________________
૧૦૪
આંતરવંભવ - એક પિતાએ દીકરાને ખૂબ ભણાવ્ય, સરસ રીતે તૈયાર કર્યો. એક દિવસ અભ્યાસખંડમાં બેઠા બેઠા દીકરે વિચારે છે. જીવનમાં કેટલી વસ્તુઓ ઉપયોગી છે, એનું લિસ્ટ બનાવું.
પહેલાં લખ્યું તંદુરસ્તી - શરીર સ્વસ્થ જોઈએ. પણ કિઈ ચાહનાર ન હોય તો તંદુરસ્તીભર્યું જીવન પણ શુષ્ક લાગે. માટે પ્રેમ પણ જોઈએ.
માણસ પ્રિયજનને ચાહતે હોય પણ ખાવાનું ન હોય, રહેવા મકાન ન હૈય તે માણસ દુઃખી થઈ જાય, આનંદ ઊડી જાય માટે સંપત્તિ પણ જોઈએ. સંપત્તિ હોય પણ જીવનની ગતાગમ ન હોય તે પશુ જેવો લાગે માટે આવડત જોઈએ.
આવડત હોય પણ શક્તિ ન હોય તે નમાલામાં ખપે એટલે થોડી શકિત પણ હોવી જોઈએ. એકલી શકિતથી ઘરમાં સુખ કયાંથી ? એટલે સારાં છોકરાંઓ પણ જોઇએ. આ બધું હોય પણ ગામમાં કોઈ જાણે નહિ કે પૂછે નહિ એટલે આ બધાની સાથે કીર્તિ પણ હેવી જોઈએ. - હવે વધારે આમાં કાંઈ ઉમેરી શકાય તેમ નથી. જીવનની અનિવાર્ય જરૂરિયાતે આટલી જ છે. | મનમાં વિચાર્યું : જીવન અંગે મારી સમજદારી કેવી સુંદર અને ઉચ્ચ છે, તે લાવ હું મારા પિતાજીને બતાવું. પૂછું: હવે આમાં કાંઈ ઉમેરવા જેવું છે ?
લિસ્ટ લઈને છાતી ફુલાવ ફુલાવતો એ પિતા પાસે આવ્યું. લિસ્ટ આપ્યું, પૂછયું : પિતાજી દુનિયામાં આ સિવાય બીજી કોઈ વસ્તુ મેળવવાની બાકી છે ?
પિતાજી લિસ્ટ જોઈ ગયા. “બરાબર છે, પણ....!”