________________
'આંતરવૈભવ
૧૦૩ છે. વર્તમાનમાં જે બનવું હોય એ બની શકીએ તેમ છે કારણ કે એનામાં ચેતના ભરેલી છે.
જે કાંઈ કાર્ય કરવાનું છે એમાં હૃદય રેડવું પડે છે. જેમાં હૃદય રેડે છે એ જીવનમાં અમૃત બની જાય છે.
આજથી જ આ નિર્ણય થવો જોઈએ, “આજને હું સુંદર બનાવું, હું મારી આજને બગડવા નહિ દઉં. કેઈ ખરાબ 'બેલશે તો હું એ કચરાને કાનમાં નહિ જવા દઉં, મારી સામે ગરમ થશે તે એની સામે હું ઠંડી તાકાતથી કામ લઈશ, મારી નિંદા કરશે તો સમજીશ કે ગામમાં ગટરે ઘણું છે, આવીને લૂંટી જશે તે બચાવું જરૂર કરીશ પણ હું મારા મનથી દુઃખી નહિ થાઉં.” | Live by day. એક એક દિવસથી જી. કહેઃ આજને દિવસ મારે દુ:ખી નથી બનાવવો. દુઃખ નથી, ત્યાં કર્મબંધન ક્યાંથી ? - આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ ખરાબ અને ચિંતાજનક વિચારે છે. આ વિચારો આત્માના કાચને ધૂંધળો અને મેલ કરે છે. * .
- બીજું કંઈ નહિ તો એટલું તો કરે કે “આજ તો મારે મારા આત્માને કાચ ચેખ રાખવે છે.” ખરાબ વિચાર નહિ, નબળા વિચાર નહિ, કોઈ પ્રત્યે ધિક્કાર નહિ ને ઈર્ષ્યા પણ નહિ. - આ રીતે તમારું અંદરનું તત્ત્વ એક દિવસ માટે સુંદર બનવાનું.
'પછી તો ટેવ પડવાની, આજે સારા રહે તે કાલે પણ સારા રહેવાના. કાલે સારા તો પછી પરમ દિવસે પણ સારા. સારા રહેવાની ટેવ પડી જાય,