યાં. અંતે ઇશુનુ એક અપૂર્વ શિલ્પ બનાવવા એણે સ્વપ્ન સેવ્યું. તે માટે માસુમ, નિર્દોષ, જેની આંખેામાં પ્રેમ અને મૈત્રીના ભાવ ભરેલા ઢાય એવી આકૃતિની જરૂર હતી. આવા બાળકની શેાધમાં દાઢ વ નીકળી ગયું. એક દિવસ એક બાળક રમતું દેખાયું. એને વાંકડિયા વાળ હતા, સુંદર આંખા હતી, માઢા