________________
આંતરવૈભવ
૧૦૬
- સીવતા પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સેવેલું નીકળી જ જાય. દરજને દીકરે પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળ, પછી સીવે.
એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી.
વાસનાઓ, વૃત્તિઓ અને વિકારોને લીધે મનની શાંતિ ડહોળાઈ જાય છે.
જીવનની યાત્રા મનની શાંતિ મેળવવા માટે જ છે ને? આત્માને કમમાંથી મુકત કરવા માટે જ આ વિચારમાળા છે ને?