________________
૨૪
આંતરવૈભવ તત્વ ઉઘડેલું છે ત્યાં સુધી એ માણસ માનવ રહેવાનો છે.
ટોલ્સ્ટોય એક વાર્તામાં લખે છે. એક માણસે એની પત્નીનું . ખૂન કરવાને વિચાર કર્યો. રાતના પત્ની ભરનિદ્રામાં સૂતી હતી. પતિ તો ખૂન કરવાના વિચારોમાં જાગૃત હતો. હાથમાં સાધન લઈને પત્ની પાસે ગયો. એ તો ભરનિદ્રામાં પોઢેલી હતી. મેહું એયું અને વિચાર આવ્યોઃ “એણે મારે શું ગુન્હો કર્યો. છે? માત્ર મને ખરાબ માગે જતાં અટકાવે છે, પણ એને મારા ઉપર કેટલે બધે વિશ્વાસ છે કે હું એને મારવાનું વિચારો કરી રહ્યો છે એ વિચાર માત્ર પણ એને આવતો નથી. આવી નિર્દોષ સ્ત્રીને કેવી રીતે મારી શકું ?” .
આમ અંદરથી અવાજ આવ્યો. છરે સંતાડીને પાછા સૂઈ ગયો. પછી એણે બીડી સળગાવી. વ્યસનથી વિવેકબુદ્ધિને ધુમાડાના ગેટામાં મૂઝવી નાખી હવે એ ફરી ઊભું થયું અને છરો હલાવી દીધે. વ્યસન અવાજને કે ગુંગળાવી દે છે ? ”
આજ તે સિગારેટ અને દારૂ સમાજમાં સુધારાનું સ્થાન લઈને બેઠા છે. એ ન લે તે વેદિય !
કાઈક કોઈક વાર એવું પણ બને કે ઘણુ પથરા ભેગા થઈ જાય તે હીરાનું તેજ દબાઈ જાય, કારણ કે પથરાઓની બહુમતી થઈ, હરે એકલો પડી ગયો.
ખૂન માણસે નથી કર્યું પણ વ્યસન કર્યું છે. જયાં સુધી એ માણસ હતો ત્યાં સુધી એ ખૂન ન કરી શકે પણ જયારે માણસ મટી ગયા ત્યારે જ એ ખૂન કરી શકો:
જ્યાં સુધી માણસ “માણસ” છે ત્યાં સુધી એ ખરાબ કામ નહિ કરી શકે પણ જ્યારે અંદરને “માણસ” મરી જાય છે ત્યારે જ એ આવું કંઈક કરવા તૈયાર થાય છે.