________________
આંતરવૈભવ
८७
બાળપણની એ કવિતા સાંભરે છે ? Work while you work
and play while you play.
ભણવા બેસે ત્યારે ભણવા માંડજે અને રમવા બેસે ત્યારે રમવા માંડજે. રમે ત્યારે ભણવાના વિચાર ન કરતેા અને ભળે ત્યારે રમવાના વિચાર ન કરતા.
બાળકોની આ શિખામણ પ્રૌઢાને પણ એટલી જ ઉપયોગી છે.
માણસ એક કામ કરતાં કરતાં ખીને વિચાર કરે છે. પૂજા કરતાં દુકાનના વિચાર કરે અને માળા ફેરવતાં શાક સમારવાના વિચાર કરે. વિચાર શક્તિને એક દિશામાં વાળવાની આદત નથી. આ પદ્ધતિ ન હેાવાને લીધે જે કાય કરવું એઇએ એ પૂર્ણ નથી કરતા અને ન કરવાના કાર્યના વિચાર કરવા માંડે છે, એના પડધા વ્યાપારમાં, વાતેામાં અને જીવનમાં પડે છે.
માટે જ આ વિચારને વિકસાવી મનમાં દઢ કરવાના છે કે હું શક્તિમય છું, ધારું તે હું કરી શકું. મારું શરીર તે! એક ઉત્તમ સાધન છે; પણ અંદર કામ કરનારા તે મારા આત્મા છે. એની પ્રેરણા પ્રમાણે જ આ શરીર કામ કરે છે.
એક અંતિ વૃદ્ધ પુરુષ હતા. ખાટલામાંથી ઊભા થવું હૈાય તેt ય નાકર ઊભા કરે તેા જ એ ઊભા થઇ શકે. એવી પરાધીન અવસ્થા હતી. એક દિવસ એ ઘરમાં પહેલે માળે આગ લાગી, ખૂમાબૂમ થઈ. તમને આશ્ચર્ય થાય એવી આ વાત છે. પાંચ માળના બિલિઁડગમાંથી પાંચે માળના દાદરા ઊતરીને પહેલા નીચે આવનાર હાય તે। એ દાદા હતા !
જે ખાટલામાંથી ઊભા ન થઈશકે એ પાંચ દાદરા ઊતરીને કેવી રીતે આવી શકે ? એનું કારણ શરીર નહિ, આત્મા છે.