________________
આંતરવૈભવ
૨૫
.
-
-
-
-
મહાપુરુષોએ કહ્યું: માણસ કદી ખરાબ હોઈ શકે જ નહિ. માણસમાં અમને શ્રદ્ધા છે. પણ જયારે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે એ માણસ નથી હોતોઃ પશુતત્વ આવે છે અને કામ કરી બેસે છે. જેવું એ તત્ત્વ જાય છે કે પશ્ચાત્તાપ શરૂ થાયઃ “મેં બહુ ખોટું ક્યું.'
નબળી પળોમાં ભૂલ થઈ જાય છે. રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવા જાય ત્યાં એ નબળી પળ અને કૃત્ય યાદ આવે, અને કહેઃ “ભગવાન ! મને ક્ષમા કરે, મારાથી ભૂલ થઈ ગઈ.”
. વિચારે, ક્ષમા કરો એમ કહેનાર કોણ ? અને પેલું ત્ય કરનાર કોણ? જ્યાં પાછો માણસ આવ્યા એટલે કહે છે કે ક્ષમા કરે. પણ જયારે એ કામ કર્યું ત્યારે એ માણસ નહોતે.
માણસ આવેશમાં આવીને કાંઈ કરી બેસે છે ત્યારે એ માણસ નથી જ.
આંતરભવનું દર્શન થતાં સમજાય છે કે માણસમાં એક એવું તત્વ છે જે સુંદર, સુવાસિત અને પ્રસન્ન છે. • આજના વાતાવરણમાં આ તત્ત્વ ઝાખું થયું છે. બહારથી મેળવેલી ભૌતિક વસ્તુઓ વચ્ચે આપણે ખુદ ઢંકાઈ ગયા છીએ. જીવનની સુંદરતા સમજાતી નથી.
તક ગયા પછી માણસ ગમે તેટલો પશ્ચાત્તાપ કરે પણ એને કાંઈ મળતું નથી, માનવભવમાં મળેલી આ તક આવા વાતાવરણથી ઢંકાઈ ન જાય, માટે મળેલાં સાધનો સાધકને સાધ્યની દિશામાં લઈ જાય છે કે નહિ એ માટે જાગૃત રહેવાનું છે.