________________
આંતરવૈભવ
૧૦૫
- હાંશિયાર દીકરે વિચાર કરવા લાગ્યો. * પિતાએ કહ્યું: “બેટા, ધ્યાન રાખજે. હું જે કહું છું એ બે શબ્દો ન હોય તે આ બધું ય નકામું છે, આ ફેંકી દેવાનું છે.”
“ફેંકી દેવાનું ? બધું ફેંકી દેવાનું ?”
“હા, બધું ફેંકી દેવાનું . “પિતાજી, એવી કઈ વસ્તુ છે ?” • એક જ વાક્ય લખ્યું: મનની શાંતિ !
મનમાં શાંતિ ન હોય તો તગડા માણસે હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસે હોય પણ શાંતિ ન હોય તે એ રઘવાયો થઈને ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ?”
સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચે ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તે વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી !” '. “બેટા, તું દેશ અને પરદેશમાં ભયે, નથી ભર્યો, પણ આટલું કહેવા માગું છું : “બધું લખ પણ પહેલાં મનની શાંતિ (peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણે બધા પહેલાં મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તે આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” આ વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ.